સુશાંત સિંહ આત્મહત્યા કેસમાં કરણ જોહર, સલમાન ખાન સહિત 8 દિગ્ગજો સામે કેસ, જાણો કોણે કર્યો

સુશાંત સિંહ રાજપૂત આપઘાત બાબતે કરણ જોહર અને સહીત ૮ લોકો સામે કેસ દાખલ

બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના આપઘાત બાબતે સોશિયલ મીડિયામાં અમુક ગ્રુપ સામે વિરોધના સુર ઉઠી રહ્યા છે, ત્યારે આ કેસમાં આઠ લોકો સામે કેસ પણ નોંધવામાં આવ્યો છે એવી ખબર હવે સામે આવી રહી છે. આ બાબતે વકીલ સુધીર કુમાર ઓઝાએ બિહારના મુઝફ્ફરપુરમાં આ કેસ દાખલ કર્યો છે. જે લોકો વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે એમાં નિર્માતા કરણ જોહર, સંજય લીલા ભણસાલી, સલમાન ખાન અને એકતા કપૂરનાં નામ પણ શામેલ છે. આ બધા લોકો વિરુદ્ધ આઈપીસીની કલમ 306, 109, 504 અને 506 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

image source

‘સાત ફિલ્મોથી દૂર’ રાખવામાં આવ્યા હતા

વકીલ સુધીરકુમાર ઓઝાએ જણવ્યું હતું કે, “ફરિયાદમાં મેં એવો આરોપ લગાવ્યો છે કે સુશાંત સિંહ રાજપૂતને સાત ફિલ્મોમાંથી હટાવવામાં આવ્યા હતા અને તેમની કેટલીક ફિલ્મો રિલીજ પણ કરવા દેવામાં આવી નથી. આ કારણે એવી સ્થિતિઓ ઉભી થઇ હતી કે એમણે આ પગલું ભરવા માટે મજબુર થવું પડયું હતું.” આપને જણાવી દઈએ કે સુશાંત સિંહ રાજપૂતે જે રીતે પોતાના જ ફ્લેટમાં ફાંસી લગાડીને જીવ આપ્યો છે, એ પછી આખાય દેશમાં એમના આ પગલાથી લોકો સ્તબ્ધ છે અને કોઈનું પણ સુશાંતના મૃત્યુ પર વિશ્વાસ કરી શકવું મુશ્કેલ બની રહ્યું છે.

image source

પિતા અને બહેનોએ આપ્યું નિવેદન

સુશાંતના પિતા કે.કે.સિંઘ અને બે બહેનોએ પણ પોલીસમાં એમના નિવેદનો નોધાવ્યા છે. એમના પિતાએ પોલીસને જણાવ્યું હતું કે મારો દીકરો ઘણીવાર દુખી રહેતો હતો, પણ મને એ અંગે કોઈ જાણ ન હતી કે એ ડીપ્રેશનમાં છે. મુંબઈ પોલીસના વરિષ્ઠ અધિકારીઓએ આ બાબતે જણાવ્યું છે કે પરિવારે અમને એ બાબતે પણ જાણકારી આપી છે કે એમને આ વાતની જાણ ન હતી કે સુશાંત કયા કારણોસર ડીપ્રેશનમાં હતો. એટલું જ નહિ પરિવારે તો એ વાતથી પણ ઇનકાર કર્યો છે કે આ ઘટનાના કારણે એમને કોઈ પર શંકા છે. જો કે સુશાંતના ક્રિયેટીવ મેનેજર સિદ્ધાર્થ પિતાનીની પણ પૂછતાછ કરી હતી.

image source

ઘણા સમયથી સુશાંત ડિપ્રેશનમાં હતો

આ પહેલા મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન અનિલ દેશમુખે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સુશાંતે ફાંસી લગાડીને પોતાનો જીવ આપ્યો છે, પણ આ પ્રકારની મીડિયા રીપોર્ટ પણ છે કે પ્રોફેશનલ દુશ્મનાવટના કારણે તેઓ ઘણા સમયથી ડીપ્રેશનમાં હતા. ગૃહમંત્રીના આ ટ્વીટ પછી પોલીસનું કહેવું છે તેઓ સુશાંતના મિત્ર મહેશ શેટ્ટી સાથે ફરી એક વાર વાત કરી શકે છે. જેથી આ અંગે વધુ માહિતી મળી શકે કે સુશાંત ઇન્ડસ્ટ્રીમાં પ્રોફેશનલ દુશ્મનીના કારણે જ ડીપ્રેશનના શિકાર હતા કે કેમ. એવું કહેવાય છે જે સુશાંત વીતેલા ૬ મહિનાથી ડીપ્રેશનમાં હતા, પણ એમના ડીપ્રેશનમાં રહેવાના કારણ શું હતા. આ બાબતે હજુ કોઈ ચોક્કસ બાબત સામે આવી નથી. કારણ કે સુશાંત પાસેથી કોઈ સુસાઈડ નોટ મળી નથી.

image source

સોશિયલ મીડિયામાં આ લોકોનો વિરોધ થઇ રહ્યો છે

સુશાંતના મોતના સમાચારથી અત્યારે દરેક જણ આશ્ચર્યમાં છે. સોશિયલ મીડિયા પર ઘણા લોકો તેમના આ પગલા પાછળ નેપોટિઝમને જવાબદાર ઠેરવી રહ્યા છે અને કરણ જોહર જેવા ફિલ્મ નિર્માતાઓનો વિરોધ કરે છે. સુશાંતની આત્મહત્યાને લઈને બિહારમાં પણ વિરોધ પ્રદર્શનો થયા છે. આ સમય દરમિયાન લોકોએ ઘણાં ફિલ્મ નિર્માતાઓ અને અભિનેતાઓનાં પુતળા પણ સળગાવ્યાં હતાં. સોશ્યલ મીડિયા પર પણ લોકોમાં ભારે રોષ છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં દબાણના સમાચારો પર કંગના રાનાઉત, રવિના ટંડન અને રણવીર શૌરીએ પણ પ્રતિક્રિયા આપી છે.

Source : oneindia.com

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ