જાણો તમે પણ સરિતા ગાયકવાડ વિશે, જે દેશ માટે જીતી લાવેલી ગોલ્ડમેડલ પણ હાલમાં પાણી માટે મારી રહી છે વલખાં

આપણા દેશમાટે ગોલ્ડ મેડલ જીતી લાવનાર સરિતા ગાયકવાડ હાલ પીવાના પાણી માટે મારી રહી છે ફાંફા, 1 કિમી દૂર સુધી જવું પડે છે પાણી લેવા.

વર્ષ ૨૦૧૮માં દેશ માટે ગોલ્ડ મેડલ જીતીને લાવનારી સરિતા ગાયકવાડને પાણી માટે હાલ ઝઝૂમવું પડી રહ્યું છે. સરિતા ગાયકવાડને પીવાના પાણી માટે ચાલીને ૧ કિ.મીથી પણ વધારે દૂર જવું પડી રહ્યું છે.

image source

સરિતા ગાયકવાડ ડાંગના આહવામાં વસવાટ કરે છે. સરિતા ગાયકવાડે જણાવ્યું હતું કે, ડાંગ જિલ્લામાં ઘણા વિસ્તાર એવા છે કે જ્યાં પાણીની પુરતી વ્યવસ્થા જ નથી. હું પણ મારા ઘરમાં પાણી ભરવા માટે ૧ કિલોમીટરથી વધુ ચાલીને બેડા ભરીને કુવામાંથી પાણી લઇને આવું છું.

સરિતા ગાયકવાડના પિતા લક્ષ્મણ ગાયકવાડ જણાવે છે કે, અહીં બનાવેલો ડેમ ઘણો દૂર છે, એ ફક્ત નામ પુરતો બનાવી દેવામાં આવ્યો છે અને કોઈ અધિકારીઓ પણ દેખરેખ માટે આવતા નથી અને કોઈ આ બાબત પર જરાય ધ્યાન આપતું નથી. ગામથી થોડે દૂર ચેકડેમનું કામ ચાલી રહ્યું છે પરંતુ ત્યાં પણ માટીનું પુરણ કરવામાં આવી રહ્યું છે જેથી પાણી ભરાઈ તેવી શક્યતા જ રહી નથી.

image source

અત્રે ઉલ્લેખનીય છે કે, ડાંગ અને આજુબાજુના વિસ્તારોમાં ઉનાળામાં પાણીની અછતના કારણે ભારે તકલીફો પડતી હોય છે જેના કારણે ત્યાંના સ્થાનિક રહેવાસીઓ, આદિવાસીઓને પાણીની અછત વર્તાવ6 લાગે છે અને પાણી ભરવા માટે દૂર દૂર જવું પડે છે અને ત્યાંના રહેવાસીઓને પાણી માટે વલખા મારવા પડતા હોય છે.

શુ તમે જાણો છો કોણ છે સરિતા ગાયકવાડ ?

સરિતા ગાયકવાડ આદિવાસી વિસ્તારના એક સામાન્ય શ્રમજીવીની પુત્રી છે.પર્વતીય હારમાળાની વચ્ચે કોઈપણ જાતની સગવડ વગર રહેતી સરિતા પોતાના દેશનું નામ રોશન કરવામાં સફળ રહી છે.સરિતા ગાયકવાડે એશિયન ગેમ્સ-૨૦૧૮માં ભારત માટે ૪ × ૪૦૦ મીટર રીલેદોડમાં સુવર્ણચંદ્રક પ્રાપ્ત કર્યો હતો. સરિતા ગાયકવાડ ગુજરાત સરકારના “બેટી બચાવો અભિયાન”ની બ્રાન્ડ એમ્બેસેડર પણ છે.

image source

ઓસ્ટ્રેલિયા ખાતે યોજાયેલી ૨૦૧૮ કોમનવેલ્થ ગેમ્સ ખાતે સરિતા ગાયકવાડને ૪ × ૪૦૦ મીટર રિલેદોડની ભારતીય મહિલા ટીમ માટે સરિતા ગાયકવાડને પસંદ કરવામાં આવી હતી છે. અને આ સાથે પ્રથમવાર ગુજરાત રાજ્યમાંથી કોમનવેલ્થ ગેમ્સ માટે પસંદગી પ્રાપ્ત કરનાર ટ્રેક અને ફિલ્ડ પ્રથમ ખેલાડી બની હતી સરિતા ગાયકવાડ.

image source

ડાંગ જિલ્લામાં વર્ષ 2012માં યોજાયેલા ખેલ મહાકુંભમાં સરિતા એ એકસાથે પાંચ ઇવેન્ટમાં એન્ટ્રી લઈ પાંચેય ઇવેન્ટ જીતી હતી. સરિતાએ એથલીટ તરીકેની પોતાની કારકિર્દીની શરૂઆત ખો ખોથી કરીને પ્રભાવ પાડ્યો હતો. જેમાં કોલેજના એક કોચની સલાહ પર એથ્લેટીક્સમાં સરિતાએ ઝંપ લાવ્યું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ