ખાલી આ એક ઉપાય થી થશે અઢળક ધન ની વર્ષા, બસ રાખવુ પડશે આ બાબતો નુ ધ્યાન

મિત્રો, પ્રવર્તમાન સમયમા દરેક વ્યક્તિને જીવન ના દરેક વળાંક પર નાણાની આવશ્યકતા પડે છે. પ્રવર્તમાન સમયમા નાણા એ એક એવી આવશ્યકતા બની ચુકી છે કે, જીવનની દરેક નાની જરૂરિયાત થી માંડીને મોટી જરૂરિયાત તેના વિના સંતોષી શકાતી નથી. દરેક વ્યક્તિ નાણા કમાવવા પાછળ ખુબ જ આતુર છે અને આ માટે તે દિવસ-રાત અથાગ પરિશ્રમ પણ કરે છે પરંતુ, તેની પાસે પૈસા લાંબા સમય સુધી ટકી શકતા નથી અથવા તો કેટલીકવાર તો તેમના આવકના તમામ સ્ત્રોત જ બંધ થઈ જાય છે.

image source

આજે અમે તમને આપણા હિંદુ ધર્મના એક વિશેષ પૌરાણિક ગ્રંથ રામાયણમા ઉલ્લેખ કરવામા આવેલી એવી ચાર વસ્તુઓ વિશે જણાવીશુ કે, જે કોઈ વ્યક્તિ પોતાના જીવનમા અપનાવી લે તો તે વ્યક્તિ નિશ્ચિતપણે તેના જીવનમા સફળ અને ધનિક બની જશે. તો ચાલો જાણીએ કઈ છે આ વસ્તુઓ.

લોભ :

લોભ એ વ્યક્તિનો સૌથી મોટો શત્રુ છે. જો કે, દરેક મનુષ્યમા વતાઓછા અંશે લોભની વૃતિ હોય જ છે પરંતુ, જ્યારે કોઈ વ્યક્તિનો લોભ પૈસાની દ્રષ્ટિએ વધવા લાગે છે ત્યારે તે તેના વિનાશ તરફ આગળ વધી રહ્યો હોય છે. માતા લક્ષ્મી ક્યારેય પણ લોભી વ્યક્તિ ના ઘરે રહેતી નથી અને આવા લોકોને ક્યાયથી પૈસા મળે તો પણ તે ખૂબ જ જલ્દી સમાપ્ત થઈ જાય છે.

image source

અયોગ્ય જીવનસાથી :

આપણા પૌરાણિક ગ્રંથ રામાયણ મુજબ જો તમારુ જીવનસાથી યોગ્ય નથી તો પૈસા તમારા ઘરમા ક્યારેય પણ ટકતા નથી. તમે લોકો પૈસા કમાવવા માટે અથાગ પરિશ્રમ કરો છો પરંતુ, તમે તેને તમારા ઘરમા આવતા અટકાવી શકતા નથી. જો ઘરમા પૈસા ટકાવી રાખવા હોય તો ઘરની સ્ત્રીઓનો સ્વભાવ શાંત અને નિર્મળ હોવો અત્યંત આવશ્યક છે.

image source

વડીલો નુ માન-સન્માન ના જાળવવુ :

જે લોકો વડીલો નુ માન-સન્માન અને આદર કરે છે, તે લોકો આજીવન ખુશ રહે છે અને આવા લોકોના ઘરમા માતા લક્ષ્મી હમેંશા વાસ કરે છે પરંતુ, જે લોકો વડીલોનુ સન્માન કરતા નથી તેવા લોકોના ઘરે માતા લક્ષ્મી ક્યારેય વસતા નથી અને આવા લોકોના ઘરમા હમેંશા વાદ-વિવાદ ભરેલુ વાતાવરણ રહેતુ હોય છે.

image source

અહંકારી હોવુ :

જે લોકોને તેની ક્ષણિક સફળતા નો અહંકાર માથા પર ચડી જાય છે તેમના ઘરમા માતા લક્ષ્મી ક્યારેય વાસ નથી કરતા. તેને જીવનના દરેક વળાંક પર પૈસા કમાવવા માટે અથાગ પરિશ્રમ કરવો પડે છે તેથી, જો તમે એક ઉચ્ચ સ્તર પ્રાપ્ત કરવા ઈચ્છો છો તો તમારે તમારા જીવનથી અહંકાર ની લાગણી ને દૂર રાખવી પડશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ