સારા કામ કરવા હોય તો ખાસ આ તારીખ પછી કરજો શરૂ, નહિં તો આવશે બહુ વિધ્નો

તા. ૧૯ જાન્યુઆરી, ૨૦૨૧ના દિવસથી બૃહસ્પતિ ગ્રહ અને તા. ૧૬ ફેબ્રુઆરી, ૨૦૨૧ના દિવસથી શુક્ર ગ્રહ અસ્ત થઈ જવાના છે. કાશીના જ્યોતિષાચાર્યના જણાવ્યા મુજબ બૃહસ્પતિ ગ્રહ અને શુક્ર ગ્રહના અસ્ત થઈ જવાના લીધે લગ્ન અને ગૃહ પ્રવેશ સહિત અન્ય માંગલિક કાર્યો પણ કરી શકાય નહી. આ સમય દરમિયાન તા. ૧૬ ફેબ્રુઆરી, ૨૦૨૧ના રોજ વસંત પંચમીનો દિવસ છે એટલા માટે વધારે આવશ્યક હોય તો માંગલિક કાર્યો કે વિવાહ કરી શકાય છે. બૃહસ્પતિ ગ્રહ અને શુક્ર ગ્રહ બંને ગ્રહોના ઉદય થઈ ગયા બાદ જ તા. ૨૨ એપ્રિલ, ૨૦૨૧ના દિવસથી હિંદુ ધર્મના તમામ ધાર્મિક કાર્યો અને વિવાહ જેવા શુભ પ્રસંગો શરુ કરી શકાય છે.

તા. ૧૫ ડીસેમ્બર, ૨૦૨૦ના દિવસથી શુભ કાર્યો બંધ કરવામાં આવ્યા છે.:

image soucre

ગત વર્ષે તા. ૧૫ ડીસેમ્બર, ૨૦૨૦ના દિવસે સૂર્ય ધન રાશિમાં પ્રવેશ કરી લીધો હતો. એના લીધે ખરમાસ શરુ થતો હોવાના લીધે શુભ કાર્યો કરી શકાય નહી. ત્યાર બાદ મકર સંક્રાંતિના દિવસે સૂર્યનું રાશિ પરિવર્તન થવાથી ખરમાસ તો પૂરો થઈ ગયો છે. પરંતુ તા. ૧૯ જાન્યુઆરી, ૨૦૨૧ના દિવસથી ગુરુ ગ્રહનો તારો અસ્ત થઈ ગયો છે. બૃહસ્પતિ ગ્રહ તા. ૧૬ ફેબ્રુઆરી, ૨૦૨૧ના દિવસ સુધી રહેવાનું છે. આ સમય દરમિયાન શુભ કાર્યો કરવા માટે કોઈ મુહુર્ત છે નહી. બૃહસ્પતિ ગ્રહનો તારો ઉદય થવાની સાથે જ શુક્ર ગ્રહ અસ્ત થવાનો છે, જેના લીધે ફરીથી શુભ કાર્યો અટકી જવાના છે.

image soucre

કાશીના જ્યોતિષાચાર્ય પં. ગણેશ મિશ્રના જણાવ્યા મુજબ, લગ્ન સહિત અન્ય માંગલિક કાર્યો તા. ૨૨ એપ્રિલ, ૨૦૨૧ સુધી કરી શકાશે નહી એવું એટલા માટે કેમ કે, ગુરુ ગ્રહ બાદ શુક્ર ગ્રહ અસ્ત થવાનો છે. ગુરુ ગ્રહ અને શુક્ર ગ્રહ આ બંને ગ્રહો લગ્નના કારક ગ્રહો છે જેમનું લગ્નના સમયે ઉદય રહેવું ખુબ જ જરૂરી છે. આવી પરિસ્થિતિમાં સંબંધ નક્કી કરવાથી લઈને સગાઈ સુધીના શુભ કાર્યો કરવા શક્ય છે. તા. ૧૯ જાન્યુઆરી, ૨૦૨૧ના દિવસે દેવ ગુરુ બૃહસ્પતિ અસ્ત થઈ ગયા છે જે તા. ૧૬ ફેબ્રુઆરી, ૨૦૨૧ સુધી જ અસ્ત રહેવાનો છે. ગુરુ ગ્રહના ઉદય થવાની થોડીક મીનીટો બાદ શુક્ર ગ્રહ અસ્ત થવાનો છે. જ્યોતિષાચાર્ય ગણેશ મિશ્રની જ્યોતિષય ગણના મુજબ બૃહસ્પતિ ગ્રહ જયારે સૂર્યની આગળની તરફ કે પછી પાછળની તરફ ૧૧ ડીગ્રીએ હોય છે ત્યારે બૃહસ્પતિ ગ્રહ અસ્ત થયેલ માનવામાં આવે છે. બૃહસ્પતિ ગ્રહ શુભ કાર્યો માટે કારક ગ્રહ હોય છે.

સૂર્યની વધારે નજીક આવી જવાના લીધે શુક્ર ગ્રહ અસ્ત થઈ જાય છે.

image soucre

પં. ગણેશ મિશ્રના જણાવ્યા મુજબ, શુક્ર ગ્રહ જયારે સૂર્યની વધારે નજીક આવી જાય છે ત્યારે શુક્ર ગ્રહ અસ્ત થઈ જાય છે. તા. ૧૬ ફેબ્રુઆરી, ૨૦૨૧ના રોજ શુક્ર ગ્રહ, સૂર્યથી એક રાશિ પહેલા અને અન્ય બે રાશિઓ સુધી જવાના લીધે અસ્ત રહેશે. આ સમય દરમિયાન શુક્ર ગ્રહનું સૂર્યથી અંતર ૯ કે ૧૦ ડીગ્રી કરતા પણ ઓછું રહે છે.

વસંત પંચમીના વણજોયા મુહુર્તમાં શુભ કાર્યો.:

image soucre

કાશીના વિદ્વાન પરિષદના મંત્રી પ્રો. રામનારાયણ દ્વિવેદીના જણાવ્યા મુજબ મોટાભાગના આવશ્યક શુભ કાર્યો તા. ૧૬ ફેબ્રુઆરી, ૨૦૨૧ના રોજ આવી રહેલ વસંત પંચમીના દિવસના વણજોયા મુહુર્તમાં શુભ કાર્યો કરી શકાય છે. ગુરુ ગ્રહ અને શુક્ર ગ્રહ અસ્ત હોય ત્યારે નવા મકાનમાં પૂજા વિધિ, ગૃહ પ્રવેશ અને મુંડન સંસ્કાર જેવા કાર્યો કરવામાં આવતા નથી. પણ બાળકોના જન્મ બાદ સુતક સહિત સંસ્કાર, નામકરણ, પૂજા- હવન, કથા વાંચન, સગાઈ સહિત કેટલાક શુભ કાર્યો કરવામાં આવે છે. વેપાર સાથે સંબંધિત કાર્યોમાં ગુરુ ગ્રહ અને શુક્ર ગ્રહ આ બંને ગ્રહોના અસ્ત થવાથી કોઈ પ્રભાવ પડતો નથી. જો કે, આ સમયે જેવી રીતે પાક ઉગાડવામાં આવે છે, તેની વાવણી પણ કરવામાં આવે છે, આવા પ્રકરની ઘણી બધી વસ્તુઓના ઉત્પાદન થવાની સાથે જ ખરીદ- વેચાણ કરવાનું પણ શરુ કરી શકાય છે.