આવનાર સમયમાં બે અશુભ ગ્રહણ થવાની છે તૈયારી, બની શકે છે મોટી દુર્ઘટના…

એકજ રાશિમાં પાંચ ગ્રહો ભેગા થતા હોય અને પંદર દિવસમાં બે અશુભ ગ્રહણ થવાનો યોગ બનતો હોય ત્યારે આવા સમયગાળાને શ્રાપિત યોગ, ચાંડાલ યોગ કે ગ્રહણ યોગ સર્જાતા ખૂબ મોટી દુર્ઘટનાઓ થવાની શક્યતાઓ ખૂબ વધી જાય છે….

image source

એકજ રાશિમાં પાંચ ગ્રહોની યુતિ થવાથી અશુભ ઘટના થવાની શકયતા રહે છે. ૨૬મી તારીખે સૂર્યગ્રહણના સમયે ધન રાશિમાં છ ગ્રહોની યુતિ રહેશે, સૂર્ય, ચન્દ્ર, બુધ, ગુરુ, શનિ, કેતુ યુતિમાં રહે છે જેના લીધે મિથુન રાશિમાં રાહુ ગ્રહની દ્રષ્ટિ રહે છે.

image source

૨૬/૧૨/૨૦૧૯ ગુરુવારના રોજ ધનરાશિ અને કેતુ નક્ષત્રમાં સૂર્યગ્રહણ થશે. જે દેશ-દુનિયામાં દેખાશે, આ દિવસે દેશ-દુનિયામાં કોઈ અનિચ્છનીય બનાવ બની શકે છે. જ્યોતિષ શાસ્ત્રીઓના કેહવા મુજબ જ્યારે પણ એક રાશિમાં પાંચ કે તેથી વધુ ગ્રહોની યુતિ થાય છે, ત્યારે ભારત સહિત અન્ય દેશોમાં પણ દુર્ઘટનાઓ બની છે. આ વખતે ધનરાશિમાં છ ગ્રહોની યુતિ થશે આ સાથે જ મિથુન રાશિના શુભ ગ્રહો પર રાહુ ગ્રહની દ્રષ્ટિ રહેશે. જેને ખરાબ અસર દેશ દુનિયામાં જોવા મળી શકે છે.

image source

૨૬મી ડિસેમ્બરના દિવસે ધનરાશિમાં છ ગ્રહો જેમકે, સૂર્ય, ચંદ્ર, બુધ, ગુરુ, શનિ અને કેતુ યુતિ બનાવીને ભ્રમણ કરશે તો મિથુન રાશિમાં રહેલા રાહુ ગ્રહની દ્રષ્ટિ પણ પડે છે. આ છ ગ્રહ કેતુ સાથેની યુતિમાં સૂર્ય, ચન્દ્ર સાથે ગ્રહણ યોગ બનાવે છે, જ્યારે ગુરુ ગ્રહ સાથે ચાંડાલયોગ અને શનિ ગ્રહ સાથે મળીને શ્રાપિત યોગ જેવા દુષિત યોગ બનાવે છે.

image source

આવી રીતે પંદર દિવસ પછી તા.૧૦/૦૧/૨૦૨૦ના રોજ રાહુગ્રહનું મૂળ નક્ષત્ર આદ્રામાં ચંદ્રગ્રહણ થવાનું છે. આ દિવસે મિથુન રાશિમાં રાહુગ્રહ સાથે ચન્દ્રની યુતિ થાય છે. આથી તેની દ્રષ્ટિ ધનરાશિમાં રહેલ સૂર્ય, બુધ, ગુરુ, શનિ અને કેતુ ગ્રહો પર પડે છે. ( આ ગ્રહણ ભારતમાં દેખાવાની સંભાવના નથી.)

દેશદુનિયામાં જ્યારે આ રીતે પાંચ કે તેથી વધુ ગ્રહોની યુતિ સમયે , ઉપરાંત જ્યારે આવા સમયે જ્યારે ગ્રહણ થાય છે ત્યારે જનમાનસ, અર્થવ્યવસ્થા, રાજકીય ક્ષેત્રે મોટાપાયે પરિવર્તન કે કોઈ અનિચ્છિત ઘટના બને તેવા યોગનું નિર્માણ વર્ષ ૨૦૧૯-૨૦ના સમયગાળામાં બની રહ્યો છે.

ભૂતકાળમાં જ્યારે પણ એક રાશિમાં પાંચ કે તેથી વધુ ગ્રહોની યુતિ થઈ છે ત્યારે જે અસરો જોવા મળી હતી તેની એક ઝલક મેળવીશું…

image source

– નવેમ્બર, ૧૯૪૬માં પાંચ ગ્રહોની યુતિથી ગ્રહણ થયું હતું અને અંગ્રેજોને ભારત છોડીને જવું પડ્યું હતું. ત્યારપછી ભારતના ભાગલા પડ્યા અને પાકિસ્તાન અસ્તિત્વમાં આવ્યું. આ ઉપરાંત કોમી રમખાણ શરૂ થયા અને તેના લીધે કાશ્મીર પર દબાણ વધી ગયું હતું.

image source

– ફેબ્રુઆરી, ૧૯૬૨માં આઠ ગ્રહોની યુતિ થઈ હતી ત્યારે ઓક્ટોબરમાં ચીન સાથે યુધ્ધ થયું હતું, નહેરુ સરકાર તકલીફમાં આવી ગઈ તેના થોડાક સમય પછી શાસ્ત્રી સરકાર બનાવવામાં આવી હતી.

image source

– સપ્ટેમ્બર ૧૯૭૯માં છ ગ્રહોની યુતિ થઈ હતી. જેના લીધે ઓગસ્ટમાં મોરબીમાં હોનારત થવા પામી હતી. ત્યારબાદ મોરારજી દેસાઈની સરકાર ખૂબ તકલીફમાં આવી, તેના થોડાક સમય પછી ચરણસિંહ સરકારની રચના કરવામાં આવી.

image source

-મે, ૨૦૦૨માં છ ગ્રહોની યુતિ થયેલી તે સમય દરમિયાન સપ્ટેમ્બર, ૨૦૦૧માં વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર અને ડિસેમ્બર ૨૦૦૧માં ભારતીય સંસદ પર હુમલો થયો હતો. ભાજપની બાજપાઈ સરકારે લોકચાહનામાં પાંચ વર્ષ પુરા કર્યા, પણ તે પછી વર્ષ ૨૦૦૪માં મનમોહન સિંહની સરકાર આવી હતી.

image source

– તા.૨૬/૧૨/૨૦૧૯ના દિવસે જે છ ગ્રહોની યુતિ થઈ રહી છે તો તા. ૫/૮/૨૦૧૯ના રોજ જમ્મુ કાશ્મીરમાં લાગેલી કલમ ૩૭૦ રદ કરવામાં આવી હતી

image source

ટૂંકમાં આવા મોટા યુતિવાળા ગ્રહણથી છ કે આઠ મહિના પહેલા કે પછી આવી જ કોઈ મોટી ઘટના બનતી જણાય છે. ગ્રહણ ખગોળીય ઘટના છે પણ મેદનીય જ્યોતિષ મુજબ તેનું ખૂબ મહત્વ છે. સામાન્ય ગ્રહણ દેશદુનિયાને જેટલી અસર નથી કરતા તેના કરતા વધારે આ એક રાશિમાં પાંચ ગ્રહોની યુતિ થાય અને ગ્રહણ થાય ત્યારે દેશ દુનિયામાં કોઈ મોટી ઘટના બનવાના યોગ પુરા પડે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ