લોકડાઉનમાં મહિનાના 66 હજાર રૂપિયાની નોકરી ગઈ, ચિંતાના વાદળો ઘેરાયા અને પછી ખોલ્યું બિરયાની હાઉસ

બધા જાણે છે અને રિપોર્ટ પણ કહે છે કે લોકડાઉનમાં અનેક લોકોની નોકરી ચાલી ગઈ. જો કે તેમાંથી ઘણી એવી કહાની પણ છે કે જેમણે ઈતિહાસ બનાવી દીધો છે. તો આજે એક એવા જ મુંબઈના અક્ષય પારકર વિશે વાત કરવી છે કે જેણે બિરયાનીનો ધંધો કરીને એક અનોખું ઉદાહરણ પુરુ પાડ્યું છે. કોરોના વાઇરસ પહેલાં તેઓ ઈન્ટરનેશનલ ક્રૂઝમાં શેફ તરીકે નોકરી કરી રહ્યા હતા. પરંતુ હાલમાં અક્ષય દાદર-વેસ્ટમાં શિવાજી મંદિરની સામે ‘પારકર બિરયાની હાઉસ’ના નામથી સ્ટોલ ચલાવે છે. ત્યારે તેમની સેલરી 66 હજાર રૂપિયા પ્રતિ માસ હતી. અચાનક જોબ જતી રહેવાથી તેઓ પરેશાન હતા, પરંતુ હવે પોતાનું સ્ટાર્ટઅપ ‘5 સ્ટાર બિરયાની’ શરૂ કરી ચૂક્યા છે. અક્ષયે પોતાની શરૂઆત વિશે કહ્યું હતું કે-મારી કરિયરની શરૂઆત હોટલ તાજથી થઈ હતી. ત્યાં મેં ચાર વર્ષ નોકરી કરી. એ પછી મને ઈન્ટરનેશનલ ક્રૂઝમાં જોબ મળી.

image source

જો વિગતે વાત કરીએ તો છેલ્લાં સાત વર્ષથી ક્રૂઝમાં શેફ તરીકે જોબ કરી રહ્યો હતો. સેલરી પણ સારી હતી. મને મહિનાના 900 ડોલર (લગભગ 66 હજાર રૂપિયા) મળી રહ્યા હતા. બધું બરાબર ચાલી રહ્યું હતું ત્યારે જ કોરોના વાઇરસ આવી ગયો અને મારી સાથે જ અનેક કર્મચારીઓને જોબ પર આવવાની મનાઈ કરી દેવામાં આવી. અચાનક જોબ જતી રહી અને આવક બંધ થઈ એટલે કંઈ જ ખબર નહોતી પડતી કે શું કરવું. કારણ કે મારી કમાણીનો મોટા ભાગનો હિસ્સો માતા-પિતાના મેડિકલ ખર્ચમાં જાય છે, કેમ કે બંને બીમાર રહે છે. માતાનાં ગોઠણ બે વખત ફ્રેકચર થઈ ચૂક્યાં છે. પિતાજી પણ બીમાર રહે છે.

image source

હવે જ્યાં સુધી સેલરી આવતી હતી ત્યાં સુધી બધું મેનેજ થતું હતું, પણ એ બંધ થયા પછી મુશ્કેલીઓ વધી ગઈ. જે બચત હતી એનાથી બે-મહિના સુધી ઘરનો ખર્ચ નીકળ્યો અને માતા-પિતાનો મેડિકલ ખર્ચ પણ પૂરો થયો, પણ ઓગસ્ટ સુધીમાં સ્થિતિ ખૂબ ખરાબ થઈ ગઈ હતી. સેવિંગના નામે માત્ર 20000 રૂપિયા જ બચ્યા હતા. પરિવારમાં માતા-પિતા સિવાય માત્ર હું જ છું. તેમની સંભાળ લેવા માટે મારે કંઈક તો કરવાનું જ હતું. પછી વાત શરૂ થાય છે અને ક્રૂઝ પર જે મારા સાથી શેફ હતા તેમણે જ મને સલાહ આપી કે ‘તું બિરયાની ખૂબ સારી બનાવે છે, તેથી એનો જ સ્ટોલ લગાવ, લોકોને જ્યારે સડકના કિનારે ફાઈવ સ્ટારવાળો ટેસ્ટ મળશે, એ પણ ઓછી કિંમતમાં તો તેઓ જરૂર આવશે.’

image source

આગળ વાત કરતાં જણાવે છે કે, બસ આ વાત અને આઈડિયા મને પણ સારો લાગ્યો, કેમ કે કૂકિંગનો મારો દસ વર્ષથી પણ વધુનો અનુભવ છે. બિરયાનીના કામમાં કોઈ મોટો ખર્ચ પણ નહોતો. બિરયાની તૈયાર કરવામાં વાસણ અને મરીમસાલા જ ખરીદવાનાં હતાં. મનમાં એ ચાલી રહ્યું હતું કે બિરયાની તો બની જશે, પણ વેચીશ ક્યાં? તેમાં પડોશીએ મને મદદ કરી. તેઓ જ્યાં વડાપાંવનો સ્ટોલ લગાવતા હતા ત્યાં જ મને જગ્યા આપી દીધી. જગ્યા ફાઈનલ થયા પછી મેં ઓગસ્ટથી બિરયાનીનું કામ શરૂ કરી દીધું.

image source

હુન્નર હોય અને મહેનત કરો તો સફળતા મળે જ છે એવું માનનારા અક્ષય આગળ વાત કરતાં જણાવે છે કે, હું ઘરે જ બિરયાની તૈયાર કરીને લઈ જઉં છું અને નુક્કડ પર વેચું છું. આ કામ શરૂ કરવામાં બધું મળીને દસથી પંદર હજાર રૂપિયાનો ખર્ચ આવ્યો. મેં શરૂઆત વેજ અને ચિકન બિરયાનીથી કરી. ઓર્ડર પર ઘરેથી જ મટન બિરયાની પણ તૈયાર કરું છું. જ્યારે કામ શરૂ કર્યું તો શરૂઆતમાં બે-ચાર ગ્રાહક જ આવી રહ્યા હતા. દસ દિવસમાં દસ-પંદર ગ્રાહકો જ આવતા રહ્યા, પરંતુ પછી સોશિયલ મીડિયા પર કસ્ટમર જ ફોટો મૂકવા લાગ્યા. કેટલાક લોકોએ મારા વિશે લખ્યું પણ. પછી ભીડ જામવા લાગી. આજે સ્થિતિ એ છે કે દરરોજ ઓછામાં ઓછા 70 પેકેટ વેચું છું. તેમની સારી વાત એ છે કે જે કસ્ટમર મારી બિરયાની એક વાર ખાય તે ફરીથી આવે છે, કેમ કે તેમને ટેસ્ટ પસંદ પડે છે.

image source

આ સાથે જ તેમનું કહેવું છે કે અત્યારે મને પ્રોફિટ વધુ થતો નથી, કેમ કે હું ક્વોલિટી ફાઈવ સ્ટારવાળી જ મેઈન્ટેન કરું છું. પછી 10-12 હજાર રૂપિયા બચવા લાગ્યા, હવે હું ફરીથી નોકરી કરવા માગતો નથી. મને રિસ્પોન્સ એટલો સારો મળ્યો છે કે હવે આ કામને આગળ વધારીશ. હાલમાં તે કહે છે કે કોઈ નવી જગ્યા શોધી રહ્યો છું, જ્યાંથી હું મારા કામને વધુ વ્યવસ્થિત કરી શકું. ઓનલાઈન ફૂડ એપ પર પણ રજિસ્ટ્રેશનની પ્રોસેસ ચાલી રહી છે, ટૂંક સમયમાં જ ઓનલાઈન ઓર્ડર પર લેવાનું શરૂ કરી દઈશ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ