આ દેશના લોકો છે સુપર સ્માર્ટ, જાણો કયા-કયા દેશનો થાય છે સમાવેશ

ડેટિંગ એપ કે વેબસાઇટ લોકોને તેમની પસંદ મુજબ પાર્ટનરને શોધવામાં મદદ કરે છે. આજકાલ લોકોમાં ડેટિંગ વેબસાઈટનો ક્રેઝ વધતો જઈ રહ્યો છે અને આ વેબસાઇટ્સ પણ લોકોને લલચાવવા માટે અલગ અલગ પ્રકારના પેકેજ મૂકતાં રહે છે. ડેટિંગ વેબસાઇટ પર રજીસ્ટર કરાવવા માટેની કેટલીક સામાન્ય શરતો હોય છે પણ એક ડેટિંગ વેબસાઇટ પોતાની અજીબો-ગરીબ શરતોના કારણે ચર્ચામાં આવી ગઈ છે.

image source

આ વિવાદસ્પદ ડેટિંગ વેબસાઇટની પહેલી શરત એ છે કે ફક્ત ખૂબસુરત લોકો જ જોઇન કરી શકે છે. આ સિવાય આ વેબસાઈટે પોતાનો એન્યુઅલ બ્યુટી ચાર્ટ જાહેર કર્યો છે જેમાં આયર્લેન્ડના પુરુષો અને જર્મનીની મહિલાઓ સૌથી બદસૂરત બતાવવામાં આવી છે.

image source

લોસ એંજિલસની વેબસાઇટ beautifulpeople.comએ એન્યુઅલ બ્યુટી ચાર્ટ જાહેર કરીને જણાવ્યું છે કે તેમણે આ વર્ષે કેટલા લોકોને પોતાની વેબસાઇટ સાથે જોડાવાની મંજૂરી આપી છે. આ વેબસાઇટ પર અત્યાર સુધી લગભગ ૫ મિલિયન લોકોએ રજિસ્ટર્ડ છે.

image source

ખૂબસૂરતીની બાબતમાં એકવીસ દેશોના લોકો પર કરવામાં આવેલ આ સર્વેમાં બ્રિટિશ પુરુષોને ૧૮મા સ્થાન પર રાખવામાં આવ્યા છે જ્યારે પૉલેન્ડ અને આયર્લેન્ડના લોકો ૨૦મા અને ૨૧મા નંબર પર જગ્યા મળી છે. આ દેશના લોકોને સૌથી ઓછા આકર્ષક માનવામાં આવ્યા છે.

image source

કેટલાક ખૂબસુરત અભિનેતાઓથી ભરેલ આયર્લેન્ડના ફકત ૬ ફીસદી પુરુષોને આ ઇન્ટરનેશનલ ડેટિંગ વેબસાઇટ જોઇન કરવાની પરમીશન મળી છે.

image source

ત્યાં જ જર્મનીમાં આકર્ષક મોડેલ્સની ભરમાર છે. તેમછતાં ખૂબસુરત મહિલાઓની શ્રેણીમાં જર્મની સૌથી નીચે આવે છે. આ ડેટિંગ વેબસાઇટ સાથે જોડાવા માટે જર્મનીની ફક્ત ૧૩ ફીસદી મહિલાઓની એપ્લિકેશન અપ્રુવ કરવામાં આવી છે.

image source

આ વેબસાઇટને એ પણ ખુલાસો કર્યો છે કે પહેલીવાર એન્યુઅલ બ્યુટી ચાર્ટમાં આયરલેન્ડના લોકોને આટલી ખરાબ જગ્યા મળી છે. ત્યાંજ પુરુષોના મુકાબલે આયરલેન્ડની ૩૫ ફીસદી મહિલાઓને આ વેબસાઇટ સાથે જોડાવાની રજામંદી મળી ચૂકી છે.

image source

દુનિયાની સૌથી ખૂબસુરત મહિલાઓમાં આયરલેન્ડની મહિલાઓને ફ્રાંસ અને અમેરિકાથી ઉપર ૬ઠું આપવામાં આવ્યું છે. ખાસ કરીને અહિયાં ડબલિનના લોકોને વધારે આકર્ષક માનવામાં આવ્યા છે.

image source

ત્યાંજ પુરુષોના બેસ્ટ લૂકિંગમાં જર્મનીને ફ્રાંસની બરાબર ૧૨મુ સ્થાન મળ્યું છે. ડેટિંગ સાઇટ પર જર્મનીના ૨૦ ફીસદી પુરુષોના આવેદનનો સ્વીકાર કરવામાં આવ્યો છે.

image source

આ ડેટિંગ વેબસાઇટના મેનેજિંગ ડાયરેક્ટર ગ્રેગ હોજના કહેવા મુજબ કે હોલિવૂડમાં આયરલેન્ડના કેટલાક હેન્ડસમ પુરુષો છે પરંતુ આ અપવાદ છે. પરંતુ દુર્ભાગ્યથી આંકડાઓ મુજબ આયરીશ પુરુષ દુનિયાના સૌથી બદસૂરત પુરુષોમાં આવે છે.

image source

ગ્રેગ હોજના કહેવું છે કે ખૂબસૂરતીની બાબતમાં આયરીશ મહિલાઓની રેન્કીંગમાં પહેલા કરતાં સતત સુધારો થઈ રહ્યો છે જ્યારે પુરુષોની રેન્કીંગમાં ઘટાડો આવી રહ્યો છે.

ગ્રેગ હોજના જણાવ્યા મુજબ ડેટિંગ વેબસાઇટ પર અપ્લાઈ કરવાવાળી આયરલેન્ડની મોટાભાગની મહિલાઓ ડબલિનથી છે જ્યારે બેલફાસ્ટ અને ગોલવેના પુરુષ ડેટિંગ વેબસાઇટ પર સૌથી વધારે અપ્લાઈ કરી રહ્યા છે.

image source

આશરે, પાંચ માંથી ફક્ત એક વ્યક્તિ આ એલીટ વેબસાઈટને જોઇન કરી શકે છે. ચાર્ટ મુજબ નૉર્વેની ૭૦ ફીસદીથી પણ વધારે અને સ્વીડનની ૬૨ ફીસદી મહિલાઓને આ વેબસાઇટની મંજૂરી મળી જાય છે.

image source

ગ્રેગ હોજએ beautifulpeopla. comને વર્ષ ૨૦૦૨ માં શરૂ કર્યું હતું. તેઓ સતત ત્યારથી લઈને આ વેબસાઇટની શરતોનો બચાવ કરતાં આવી રહ્યા છે.

image source

હોજનું કહેવું છે કે આ વેબસાઇટ નિષ્પક્ષ રીત થી સુંદરતાને પરિભાષિત કરે છે અને અહિયાં મળવા વાળા અત્યાર સુધી હજારો લોકોના મેરેજ થઈ ગયા છે અને તેમના બાળકો પણ થઈ ચૂક્યા છે.

image source

ખાસ વાત એ છે કે આ ડેટિંગ વેબસાઇટના એન્યુઅલ ચાર્ટમાં ભારતની મહિલાઓ જર્મની અને તુર્કી થી ઉપર ૧૬મુ સ્થાન ધરાવે છે.

ત્યાંજ ભારતના પુરુષોને ૧૭મુ સ્થાન ધરાવે છે જે યુકે, રુસ, પૉલેન્ડ અને આયરલેન્ડ થી ઉપર છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ