આ બાએ આખી જીંદગી માંગી ભીખ, અને લોકડાઉન સમયે ભીખ માંગીને ભેગા કરેલા રૂપિયામાંથી જરૂરિયાતમંદ લોકોનુ પેટ ઠારવાનુ કર્યુ કામ

આખું જીવન ભીખ માંગીને ભેગા કરેલા રૂપિયામાંથી જરૂરિયાતમંદોને દાન કર્યું અનાજ, માનવતા રૂપિયાથી છલકાતા ખિસ્સાની ગુલામ નથી તે આ ભીખ માંગીને ગુજરાન ચલાવતા બાએ દર્શાવી દીધું. – કર્યું અનાજ અને વસ્ત્રોનું દાન

image source

કોરોનાની મહામારી દરમિયાન ઘણા બધા લોકોએ તે પછી ધનવાન હોય કે ગરીબ હોય તેમણે પોતપોતાની ક્ષમતા પ્રમણે દાન કર્યું છે. કેટલાક બાળકોએ પોતાના ગલ્લા તોડીને પોતાની વર્ષની ભેગી કરેલી રકમ દાનમાં આપી દીધી છે, તો વળી કેટલાક લોકો હાઇવે પરથી પગપાળા પોતાના ગામે જતાં પ્રવાસી મજૂરોને બીસ્કીટ તેમજ પાણી આપીને સહાય કરી રહ્યા છે.

image source

આ સંકટની ઘડીમાં લોકોએ માણસથી લઈને મુંગા પ્રાણીઓને પણ મદદ કરી છે. પણ આ દરમિયાન એક 72 વર્ષની મહિલાએ ચકચાર મચાવી છે. તેમણે પોતાના વિશાળ હૃદયથી લોકોનું દીલ જીતી લીધું છે. તેણીનું નામ છે સુખમતી માનિકપુરી. તેણી રાયબુરના બિલાસપુર તાલુકામાં રહે છે.

image source

આ મુશ્કેલ સમયમાં નોંધારા જરૂરિયાતમંદ લોકોને તેણીએ એક ક્વિંટલ ચોખા, ડઝન કરતાં પણ વધારે સાડીઓ તેમજ કેટલાક પૈસાનું દાન કર્યું છે. તમને એ જણાવી દઈએ કે આ બધું તેમણે ભીખ માંગીને ભેગા કરેલા રૂપિયામાંથી દાન કર્યું છે.

image source

એક સમાચાર પત્ર સાથેની વાતચિતમાં તેમણે જણાવ્યું હતું, ‘હું લોકડાઉન દરમિયાન જરૂરિયાતવાળાની પીડા સારી રીતે અનુભવી શકું છું. હું પોતે પણ ભીખ માંગીને જીવન પસાર કરી રહી છું. માટે મારાથી જેટલું શક્ય થયું તેટલું મેં વિલાસપુર નગર નિગમમાં દાન કર્યું છે. આ કટોકટીના સમયમાં આપણે એકબીજાની મદદ કરવી જ જોઈએ.’

આ બા એ પણ આગળ જણાવે છે, ‘હું ભુખ્યા પેટની પીડા સારી રીતે સમજું છું. માટે જ હું જરૂરિયાતવાળા તેમજ નિસહાય લોકોની મદદ માટે વધારેમાં વધારે ભીખ માગવા લાગી. કોઈએ પણ ભુખ્યું ન સુવું જોઈએ.’

image source

બિલાસપુર જિલ્લાના કલેક્ટર ડો. સંજય અલંગ આ વિષે જણાવે છે, ‘જ્યારે ઘણા બધા લોકો કોવિડ 19નો સામનો કરતી વખતે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, ત્યાં સુખમતીનું આ દાન જણાવી રહ્યું છે કે માણસાઈ હજું પણ કંઈ રૂપિયાથી ભરેલા ખીસ્સાની ગુલામ નથી.

તેમનું આ કામ કેટલાએ લોકોને માનવતાના પાઠ શીખવી ગઈ છે.’ તમને જણાવી દઈએ કે એપ્રિલમાં આ બાએ સ્થાનીક કર્મચારી વિજય કેશરવાનીને ચોખા તેમજ કપડાં આપ્યા હતા, જે તેમણે ભીખમાંગેલા રૂપિયામાંથી લીધા હતા.

બા ભીખ માંગીને પોતાની બે પૌત્રીઓને ભણાવી રહ્યા છે

image source

સુખમતી, રાયપુરથી 125 કિલોમીટર દૂર બિલાસપુર જિલ્લામાં રહે છે. તેમના માથા પર તેમની બે પૌત્રીઓના ભવિષ્યની પણ જવાબદારી છે. મોટી પૌત્રી 16 વર્ષની રાજ લક્ષ્મી છે જે અગિયારમાં ધોરણમાં અભ્યાસ કરે છે, જ્યારે નાની પૌત્રી ઋષ્ટિ જે 10 વર્ષની છે તે છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરે છે. તે બન્ને ત્યાની એક સરકારી શાળામાં અભ્યાસ કરે છે. અહેવાલ પ્રમાણે સુખમતિ છેલ્લા એક દાયકાથી ભીખમાંગીને પોતાનું ગુજરાન ચલાવી રહી છે અને આ બન્ને બાળકીઓનો ઉછેર પણ કરી રહી છે.

Source : Navbharattimes

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ