જો તમે આ મંત્રના જાપ કરશો તો કાળભૈરવ થશે તમારી પર પ્રસન્ન, અને અનેક તકલીફો થશે દૂર

મિત્રો, પંચાગ મુજબ દર મહિને કૃષ્ણ પક્ષની અષ્ટમીના દિવસે કાલમાષ્ટમી ઉજવવામાં આવે છે. મહા મહિનામા ઉજવવામા આવતુ આ પર્વ અત્યંત વિશેષ છે. આ દિવસે પ્રભુ ભૈરવની પૂજા કરવી ખૂબ જ અનુકૂળ માનવામા આવે છે. હિન્દુ ધર્મ મુજબ ભગવાન ભૈરવને શિવનુ રૌદ્ર સ્વરૂપ કહેવામાં આવે છે.

image soucre

એવુ માનવામાં આવે છે કે, ભગવાન ભૈરવની પૂજા ભય પર વિજય મેળવે છે અને જીવનમાં તમામ અવરોધોથી મુક્તિ મળે છે. કાશી પ્રાંતમાં કાળભૈરવને “કોટવાલ” તરીકે પણ ઓળખવામા આવે છે. અમુક માન્યતાઓ મુજબ કાલમાષ્ટમીના દિવસે સિદ્ધ મંત્રોનો જાપ કરીને ભગવાન કાલભૈરવને પ્રસન્ન કરવામા આવે છે અને તેમની વિશેષ દયા તેમના ભક્તો પર રહે છે.

image source

એવુ કહેવામા આવે છે કે, પ્રભુ શિવના અનેક સ્વરૂપો છે. આ અનેકવિધ સ્વરૂપોમા કાળભૈરવ અને બટુકનાથ ભૈરવની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ બટુકનાથ ભૈરવને ખુબ જ સૌમ્ય સ્વભાવના માનવામાં આવે છે અને તેમની પૂજા કરવી આપણા માટે ખૂબ જ લાભદાયી અને ફાયદાકારક માનવામા આવે છે. જો તમે પ્રભુ કાળભૈરવનુ વિશેષ પૂજન-અર્ચન કરીને તેને પ્રસન્ન કરો તો તમને ગ્રહોની ખરાબ સ્થિતિમાંથી પણ છુટકારો મળે છે અને નકારાત્મક શક્તિઓ તમારાથી દૂર રહે છે.

image soucre

આ સિવાય જો તમે પણ કાળભૈરવની વિશેષ કૃપા મેળવવા ઈચ્છતા હોવ તો કાલમાષ્ટમીના દિવસે જણાવવામા આવેલા આ વિશેષ મંત્રોનો જાપ કરો. ભૈરવને પ્રસન્ન કરવા માટે આરાધના મંત્ર ૐ ભૈરવાય નમ: નો જાપ કરો. ભૈરવની પૂજા થી શત્રુ, તકલીફ અને કોટ-કચરી ના કિસ્સાઓથી મુક્તિ મળે છે. આ ઉપરાંત તેમની પૂજા થી આત્મવિશ્વાસ વધે છે અને હિંમત વધે છે. તેમની પૂજાથી તમે ભય પર પણ વિજય મેળવી શકે છે.

image source

આ સિવાય તમે બટુકનાથ ભૈરવને પ્રસન્ન કરવા માટે આરાધના મંત્ર ૐ હનીન બટુકાયા અકરદદુધતુ યા કુરુ કુરુ બટુક્યા હનીન ઓમનો મંત્રોચ્ચાર કરી શકો છો જેમકે, અમે તમને અગાઉ જણાવ્યુ હતુ કે, બટુકનાથ ભૈરવ એ ખૂબ જ સૌમ્ય સ્વભાવ ધરાવે છે અને તે તેમના ભક્તો પર અસીમ કૃપા પણ ધરાવે છે.

image source

હિન્દુ માન્યતાઓ મુજબ એવુ પણ કહેવામા આવે છે કે, બટુકનાથ ભૈરવની પૂજા એ કલ્પનાવૃક્ષ સમાન છે. જો કોઈ વ્યક્તિ પોતાની સાધના શક્તિથી સફળ થવા ઈચ્છતો હોય તો તેમણે બટુકનાથ ભૈરવનુ પૂજન-અર્ચન કરવુ જોઈએ. જો તમે કાળભૈરવની અસીમ કૃપા મેળવવા ઈચ્છતા હોવ તો નિયમિત આ ચમતકારીક મંત્રોનો મંત્રોચાર કરજો. આ મંત્રોના મંત્રોચ્ચાર માત્રથી તમારા જીવનમા સુખ અને સમૃદ્ધિમા વૃદ્ધિ થશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ