મિત્રો, શું તમને ખ્યાલ છે કે, તમારા પર ઈશ્વરની કૃપાદ્રષ્ટિ છે કે નહિ તે તમે અમુક સંકેતો દ્વારા જાણી શકો છો. આપણા પૌરાણિક શાસ્ત્રોમા અમુક વિશેષ સંકેતો નો ઉલ્લેખ કરવામા આવ્યો છે, જે આપણી સાથે થનાર શુભ અને અશુભ ઘટનાઓ વિશે જણાવે છે. તો ચાલો આજે આ લેખમા આપણે અમુક એવા સંકેતો વિશે માહિતી મેળવીએ કે જે તમારા માટે લાભદાયી સાબિત થઇ શકે છે, ચાલો જાણીએ.
એકાએક શરીરના કોઈ અંગમા ધ્રુજારી આવવી :
જો તમે કોઈ કાર્ય કરી રહ્યા હોવ અને એકાએક તમારા શરીરના કોઈ અંગમા ધ્રુજારી આવે તો તે એક શુભ સંકેત માની શકાય છે. એવુ કહેવાય છે કે, જો તમારી આઈબ્રો અથવા તો તમારા હાથના મધ્યભાગમા ધ્રુજારીનો અનુભવ થાય તો સમજી જજો કે, આગામી સમયમા તમને ધનલાભ થઈ શકે છે. વાસ્તવમા શરીરના આ અંગોમા ધ્રુજારી આવવી એ ધનલાભ નો સંકેત માનવામા આવે છે. જો તમને ક્યારેય પણ આ સંકેત દેખાય તો સમજી જવુ કે, તમારા પર માતા લક્ષ્મીની અસીમ કૃપા વરસવાની છે.
તમારા ઘરની છત પર પોપટનુ આગમન :
જો તમારા ઘરની છત પર પોપટ બહારથી ઉડાન ભરીને આવે તો સમજવું કે આવનાર સમયમા તમારુ ભાગ્ય ચમકવાનુ છે. વાસ્તવમા ઘરમા પોપટનુ આગમન એ એક ખુબ જ શુભ સંકેત હોય છે. આ સિવાય જો ઘરની છત પર પોપટ આવીને બોલે અથવા તો અહી આવીને પોતાની પાંખો ફફડાવે તો તે પણ ખુબ જ શુભ માનવામા આવે છે. આ સંકેત તમારા દુર્ભાગ્યને સૌભાગ્યમા બદલશે.
કાળી કિડી મોઢામા લઇ જાય ચોખાનો દાણો :
ઘરની આસપાસ કીડીઓનુ દેખાવુ એ સામાન્ય વાત છે પરંતુ, જો આ કાળી કીડીઓ તમને મોઢામા ચોખાનો દાણો લઈને જતી દેખાય તો તે એક શુભ સંકેત છે. તેને અર્થ એવો થાય છે કે, તમારી ઉપર જલ્દીથી માતા લક્ષ્મીની અસીમ કૃપા વરસવાની છે અને તમારા પર ધનની અઢળક વર્ષા થશે.
જો તમારા માથા તરફ લસરી પડે ગરોળી :
મોટાભાગના લોકો ઘરમા ગરોળી નામ સાંભળીને ખુબ જ ગભરાટ અનુભવતા હોય છે, જો તે લસરીને તમારા માથા ઉપર આવે તો તેનાથી જરાપણ ગભરાશો નહિ, તે તમારા માટે અત્યંત શુભ સંકેત છે. આ સંકેત તમારા જીવનમા ધનની વર્ષા કરાવી શકે.
ગૌમાતા ઘરના દરવાજે આવીને ઉભા રહે :
આપણા હિંદુ ધર્મમા ગૌમાતાને પરમ પુજનીય માનવામા આવે છે એટલા માટે તમારા ઘરના દરવાજે ગાયમાતાનુ આગમન થાય તો તે અત્યંત શુભ માનવામા આવે છે. એવુ કહેવાય છે કે, જો ગૌમાતા તમારા ઘરની સામે આવીને ઉભા રહી જાય તો તેનો અર્થ એવો થાય છે કે, આવનાર સમયમા તમને ધનપ્રાપ્તિ થશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !
આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11
આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,