મધ (Honey) ના ઉત્પાદનથી લઈને તેના વેચાણ કરવા સુધીની પ્રક્રિયા માટે કેન્દ્ર સરકાર દ્વારા હવે એક નવી યોજના શરુ કરવામાં આવી છે. આખા દેશમાં ઉત્પન્ન થતું ૬૦ હજાર ટન મધને હવે એક પ્લેટફોર્મ પરથી વેચવામાં આવશે. એના માટે સરકાર નાફેડની મદદ પણ લઈ રહ્યું છે.

તેમજ, મધનું ઉત્પાદન કરનાર ખેડૂતોના પણ ૫ ખેડૂત ઉત્પાદક સંગઠન (FPO) બનાવવામાં આવ્યા છે. ખેડૂતોની મદદ કરવા માટે ૫૦૦ કરોડ રૂપિયા આપવામાં આવી રહ્યા છે. નાફેડ (Nafed)ના વચ્ચે આવી ગયા પછી મધનો જથ્થાબંધ વેપાર કરનારાઓ માટે પણ આ સુવર્ણ તક છે.

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરએ નેશનલ એગ્રીકલ્ચર કો- ઓપરેટીવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા લીમીટેડ (Nafed)ને મધ કિસાન ઉત્પાદક સંગઠન (FPO) કાર્યક્રમના ઉદ્દઘાટન કરતા કહ્યું છે કે, ૫ રાજ્યોમાં મધમાખી પાલકો/ અને મધ સંગ્રહકોના ૫ એફપીઓ બનાવવામાં આવ્યા છે.

વધશે ખેડૂતોની આવક એફપીઓ મધ્ય પ્રદેશમાં મુરૈના, પશ્ચિમ બંગાળમાં સુંદરબન, બિહારમાં પૂર્વી ચંપારણ, રાજસ્થાનમાં ભરતપુર અને ઉત્તર પ્રદેશમાં મથુરા જીલ્લામાં નાફેડના સહયોગથી બનાવવામાં આવ્યા છે. આ સ્કીમ ના ફક્ત ખેડૂતોની આવક વધશે, ઉપરાંત કૃષિ ઉપજના ઉત્પાદન અને ઉત્પાદકતા પણ વધશે.
આપવામાં આવ્યું છે ૫૦૦ કરોડ રૂપિયાનું ફંડ.:

આપને જણાવી દઈએ કે, કેન્દ્ર સરકારનો પ્રયત્ન છે કે, આવનાર સમયમાં આ મીઠી ક્રાંતિ ના ફક્ત સફળ થાય, ઉપરાંત આ લક્ષ્ય સુધી પહોચે કે, દુનિયામાં મધની દ્રષ્ટીએ ભારત એક મહત્વપૂર્ણ સ્થાન પ્રાપ્ત કરી શકે. એના માટે ૫૦૦ કરોડ રૂપિયાનું ફંડ આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ પેકેજના રૂપમાં આપવામાં આવ્યા છે.
બજાર સુધી સીધું પહોચશે ૫૦૦ ગામનું ૬૦ હજાર ક્વિન્ટલ મધ.

કેન્દ્રીય કૃષિ અને કિસાન કલ્યાણ રાજ્ય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ કહ્યું છે કે, ખેડૂતોની આવકને બે ગણી કરવામાં એફપીઓનું આ પગલું મિલના પથ્થર સમાન સાબિત થશે. તેમનું કહેવું છે કે, મધમાં અલગ અલગ વેરાયટીની માંગ વધી રહી છે, હવે મીઠી ક્રાંતિની શરુઆત થઈ ગઈ છે. તમામ ૫ એફપીઓ માંથી અંદાજીત ૫૦૦ ગામનું ચાર થી પાંચ હજાર મધ ઉત્પાદકોને એનો લાભ પહોચશે.

મધ ઉત્પાદકો દ્વારા કાઢવામાં આવતું ૬૦ હજાર ક્વિન્ટલ મધ હવે તેમના પોતાના દ્વારા જ પ્રોસેસ કરીને નાફેડની મદદથી ઉપભોક્તાઓ સુધી પહોચાડવામાં આવશે. એટલા માટે જો આપ કોઈ નવું સાહસ કરવાનું વિચારી રહ્યા છો તો આપે મધ ઉત્પાદન કરવાનું આપના માટે એક સારો વિકલ્પ સાબિત થઈ શકે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,