આજની એકાદશીનું છે અનેરું મહત્વ, સૂર્યાસ્ત બાદ તુલસી સામે અચુક પ્રગટાવજો દિવો અને સાથે કરજો આ પૂજા, થશે બહુ બધા લાભ

બુધવાર અને એકાદશીનો આ યોગ વિષ્ણુ સાથે જ ગણેશજીની પૂજા કરો અને સૂર્યાસ્ત બાદ તુલસી ક્યારે દીવો પ્રગટાવો

બુધવાર એટલે કે આજે 17 જૂને યોગિની એકાદશી છે. જો કે આપણા સંસ્કૃતિક રીવાજો પ્રમાણે આજના દિવસે ભગવાન શ્રીવિષ્ણુની પૂજા અને વ્રત રાખવામાં આવે છે. જો કે બુધવારના સ્વામી ભગવાન ગણેશને માનવામાં આવે છે, જે પ્રથમ પૂજ્ય છે. આ કારણે આ બુધવારના દિવસે આવેલ એકાદશીના યોગમાં ભગવાન શ્રીહરિ વિષ્ણુ સાથે ગણેશજીની પૂજા કરવી ઉત્તમ માનવામાં આવે છે. આ બાબતે ઉજ્જૈન તીર્થના જ્યોતિષાચાર્ય પંડિત મનીષ શર્મા પાસેથી જાણો કે એકાદશી પર ક્યા ક્યા શુભ કર્યો કરી શકાય છે.

image source

યોગીની એકાદશીનું મહત્ત્વ –

આપણા શાસ્ત્રોમાં સમાહિત 18 પુરાણોમાંથી એક એટલે કે સ્કંદ પુરાણના વૈષ્ણવ ખંડમાં આ એકાદશીના મહાત્મયને સમજાવતો અધ્યાય છે. આ અધ્યાયમાં દર્શાવાયું છે કે શ્રી કૃષ્ણ ભગવાને પોતાના મનુષ્ય અવતારમાં આખાય વર્ષમાં આવનારી એકાદાશીઓનું મહત્વ યુધિષ્ઠિરને સમજાવ્યું હતું. જેઠ મહિનાના વદ પક્ષમાં આવતી આ એકાદશીને યોગિની એકાદશી પણ કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ એકાદશીના દિવસે વ્રત રાખવાથી ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા જાતકને પ્રાપ્ત થાય છે. જો કે આ પૂજામાં દાનનું મહત્વ પણ છે, એટલે કે પૂજા બાદ જરૂરિયાતમંદ લોકોને ધન અને અનાજનું દાન કરવું જોઇએ.

ભગવાન શ્રીહરિ વિષ્ણુની પૂજા –

image source

આ એકાદશી બુધવારના દિવસે આવે છે એટલે બુધવારના આરાધ્ય ભગવાન ગણેશની પૂજા પ્રથમ હોવી જોઈએ. આમ પણ ગણેશજી ને પ્રથમ પૂજ્ય માનવામાં આવે છે. આ પૂજા પછી જગતપિતા ભગવાન વિષ્ણુનું માતા લક્ષ્મી સાથે પૂજન કરો. એમનો અભિષેક કરો તેમજ પૂજામાં ફૂલ, ફળ, ગંગાજળ, ધૂપ-દીપ અને પ્રસાદ વગેરે પણ અર્પણ કરો. આ વ્રત દરમિયાન દિવસમાં એક સમય ફળાહાર લઇ શકાય છે. દિવસના અંતમાં રાત્રે ભગવાન વિષ્ણુ સામે દીવો પ્રગટાવો અને મંત્રનો જાપ કરો. આ વ્રતની પુર્ણાહુતી પર બીજા દિવસે એટલે 18 જૂને, બારસ તિથિમાં જરૂરિયાતમંદ વ્યક્તિને દાન અથવા દક્ષિણા આપો.

ગણેશ પૂજનની વિધિ –

image source

ગણેશજીની પ્રથમ પૂજા માટેની વિધિ આ પ્રમાણે છે. સૌપ્રથમ ગણેશજીને દૂર્વાની 21 ગાંઠ ચઢાવો અને શ્રી ગણેશાય નમઃ મંત્રનો જાપ 108 વખત કરો. આપને જણાવી દઈએ કે આજે ગણેશજીની પૂજા ગજાનંદ સ્વરૂપમાં કરવામાં આવે છે. એટલે શક્ય હોય તો હાથીને શેરડી ખવડાવો. ગણેશજી સાથે એમની પત્ની રિદ્ધિ-સિદ્ધિની પણ પૂજા કરો. આમ કરવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિમાં વધારો થાય છે.

સૂર્યાસ્ત પછી તુલસી પૂજાની વિધિ –

image source

એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ તેમજ મહાલક્ષ્મી સિવાય તુલસીની પૂજા કરવાનું પણ વિધાન છે. જો કે આ તિથિએ સૂર્યાસ્ત પછી તુલસી નજીક દીવો પ્રગટાવો અને એની પરિક્રમા પણ કરો. ખાસ ધ્યાન રાખવું કે આ પરિક્રમા દરમિયાન તુલસીનો સ્પર્શ થવો જોઈએ નહિ.

હમણાં જ જાણો સૂર્યગ્રહણ ૨૦૨૦ જે ૨૧ જૂનનાં થવાનું છે તેનો સમય, મહત્વ, સ્થળ, નિયમો, તમારી રાશિ પર તેની અસર અને તેનાથી થવાના લાભ અને હાનિ –

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 3 – https://bit.ly/DharmikVato3

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 4 – https://bit.ly/DharmikVato4

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 8 – https://bit.ly/DharmikVato8

Source: Amarujala

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ