કેરાટીન ટ્રિટમેન્ટથી થાય છે અનેક આડઅસર, કરાવતા પહેલા વિચારી લેજો…

વાળની સુંદરતા પ્રદાન કરતી કેરાટિન ટ્રીટમેન્ટ શું છે ?

image source

વ્યક્તિની સુંદરતા પ્રદાન કરતા તત્વોમાં વાળનો પણ સમાવેશ થાય છે.સ્ત્રી હોય કે પુરુષ બંને સ્વસ્થ વાળની ખેવના રાખે છે.ખાસ કરીને મહિલાઓ તેમના વાળ માટે વધુ સજાગ હોય છે.

આજકાલ સ્ટાઇલિશ લૂક મેળવવા વાળ અંગે વિશેષ કાળજી લેવામાં આવે છે.બ્યુટી સલૂનમાં પણ વાળને અનુલક્ષીને વિવિધ પ્રકારની સારવાર વિકસી છે.જેમાં કેરાટિન ટ્રીટમેન્ટ વિશેષ પ્રચલિત છે.યુવતીઓમાં કેરાટિન ટ્રીટમેન્ટનો ટ્રેન્ડ જોવા મળે છે.

image source

અતિ વ્યસ્ત જીવનશૈલી, યોગ્ય આહાર અને કસરત નો અભાવ, તડકો તેમજ પ્રદૂષણ, આ સંતુલિત હોર્મોન્સ જેવા આંતરિક અને બાહ્ય પરિબળો વાળના આરોગ્ય પર પ્રતિકૂળ અસર કરે છે. જેને કારણે વાળમાં રહેલું પ્રોટીન ઘટે છે અને વાળ વધુ ને વધુ ડ્રાય થાય છે, વાળની ચમક ઓછી થાય છે, વાળ તૂટવાનું અને ખરવાનું પ્રમાણ વધતું જાય છે.

વાળનું મુખ્ય બંધારણ proteins છે . કેરાટિન ટ્રીટમેન્ટ દ્વારા વાળને પ્રોટીન પૂરું પાડવામાં આવે છે જેને કારણે વાળ લિસા અને ચમકદાર બને છે.

કેરાટિન ટ્રીટમેન્ટ વાળના સૌંદર્યને વધારે છે.

image source

વાળમાં કેરાટીન કરાવતા પહેલા થોડીક એના વિશે જાણકારી મેળવી લઇએ.

શું છે કેરાટીન ટ્રીટમેન્ટ ?

કેરાટીન ટ્રીટમેન્ટ એક પ્રકારની પ્રોટીન-ટ્રીટમેન્ટ છે ,જે વાળને યોગ્ય માત્રામાં ન્યુટ્રીશન પૂરું પાડે છે. વાળમાં ઓછું થઈ ગયેલું પ્રોટીન- રિ સ્ટોર કરવાની ટ્રીટમેન્ટને કેરાટીન ટ્રીટમેન્ટ કહેવામાં આવે છે. કેરાટીન દ્વારા વાળના માળખાને પુનઃસ્થાપિત કરવામાં આવે છે.

image source

આ ટ્રીટમેન્ટ તડકો પ્રદૂષણ અને કેમિકલથી અસર પામેલા વાળને સુધારે તો છે જ પરંતુ આગામી સમય માટે પણ વાળની બાહ્ય પ્રદૂષણ , સૂર્ય પ્રકાશ અને નુકસાનકારક કેમિકલથી રક્ષા પણ કરે છે. કેરાટીન ટ્રીટમેન્ટ વાળને સ્મુધ, શાઈની અને સ્ટ્રેટ કરે છે. વાળને તૂટતા અને ખરતા અટકાવે છે.

કેરાટીનમાં રહેલા તત્વો વાળમાં મજબૂત કંડીશનરનું કામ કરે છે. જો કે વ્યક્તિ વ્યક્તિએ કેરતીન ટ્રીટમેન્ટ નું પરિણામ ભિન્ન હોઈ શકે છે. જે વાળની ગુણવત્તા ઉપર વિશેષ રીતે નિર્ભર છે.

image source

કરાટીન કરાવતા પહેલા પોતાના વાળને આ ટ્રીટમેન્ટ અનુકૂળ છે કે નહીં તે જાણી લેવું જોઈએ. કરલી અને ફ્રીઝી બંધારણ ધરાવતા વાળ માટે કેરાટીન ટ્રીટમેન્ટ ઉત્તમ છે .સીધા અને લીસા વાળ ધરાવતા લોકોએ બને ત્યાં સુધી કેરાટિન કરાવવાનું ટાળવું જોઈએ.

કરાટિન ટ્રીટમેન્ટ નિષ્ણાત હેર સ્ટાઇલ્સ પાસે જઈને જ કરાવવી હિતાવહ છે.જેવી રીતે વિવિધ રોગના ઇલાજ માટે આપણે ડોક્ટરનો સંપર્ક કરીએ છીએ તેવી જ રીતે વાળની સારવાર માટે પણ નિષ્ણાતની સલાહ લેવી આવશ્યક છે અને તેની દેખરેખ હેઠળ જ વાળની ટ્રીટમેન્ટ કરાવવી જોઇએ.

image source

કેરાટિન ટ્રીટમેન્ટ પ્રમાણમાં મોંઘી હોવાથી સ્ટેટમેન્ટ કરાવતા પહેલા કિંમત જાણી લેવાનું પણ આગ્રહ રાખવો.

કેરાટિન કેવી રીતે કરવામાં આવે છે ?

આ પ્રક્રિયામાં સૌથી પહેલા યોગ્ય શેમ્પૂથી વાળ સાફ કરવામાં આવે છે. તને બ્લો ડ્રાય કરીને તેમાં રહેલું મોઈશ્ચર દૂર કરવામાં આવે છે . બ્લો ડ્રાય કરીને તેમાં રહેલું મોઈશ્ચર દૂર કરવામાં આવે છે.વાળમાં કેરાટીન હેર સ્ટ્રેટનિંગ પ્રોડક્ટ લગાડવામાં આવે છે.

image source

પ્રોડક્ટ અને વાળમાં સેટ થવા દેવામાં આવે છે, ત્યારબાદ તેને ફરી વખત બ્લો ડ્રાય કરી સુકવવામાં આવે છે.ત્યારબાદ એને સ્ટ્રેટનીંગ મશીન દ્વારા આર્યન કરીને કરાટીન protein cream વાળમાં ઉતરવા દેવામાં આવે છે. વાળની લંબાઈ પ્રમાણે આ પ્રક્રિયામાં લાંબો સમય લાગે છે.

કેરાટીન પ્રોટીન દ્વારા વાળ સીધા અને ચમકદાર થઈ જાય છે. વાળને 72 કલાક સુધી બાંધી શકાતા નથી’. વાળ ભીના ન થાય તેની પણ કાળજી લેવી પડે છે ‌.ટ્રીટમેન્ટના ત્રીજા કે ચોથા દિવસે વાળ ધોવા જરૂરી છે. ટ્રીટમેન્ટ બાદ પહેલી વખત વાળ પાર્લરમાં જઈને વોશ કરાવવાના હોય છે. કેરાટીન કરાવ્યા બાદ વાળ ધોવા sodium sulphate free શેમ્પૂનો ઉપયોગ કરવો જોઈએ.

image source

પ્રોટીન-ટ્રીટમેન્ટ કરાવ્યા બાદ તેને અનુરૂપ કંડીશનર અને શેમ્પૂ વાપરવા જોઈએ. જો સંવેદનશીલ ત્વચા હોય તો ટ્રીટમેંટ કરાવતા પહેલા એકવાર ટેસ્ટ કરાવવો જોઈએ. યાદ રાખો કે કેરોટીન ટ્રીટમેન્ટ કરાવ્યા બાદ વાળમાંથી વોલ્યુમ અને બાઉન્સ નીકળી જાય છે.

કેરાટિન ટ્રીટમેન્ટની આડઅસર અંગે પણ જાણકારી મેળવી લેવી જોઈએ.

image source

ટ્રીટમેન્ટ માં વપરાતા કેમિકલ્સને કારણે ત્વચા અને આંખમાં બળતરા થઈ શકે છે.ત્વચા પર રેશિસ અને ઈચિંગ જેવા એલર્જિક રિએક્શન પણ આવી શકે છે. સગર્ભા મહિલાઓ અને શ્વાસની તકલીફ ધરાવતી મહિલાઓ એ પણ કેરાટીન ટ્રીટમેન્ટ કરાવવાનું ટાળવું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ