આ ખોરાકથી શરીરમાં થવા લાગે છે બળતરા, જાણો અને કરી દો આજથી ખાવાનુ બંધ

શરીરમાં બળતરા વધારતા ખોરાકને જાણો અને શરીરમાં બળતરાના કારણે થતાં ગંભીર રોગોને તમારાથી રાખો દૂર

image source

શું તમને શરીરમાં વારંવાર બળતરા થઈ જાય છે ? તો તેની પાછળ તમારો ખોરાક જવાબદાર હોઈ શકે છે.

શરીરમાં વારંવાર બળતરા થવાથી બની શકે કે તમને ડાયાબીટીસ થઈ શકે છે, અને સાથે સાથે સાંધાનો દુઃખાવો, મેદસ્વી પણું ઉપરાંત સ્વાસ્થ્યને લગતી વિવિધ સમસ્યાઓનો પણ તમે શિકાર બની શકો છો.

પણ જો તમે તમારા શરીરમાં ઉદ્ભવતી બળતરાને દૂર કરીને તમારી જાતને સ્વસ્થ રાખવા માગતા હોવ તો તમારે કેટલાક ખોરાકનો ત્યાગ કરવો જોઈએ.

image source

સૌ પ્રથમ તો તમારે એ જાણવું જોઈએ કે શરીરમાં બળતરા શા માટે થાય છે ?

શરીરમાં થતી બળતરા તમારા શારીરિક તંત્રનો જ એક ભાગ છે જે તમારા શરીરને રક્ષણ આપે છે. જ્યારે તમને કંઈક વાગે અથવા તમે બીમાર પડો છો ત્યારે તમારું શરીર પ્રતિક્રિયા આપે અને શરીરમાં બળતરા ઉત્પન્ન થાય છે અને આ જ બળતરા તમારા શરીરનું રક્ષણ કરે છે.

image source

પણ શરીરમાંની આ બળતરા નિયંત્રિત હોવી જોઈએ તો જ તે શરીરને લાભ પોહંચાડે છે જો તે એક હદ કરતા વધી જાય તો તેનાથી શરીરને નુકસાન પહોંચે છે અને સતત આવું રહ્યા કરે તો શરીર ગંભીર બિમારીનો ભોગ પણ બની શકે છે.

તેનાથી હૃદયની બીમારી થઈ શકે છે અને જો સ્થિતિ ગંભીર થાય તો હૃદય રોગનો હુમલો પણ આવી શકે છે અને શરીર પણ મેદસ્વી બને છે.

image source

પણ જો તમે તમારા ખોરાક પર ધ્યાન આપો તો તમે તમારા શરીરની આ બળતરાને બેલેન્સ કરી શકો છો. એવું પણ નથી કે શરીરમાંથી તમારે બધી જ બળતરા દૂર કરી દેવી, ના, તેને તમારે સંતુલિત કરવાની છે એટલે તે શરીરનું રક્ષણ તો કરી શકે પણ તેને નુકસાન ન પહોંચાડી શકે.

લીલા શાકભાજી, ટામેટા, ઓલિવ ઓઈલ, સુકો મેવો, કઠોળ, કાચુ ફ્રુટ વિગેરે તમારા શરીરમાંની બળતરાને ઓછી કરે છે. જ્યારે કેટલાક ખોરાક તમારા શરીરની બળતરામાં વધારો કરે છે.

વધારે પડતું મદ્ય પાન

image source

શરીરમાં વધારે પ્રમાણમાં આલ્કોહોલ જવાથી તમારા લીવરને જોખમ રહે છે. આ ઉપરાંત હાઈ બ્લડપ્રેશર, હૃદયના નાના મોટા રોગો તેમજ હૃદયનો હૂમલો પણ આવી શકે છે. શરીરમાં એકધારો દારુ જવાથી તમારા શરીરની બળતરામાં વધારો થાય છે.

સતત મદ્યપાના કારણે શરીરમાંથી ઝેરી બેક્ટેરિયાનો નિકાલ નથી થઈ શકતો જે શરીરમાં ઝેરનો ભરાવો કરે છે. અને તેના કારણે તમારા આંતરડા લીક થાય છે અને શરીરમાં અપાર બળતરા ફેલાય છે જે તમારા શરીરના આંતરિક અંગોને નુકસાન પહોંચાડે છે.

image source

માટે શરીરમાં બળતરાને ઘટાડવા માટે તમારે મદ્યપાનનું સેવન મર્યાદીત કરી દેવું જોઈએ અને જો જરૂર ન જણાય તો સદંતર બંધ જ કરી દેવું જોઈએ.

પ્રોસેસ્ડ ફુડ અને પેકેજ ફુડ એટલે કે પ્રક્રિયાઓમાંથી પસાર થયેલો ખોરાક અને પેકેટમાંનો ખોરાક

બજારમાં મળતાં પ્રોસેસ્ડ ફુડ એટલે વિવિધ જાતની પ્રક્રિયાઓમાંથી પસાર થતાં ફુડ જ્યારે પેકેજ્ડ ફુડ એટલે કે જે પણ પ્રોસેસ થયેલા જ હોય પણ રેડી ટુ ઈટ અથવા તો રેડી ટુ કુક હોય છે.

image source

તેવા ખોરાકમાં આર્ટીફીશિયલ ફ્લેવર, રંગો તેમજ પ્રિઝર્વેટીવ ઉમેરવામાં આવે છે જે તમારા શરીરની બળતરામાં વધારો કરે છે, આ પ્રિઝર્વેટીવ ખાસ કરીને તમારા બ્લડ પ્રેશરને અસંતુલિત કરે છે, અનિયમિત કરે છે.

તમારા વજનને વધતું અટકાવવા માટે અને શરીરની બળતરાને ઘટાડવા માટે તમારે તેવા ફુડને ના કહી દેવી જોઈએ જેના પર ઘણી બધી પ્રક્રિયાઓ કરવામાં આવી હોય અથવા જેને પહેલેથી જ પેકેટમાં પેક કરીને રાખવામાં આવેલું હોય.

image source

તમારે માત્ર અને માત્ર ઘરે બનાવેલો શુદ્ધ ખોરાક આરેગવો જોઈએ.

મીઠાઈઓ અને ખાંડ યુક્ત પદાર્થો

ધોળી ખાંડને આયુર્વેદમાં ઝેર સમાન માનવામાં આવે છે. તે તમારા શરીરમાં માત્ર શર્કરાનું પ્રમાણ વધારે છે બહુ બહુ તો તમારી જીભને સંતોષ આપે છે પણ તમારા શરીરને તો નુકસાન જ પહોંચાડે છે. તેનાથી તમને કોઈ જ પોષણ નથી મળતું.

image source

જે ખોરાકમાં ખાંડનું પ્રમાણ વધારે હોય તે તમારા શરીરમાં બળતરાનું પ્રમાણ વધારે છે, જે તમને સીધા જ ડાયાબીટીસ, અસામન્ય વજન, મેદસ્વીતા અને મેદસ્વીતાના કારણે થતાં વિવિધ રોગો તરફ ધકેલે છે.

આ ઉપરાંત તેનાથી કીડની પણ નબળી પડે છે તેમજ થાઇરોઇડની સમસ્યા પણ ઉદ્ભવે છે. માટે ખાંડને તમારે તમારા ખોરાકમાંથી બાકાત કરવી જોઈએ.

image source

જેની જગ્યાએ તમે કુદરતી શર્કરા એટલેકે ફ્રુટ, ફ્રુટ જ્યુસ, કુદરતી ગોળ અને દેશી ખાંડનો પણ મર્યાદીત પ્રમાણમાં ઉપયોગ કરી શકો છો.

રિફાઈન્ડ કાર્બ્સવાળા ખાધ્ય પદાર્થો

એવી સામાન્ય સમજ છે કે રિફાઇન્ડ કાર્બ્સવાળા ખાદ્ય પદાર્થો શરીરની મેદસ્વીતાને વધારે છે.

image source

જે ઘણા અંશે સાચી વાત છે પણ તે તમારા શરીરના આંતરડામાં જે બળતરા ઉત્પન્ન થાય છે તેને જવાબદાર બેક્ટેરિયાને ઉત્પન્ન કરે છે જે તમને મેદસ્વી થવા તરફ ધકેલે છે. સાથે સાથે બળતરાના કારણે ઉત્પન્ન થતાં રોગોને પણ જન્મ આપે છે.

રિફાઈન્ડ કાર્બ્સવાળા ખોરાકમાં, મેંદાની બ્રેડ, પાસ્તા, નાશ્તામાં ખાવામાં આવતી સિરિયલ, વ્હાઇટ રાઇસ, સોડાવાળા પીણા, આ ઉપરાંત અત્યંત ગળ્યો ખોરાક, ખાંડ, તેમજ પેસ્ટ્રી, મીઠાઈઓ વિગેરેનો સમાવેશ થાય છે.

image source

માટે તમારે તમારા શરીરની અંદરની બળતરાને બેલેન્સ કરવી જોઈએ અને આવા ખોરાકનો તમારા ડાયેટમાં ઉમેરો ન કરવો જોઈએ.

આમ કરવાથી તમે ઘણા બધા રોગોથી દૂર રહેશો અને સાથે સાથે મેદસ્વીતાથી પણ દૂર રહેશો અને મેદસ્વીતા પણ ઘણા બધા રોગો માટે જવાબદાર હોય છે તે આપણે સારી રીતે જાણીએ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ