શું તમારા વાળ ડ્રાય છે? – તો મહેંદીમાં મેળવો આ ૫ વસ્તુઓ અને મેળવો અનેક ફાયદા!

લાંબા ,કાળા ,ચમકદાર અને મુલાયમ વાળ આપતી મહેંદી .

શું સફેદ વાળથી પરેશાન છો અને હેર કલર વાળને માફક નથી આવતો ? તો સૌની પ્રિય મહેંદીથી મેળવો વાળના સૌંદર્યમાં કુદરતી નિખાર અને સાથે કુદરતી રંગ પણ .એવી ચમક કે લોકો જોઈ બોલી ઉઠશે ,વાહ !

image source

શુભ પ્રસંગમાં શુકનવંતી માનવામાં આવતી મહેંદી હાથમાં તો રંગ ભરે જ છે પરંતુ મેંદી વાળ માટે પણ અતિઉપયોગી છે.

આમ તો વાળની સફેદી ઢાંકવા માટે બજારમાં વિવિધ પ્રકારના હેર કલર ઉપલબ્ધ છે પરંતુ તે નુકસાનકારક હોઈ શકે છે.પણ કુદરતી રીતે જ વાળને કલર અને સૌંદર્ય આપતી મહેંદી વાળને કલર કરવા માટે નો શ્રેષ્ઠ કુદરતી ઉપાય છે.કોઈ જ નુકશાન નહીં અને વાળની ચમક જોઈ લોકો આફરીન પોકારી ઊઠે એ ફાયદામાં .

image source

લાંબા ,કાળા અને સુવાળા વાળ મહિલાઓની સુંદરતાનું મુખ્ય આભૂષણ માનવામાં આવે છે.જોકે હવે ફેશન મુજબ મહિલાઓ વાળ લાંબા-ટુંકા રાખે છે ,પણ મુખ્ય વાત એ છે કે વાળ ચોખ્ખા,ચમકદાર ,જથ્થામાં હોવા જોઇયે . વાળની આ માંગ મહેંદી સહેલાઇથી પૂરી કરે છે.મહેંદી વાળને કન્ડિશનિંગ કરવાનું પણ કામ કરે છે, તે વાળને ઠંડક આપે છે. વાળને ચમકીલા, લીસ્સા અને મુલાયમ પણ બનાવે છે . પરંતુ વાળમાં મહેંદી કરતી વખતે કેટલીક ખાસ વાતો ધ્યાનમાં રાખવાની હોય છે.કારણ જો મેંદીનો યોગ્ય ઉપયોગ કરવામાં ના આવે તો તે વાળને શુષ્ક અને બેજાન પણ બનાવે છે.

વાળમાં લગાવવા માટે મહેંદી તૈયાર કરતી વખતે તેમાં મુખ્ય પાંચ વસ્તુ ઉમેરવાથી વાળમાં લશ્ટર આવે છે વાળ લીસા, કાળા અને ભરાવદાર બને છે.

ચાલો જોઈએ કે વાળ માટે મહેંદી તૈયાર કરતી વખતે કઈ પાંચ વસ્તુ ઉમેરવી જોઇયે ?

કોફી

image source

મેંદીના મિશ્રણમાં કોફી ઉમેરવાથી વાળ ઉપર સારો રંગ ચડે છે.થોડાક પાણીમાં કોફી પાવડર નાખી પાણીને ઉકાળીને ઠંડુ પડે ત્યારે મેંદી પાવડરમાં તેને ઉમેરી તેની પેસ્ટ બનાવવી.આ મિશ્રણ બે થી ત્રણ કલાક પલાળી રાખવું .ત્યારબાદ વાળના નાના નાના ભાગ લઈ મહેંદીની પેસ્ટને સેંથીથી શરૂ કરી વાળના છેડા સુધી લગાવવી.મહેંદીની પેસ્ટને માથામાં સાવ સુકાવા દેવી નહીં,થોડી ભીની હોય ત્યારે ચોખ્ખા ,હૂંફાળા પાણીએ વાળ ધોઈ નાખવા .

એગ

image source

ઈંડામાં પ્રોટિન, સિલિકોન ,વિટામીન ડી અને વિટામિન ઈ હોવાને કારણે વાળ માટે ઉત્તમ પોષણ માનવામાં આવે છે . ઈંડાથી વાળની ડ્રાયનેસ પણ ઓછી થાય છે અને વાળ મુલાયમ બને છે.ઈંડા ની અંદર રહેલો પ્રોટીનવાળો પીળો ભાગ વાળને મજબૂતી આપે છે. વાળ ખરતા હોય તો પણ ઈંડાનો લેપ કરવાથી વાળ મજબૂત થાય છે. મેંદીના મિશ્રણમાં ઈંડુ ઉમેરી તેને સારી રીતે મિક્સ કરી વાળમાં લગાવવામાં આવે તો વાળ ખરતા પણ ઓછા થાય છે અને વાળને પોષણ મળી રહે છે.એકલા ઇંડાને પણ વાળમાં લગાવી શકાય છે.માથામાં ઇંડાનો રસ લગાવી થોડીવાર બાદ હૂંફાળા પાણીએ એક વાર વાળ ધોઈ ત્યારબાદ શેમ્પૂ કરવું.

ચા પત્તી

image source

વાળને કાળો રંગ આપનાર ચા કુદરતી રસાયણ છે.ચા ની ભૂકી ને પાણીમાં ઉકાળીને મેંદીમાં મિક્સ કરી સાત થી આઠ કલાક સુધી પલાળી રાખવી. ચામાં રહેલું ટેનિન તત્વ વાળને લીસા અને ચમકદાર બનાવે છે ઉપરાંત ચાનો રંગ પણ કાળો હોવાને કારણે તે વાળ ઉપર રંગ ચઢાવવા માં પણ મદદરૂપ છે . ચા કુદરતી કન્ડિશનિંગ પણ માનવામાં આવે છે.મેંદી વગર પણ ચા ઉકાળીને ઠંડા પડેલા પાણીથી વાળ ધોવામાં આવે તો પણ વાળનું ટેક્સચર પણ સુધરે છે અને વાળ મુલાયમ અને ચમકદાર બને છે.ચાના પાણીમાં લીંબુનો રસ પણ ઉમેરી શકાય છે.

લીંબુ

image source

મેંદીમાં લીંબૂનો રસ મેળવવાથી માથાના થતાં ખોડાની સમસ્યા દૂર થાય છે.લીંબુ વાળની ત્વચામાં થતું ફંગલ ઇન્ફેક્શન પણ દૂર કરે છે અને મેંદીનો કુદરતી રંગ પણ લીંબુ મેળવવાથી વધુ ઘાટો બને છે. લીંબુ પણ શ્રેષ્ઠ કન્ડિશનિંગ માનવામાં આવે છે એટલું જ નહીં તેમાં રહેલા એસિટીક તત્વોને કારણે લીંબુ માથાની સાફ સફાઇમાં પણ ઉપયોગી સાબિત થાય છે.

દહીં

image source

દહીં માં રહેલી ચિકાસ વાળને મુલાયમ બનાવે છે મહેંદીમાં દહીં મેળવીને તેનો ઉપયોગ કરવાથી વાળ ચમકદાર બને છે અને તેનો રસ જળવાઈ રહે છેદહીં વાળને સૂકા બનતા અટકાવે છે.ડાહી અને મહેંદીની પેસ્ટ વાળના કંડિશનિંગ માટે સૌથી શ્રેષ્ઠ છે.તેને પણ મહેંદીની પેસ્ટની જેમ જ વાળમાં લગાવી થોડું થોડું સુકાય એટ્લે વાળ ધોઈ લેવા.વાળ ધોવા સારા શેમ્પૂ નો ઉપયોગ કરવો જોઇયે.આજકાલ તો બજારમાં હર્બલ શેમ્પૂ પણ મળી રહે છે.જે કેમિકલ રહિત હોવાને કારણે વાળને નુકશાન થતું નથી.

આટલી વાતોનું ધ્યાન રાખવાથી વાળ પર કરેલો મહેંદીનો રંગ વધુ સુંદરતા પ્રદાન કરશે અને વાળની ગુણવત્તા પણ વધશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ