આ બનાવ બનતા બિઝનેસમેનની પત્ની અને બાળકનુ થયુ કરુણ મોત, ધ્રુજતા હાથે પત્નીને અગ્નિદાહ આપ્યો, અને પછી પુત્રને દફનાવ્યો

આજકાલ ગ્વાલિયરમા બનેલી એક દુર્ઘટનાએ લોકોમાં અરેરાટી ફેલાવી દીધી છે. કહેવાય છે કે કાળા માથાનો માણસ તમામ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરી શકે છે, પરંતુ જ્યારે કોઈ પોતાની આંખો સામે જ ખુદના પરિવારજનોને મૃત્યુ પામતા જુએ અને ઈચ્છવા છતાં પણ કંઈ ના કરી શકે તો તેના પર શું વિતતી હશે!

image source

આવો જ મુસીબતોનો પહાડ તૂટી પડ્યો ગ્વાલિયરના એક બિઝનેસમેન સાકેત ગોયલ પર. સાકેતની પત્ની અને તેના દીકરાનું આગ દુર્ઘટનમાં મોત થયું અને તે માત્ર બુમો પાડવા સિવાય બીજું કંઈજ ના કરી શક્યો. દુખદ વાત એ છે કે સોમવારે સવારે ગ્વાલિયરમાં ત્રણ માળની બિલ્ડિંગમાં આગ લાગી હતી, જેમાં ગોયલ પરિવારના સાત લોકોએ જીવ ગુમાવ્યો.

image source

સાકેતની પત્ની પ્રિયંકા ગોયેલ અને દીકરા આર્યનનું પણ આ દુખદ ઘટનામાં મોત થયું. સાકેત ગોયલે પ્રથમ રડતા-રડતા પત્નીને અગ્નિદાહ આપ્યો અને પછી ધ્કાંપતાં હાથો વડે પોતાના દીકરાને દફનાવ્યો હતો. ફક્ત એક જ દિવસમાં તેણે તેની દુનિયા ગુમાવી દીધી. ભાગ્યની બલિહારી તો એ છે કે સાકેતની પત્ની 17 માર્ચના દીકરાની પરીક્ષા પૂર્ણ થયા બાદ પિયર ઝાંસી જતી રહી હતી.

image source

લૉકડાઉનના કારણે તે પોતાના પતિ પાસે પછી આવી શકતી નહોતી, ત્રણ લોકડાઉન પછી વિરહ ન સહન થતાં પતિએ તેને લાવવા માટે ઈ-પાસ બનાવી 17 મેના ગાડી લઈને ડ્રાઈવરને તેને લાવવા મોકલ્યો. ડ્રાઇવર તેની પત્ની અને બાળકોને લઈ રાત્રે 8 વાગે ઘરે આવી પણ ગયા હતા. પરંતુ આવ્યાના ચૌદ કલાક બાદ સવારે 10 વાગ્યા આસપાસ તેની પત્ની અને દીકરા આ દુર્ઘટનાનો શિકાર બન્યા.

image source

આ હ્રદયદ્રાવક દુર્ઘટનામાં સાકેત ગોયલની પુત્રી ગૌરવીનો જીવ બચી ગયો, કારણ કે તે ડ્રોઈંગ રુમમાં બેસીને ટીવી જોઈ રહી હતી. નાનકડી બાળકીએ દુર્ઘટના અંગે જોયેલો દ્રશ્ય વિશે વાત કરતાં કહ્યું કે,‘હું જ્યારે ટીવી જોઈ રહી હતી ત્યારે બીજા ઓરડામાં આરાધ્યા દીદી અને શુભી દીદીની બુમો સાંભળી અને તેમના રૂમમાંથી ધુમાડો નીકળી રહ્યો હતો.

image source

મને પણ ઉધરસ આવવા લાગી તેથી મે બહાર ઊભા રહેલા મારા કાકાને બોલાવ્યા અને તેઓ મને લઈ બહાર નીકળ્યા.’આ સમયે ત્યાં આસપાસ રહેલા લોકોએ કહ્યું કે, દુર્ઘટના એટલી ભયંકર હતી કે ઈજાગ્રસ્તોને અને મૃતકોને બાજુના મકાનની દિવાલ તોડી બહાર નીકાળવામાં આવ્યા.

image source

આ ઘરમાં પેઢીઓથી ત્રણ ભાઈનો સયુક્ત પરિવાર રહેતો હતો. જગમોહન ગોયલ, હરીઓમ ગોયલ અને જયકિશન ગોયલ, આખું કુટુંબ મળીને અંદાજે 16 લોકો સાથે રહેતા હતા, તેમાંથી પરિવારના સાત લોકોએ આ ભયંકર આગમાં પોતાનો જીવ ગુમાવ્યો. મકાનનાં ગ્રાઉન્ડ ફ્લોર પર ત્રણે ભાઈ પેઈન્ટની દુકાન ચલાવતા હતા અને પહેલા તથા બીજા માળે પરિવાર રહેતો હતો.

આ દુર્ઘટનામાં ચાર વર્ષીય આરાધ્યા, દસ વર્ષનો આર્યન, ૧૩ વર્ષની શુભિ, ૩૭ વર્ષના આરતીદેવી , ૬૦ વર્ષીય શકુંતલા, 33 વર્ષના પ્રિયંકા અને હરિઓમ ગોયલના પત્ની ૫૫ વર્ષના મધુ ગોયલ નું મોત થયું. જ્યારે એક બાળકી અને અન્ય બે લોકો ઈજાગ્રસ્ત છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ