આ રીતે જાણી લો તમારો લકી નંબર અને વાર, નહિં જવાની જરૂર પડે જ્યોતિષ પાસે…

તમારા મૂળાંક દ્વારા જાણો તમારો લકી વાર અને લકી નંબર

આપણે ભલે કોઈ મોટા ગણિતશાસ્ત્રી ન હોઈએ કે પછી શાળામાં ગણિતના શિક્ષક ન હોઈએ કે પછી સી.એ ન હોઈએ કે પછી ગણિત સાથે આપણે દૂર-દૂરનો કોઈ સંબંધ ન હોય પણ આંકડા સાથે તો આપણો ડગલેને પગલે પનારો પડ્યા કરે છે. સમગ્ર સંસારમાં આજે શૂન્યથી લઈને નવના અંકનું એક અનોખુ મહત્ત્વ છે અને બધાનું ગણિત પણ આ જ બન્ને આંકડા વચ્ચે ફરે છે.

image source

જ્યોતિષ શાસ્ત્રોમાં અંકનું મહત્ત્વ ઘણું બધું છે કેટલાક જ્યોતિષ તમારા ગ્રહોના આધારે તમારું ભવિષ્ય ભાંખે છે તો વળી કેટલાક તમારા જન્માંકો દ્વારા તો વળી કેટલાક મૂળાંકો દ્વારા. આ બધી જ ગણતરી, 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 વચ્ચે જ થાય છે. તો તમે તમારી રાશિ પ્રમાણે અને ગ્રહો પ્રમાણે તો તમે તમારા વિષે ઘણું જાણ્યું હશે પણ આજે આ અંકો દ્વારા જાણીએ તમારા માટે કયો વાર, કયો અંક અને કયો ગ્રહ શુભ છે.

તમારો શુભ મૂળાંક આ રીતે જાણો

image source

તમારી જન્મતિથિ પરથી તમારો શુભ અંક શોધી શકાય છે. તમારો જન્મ જે તારીખ પર થયો હોય તે તારીખનો યોગ તમારો મૂળાંક છે જ્યારે તમારી જન્મ તારીખ, જન્મનો મહિનો અને જન્મનું વર્ષ આ બધા જ આંકડાનો યોગ એટલે કે તમારો ભાગ્યાંક.

આ રીતે શોધો તમારો મૂળાંક અને ભાગ્યાંક

image source

જો તમારી જન્મ તારીખ 09-11-1979 હોય તો તમારો મૂળાંક (તમારી જન્મ તારીખ 09નો સરવાળો એટલે કે 0+9 = 9) થાય અને જો તમારો ભાગ્યાંક જાણવો હોય તો તમારે તમારી સંપુર્ણ જન્મ તારીખનો સરવાળો કરવો એટલે કે 0+9+1+1+1+9+7+9= 37 = 10 = 1 એટલે કે તમારો ભાગ્યાંક 1 છે. તેવી જ રીતે જો તમારી જન્મ તારીખ બે આંકડાની હોય જેમ કે 23 તો તમારે તેનો સરવાળો કરવો એટલે કે 2+3=5 એટલે કે તમારો મૂળાંક 5 છે. હવે આ અંકો પ્રમાણે તમારે તમારા સ્વામી ગ્રહને જાણવાના છે.

અંક જ્યોતિષમાં અંકો પ્રમાણે ગ્રહો છે એટલે કે એકથી લઈને 9 અંકના સ્વામી અલગ અલગ હોય છે.

image source

1 અંકના સ્વામી છે સૂર્યઃ 1 અંકના સ્વામી સૂર્ય છે, તેવી જ રીતે તમારી જન્મ તારીખનો સરવાળો જો એક થતો હોય તો તે બધા જ અંકોનો સ્વામી સૂર્ય છે. એટલે કે 01,10,19 અથવા 28 તારીખે જન્મેલા લોકોનો મૂળાંક એક છે અને તેમના સ્વામી સૂર્ય છે.

2 અંકના સ્વામી – 2 અંકના સ્વામી ચંદ્ર છે. આ અંકોમાં 02, 11, 20 અથવા તો 29 તારીખે જન્મેલા લોકોનો સમાવેશ થાય છે. કારણ કે આ બધી જ તારીખે જન્મેલા લોકોનો મૂળાંક 2 થાય છે.

3 અંકના સ્વામી છે બૃહસ્પતિઃ 03, 12, 21, અથવા 30 તારીખે જન્મેલા લોકોનો મૂળાંક 3 થાય છે અને આ મૂળાંકના સ્વામિ બૃહસ્પતિ છે.

image source

4 અંકના સ્વામી છે રાહુઃ જે લોકો 04, 13, 22, અથવા 31 તારીખે જન્મેલા લોકોનો મૂળાંક 4 બને છે આ અંકના સ્વામી રાહુ છે.

5 અંકના સ્વામી છે બુધઃ જે લોકો 05, 14, અથવા 23 તારીખે જન્મ્યા હોય તેમનો મૂળાંક 5 બને છે અને આ અંકના સ્વામી છે બુધ.

6 અંકના સ્વામી છે શુક્રઃ જે લોકો 06, 15, અથવા 24 તારીખે જન્મેલા હોય તેમનો મૂળાંક 6 બને છે અને આ અંકના સ્વામી છે શુક્ર.

image source

7 અંકના સ્વામી છે કેતુઃ જે લોકો 7, 16 અથવા 25 તારીખે જન્મ્યા હોય તેમનો મૂળાંક 7 બને છે અને આ અંકના સ્વામી છે કેતુ.

8 અંકના સ્વામી છે શનિઃ જે લોકો 8, 17 અથવા 26 તારીખે જન્મ્યા હોય તેમનો મૂળાંક 8 બને છે અને આ અંકના સ્વામી છે શનિ.

9 અંકના સ્વામી છે મંગળઃ જે લોકો 9, 18 અથવા 27 તારીખે જન્મ્યા હોય તેમનો મૂળાંક 9 બને છે અને આ અંકના સ્વામી છે મંગળ.

હવે જાણો તમારા મૂળાંક અને ભાગ્યાંક પ્રમાણે તમારા માટે કયો દીવસ છે લકી

અંક 1 માટે લકી દિવસ છે – રવિવાર

અંક 2 માટે લકી દિવસ છે – સોમવાર

અંક 3 માટે લકી દિવસ છે – ગુરુવાર

અંક 4 માટે લકી દિવસ છે – શનિવાર

અંક 5 માટે લકી દિવસ છે – બુધવાર

અંક 6 માટે લકી દિવસ છે – શુક્રવાર

અંક 7 માટે લકી દિવસ છે – રવિવાર

અંક 8 માટે લકી દિવસ છે – શનિવાર

અંક 9 માટે લકી દિવસ છે – મંગળવાર

image source

હવે તમે તમારા ભાગ્યાંક અને મૂળાંક જાણી લીધા છે અને તમારા મૂળાંક અને ભાગ્યાંક પ્રમાણે કયા ગ્રહો તમારા સ્વામી છે અને તમારા માટે કયો દીવસ શુભ છે તે જાણી લીધું છે માટે તમારા જીવનના કોઈ પણ શુભ કાર્યની શરૂઆત તમે તે દિવસે નિઃસંકોચ કરી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ