ક્યાંક ST બસોની હવા કાઢી ચક્કાજામ કર્યો, તો ક્યાંક પથ્થરમારો, જોઇ લો તસવીરોમાં ભારત બંધની અસર

કોઈ જગ્યાએ પથ્થર મારો, તો ક્યાંક ટાયરો બળ્યા, આવા જ કેટલાક દ્રશ્યો જોવા મળ્યા ભારતના કેટલાક સ્થાનો પર જોઈએ ભારત બંધના દ્રશ્યોની અસર.

ભારતમાં તા. ૮ ડીસેમ્બર, ૨૦૨૦ મંગળવારના આજ રોજ કૃષિ કાયદાનો વિરોધ કરવા માટે દેશના ખેડતો દ્વારા ભારત બંધનું એલાન કરી દેવામાં આવ્યું હતું, ખેડૂતો દ્વારા સવારના ૧૧ વાગ્યાથી લઈને બપોરના ૩ વાગ્યા સુધી ચક્કાજામ કરવામાં આવ્યો. ભારતમાં સવારથી જ અલગ અલગ રાજ્યોમાં કૃષિ કાયદાના વિરોધની વ્યાપક અસર જોવા મળી. ત્યાં જ ખેડૂતોને સમર્થન કરવા માટે કેટલાક રાજકીય પક્ષો પણ રસ્તાઓ પણ ઉતરી આવ્યા હતા. આ સાથે જ ભારત બંધના એલાનને લઈને દિલ્લીથી લઈને રાજસ્થાન રાજ્ય સુધી, યુપીથી લઈને ઓરિસ્સા રાજ્યોના ખેડૂતો દ્વારા કરવામાં આવેલ ભારત બંધના એલાનના કેવા દ્રશ્યો જોવા મળ્યા છે. તે જોઈએ…

image source

-પંજાબ રાજ્યમાં કેટલાક સાંસદ મંગળવારના રોજ દિલ્લી આવી જાય છે અને દિલ્લીમાં આવીને ખેડૂતો દ્વારા કરવામાં આવેલ ભારત બંધના એલાનને સમર્થન પણ આપ્યું હતું. કૃષિ મંત્રી નરેન્દ્ર તોમરના સંસદીય વિસ્તાર શ્યોપુરમાં પણ ભારત બંધના દ્રશ્યો જોવા મળ્યા હતા જેમાં ખેડૂતો દ્વારા વિશાળ રેલી કાઢવામાં આવી હતી.

image source

-રાજસ્થાન રાજ્યના જયપુર શહેરમાં ભારત બંધના એલાન દરમિયાન કોંગ્રેસ અને ભાજપના કાર્યકર્તાઓની વચ્ચે અથડામણ થવા પામી હતી. જયારે મેરઠમાં આવેલ દિલ્લી- દેહરાદુન હાઈ વે પર ખેડૂતો દ્વારા હાઈ વેને ચક્કાજામ કરી દેવામાં આવ્યો અને ખેડૂતો દ્વારા દિલ્લી- દેહરાદુન હાઈ વે પર ટ્રેક્ટર- ટ્રોલીને રસ્તા પર જ અટકાવી દેવામાં આવ્યા.

-ત્યાં જ પશ્ચિમ બંગાળ રાજ્યમાં જાધવપુરમાં ભારત બંધના એલાનના કારણે રેલ્વે સેવા પ્રભાવિત થઈ, લેફ્ટ કાર્યકર્તાઓ દ્વારા રેલ્વે ટ્રેક પર જ પ્રદર્શન કરવામાં આવ્યું. આ સાથે જ રેલ્વે સેવાને ઘણી ખરાબ અસર પડી.

image source

-દિલ્લી નજીક ગ્રેટર નોઈડામાં ભારત બંધના એલાન થવાના લીધે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો. એટલું જ નહી ડ્રોનની મદદથી પણ નજર રાખવામાં આવી. જયારે બિહાર રાજ્યમાં ખેડૂતો દ્વારા બંધના એલાનના સમર્થકો દ્વારા પોલીસના બેરીકેડની મદદથી જ હાઈ વે પર જામ કરી દેવામાં આવ્યો ઉપરાંત ટાયરોને પણ બાળવામાં આવ્યા.

-મધ્ય પ્રદેશ રાજ્યમાં ભોપાલમાં ટ્રેકટરમાં નીકળેલ ખેડૂતોને પોલીસ દ્વારા અટકાવવામાં આવતા ભારે હોબાળો કરવામાં આવ્યો.

-જયારે જહાનાબાદમાં ભારત બંધના સમર્થકો દ્વારા NH-83 અને NH-110 પર આગ ચાંપીને ચક્કાજામ કરવામાં આવ્યું.

image source

-ઉત્તર પ્રદેશ રાજ્યના પ્રયાગરાજ શહેરમાં સમાજવાદી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા ભારત બંધના એલાનનું સમર્થન કરવામાં આવ્યું, જેના પરિણામે બુંદેલખંડ એક્સપ્રેસને અટકાવી દેવામાં આવી.

-જયારે હૈદરાબાદ શહેરમાં ભારત બંધના એલાનની ઘણી વધારે અસર જોવા મળી કેમ કે, TRS પક્ષના સમર્થકો દ્વારા હૈદરાબાદમાં દુકાનો બંધ કરાવવામાં આવી.

-ત્યાં જ વિશાખાપટ્ટનમમાં SFIના પ્રદર્શનકારીઓ દ્વારા ભારત બંધના એલાન દરમિયાન હાઈ વે પર કબ્બડી રમવામાં આવી, આ કબ્બડી રમવા દરમિયાન TRS પક્ષની મહિલા કાર્યકર્તાઓએ ભાગ લીધો.

image source

-દુનિયામાં પ્રસિદ્ધ મુંબઈના ડબ્બાવાળા દ્વારા પણ કૃષિ કાયદાના વિરોધ માટે ભારત બંધના એલાનનું સમર્થન કરવામાં આવ્યું.

-ભારત બંધના સમર્થન કરનાર વ્યક્તિઓએ કરનાલમાં CMના કાર્યક્રમનો વિરોધ કરવામાં આવ્યો. આ સાથે જ હેલીપેડને પણ નુકસાન કરવામાં આવ્યું.

-ભારત બંધ દરમિયાન દિલ્લીની સિંધુ બોર્ડર પર પ્રદર્શન કરી રહેલ એક ખેડૂતનું મૃત્યુ થયું. જો કે, આ ખેડૂતનું મૃત્યુ ઠંડી લાગવાના કારણે થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

-જયારે કર્ણાટક રાજ્યના બેંગલુરુમાં ભારત બંધની મિશ્રિત અસર જોવા મળી છે. AAP પક્ષ અને JDS પક્ષના કાર્યકર્તાઓ દ્વારા રસ્તા પર આવીને પ્રદર્શન કર્યા છે.

-ત્યાં જ અંબાલામાં કારગિલ સહિત અન્ય યુદ્ધોમાં ભાગ લીધેલ સૈનિકો દ્વારા ધરણા કરવામાં આવ્યા અને ખેડૂતો માટે કૃષિ કાયદાના વિરોધમાં પોતાનો અવાજ ઉઠાવ્યો.

image source

-પંજાબ રાજ્યમાં અમૃતસરમાં ભારત બંધના સમર્થકો દ્વારા દુકાનદારો પાસે દુકાન બંધ કરાવીને સમર્થન કરવાની અપીલ કરવામાં આવી.

-તમિલનાડુ રાજ્યમાં ખ્મ્મ્મમાં પ્રદર્શન કરનારાઓ દ્વારા બસને અટકાવવામાં આવી.

-જયારે આંધ્રપ્રદેશ રાજ્યના વિજયવાડામાં લેફ્ટના કાર્યકર્તાઓ દ્વારા ટાયરોને સળગાવવામાં આવ્યા. આ સાથે જ CM જગન મોહન દ્વારા પણ ભારત બંધને સમર્થન આપવામાં આવ્યું અને આંધ્રપ્રદેશના કૃષિ મંત્રી દ્વારા કૃષિ કાયદાનું જ્લસી જ સમાધાન થવાની આશા વ્યક્ત કરવામાં આવી.

-જયારે ગુજરાત રાજ્યમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા બંધને સમર્થન કરવામાં આવ્યું. જયારે અમરેલીમાં કોંગ્રેસ કાર્યકર્તા પરેશ ધાનાણીએ પોતાના જ સ્કુટર પર પોલીસની વચ્ચેથી નીકળી જતા પોલીસ તો જોતી જ રહી જાય છે અને ત્યાંથી નીકળીને પરેશ ધાનાણી અમરેલીમાં દુકાનદારોને પોતાની દુકાન બંધ કરવાનું કહી રહ્યા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ