બીજા બાળક કરતા પોતાના બાળકને સુપર સ્માર્ટ બનાવો આ રીતે

બાળકોને નાનપણથી શીખવો આ ૬ વાતો. વ્યક્તિત્વ વિકાસ ઉચ્ચ શિક્ષણથી નહીં પણ નૈતિક મૂલ્યોથી એક સારી વ્યક્તિ બની શકાય છે.

બાળકોના વિષયમાં વાત કરતા નેલ્સન મંડેલા કહે છે કે ‘કોઈ બાળકને સારી રીતે સાંભળવા સિવાય સમાજમાં અન્ય કોઈ કામ હોય શકે નહીં.’ એવામાં જો આપ આપની પેઢીને સફળ બનાવવા ઈચ્છો છો તો આપે નાનપણથી જ બાળકોના વ્યક્તિત્વ પર કામ કરવું જોઈએ. બાળકોને કોઈપણ સમાજનું ભવિષ્ય કહેવામાં આવે છે. એટલે જ આપે બાળકોના વ્યક્તિત્વને નિખારવા માટે કેટલીક વાતો ધ્યાન રાખવું જોઈએ.:

હાર સ્વીકારવાની હિંમત:

image source

કેટલાક લોકોને આ વાત થોડી અજીબ લાગશે કે આ ગળાકાપ સ્પર્ધામાં કોઈ પોતાના બાળકને હારવાનું કેવી રીતે શીખવી શકાય? દરેક માબાપ પોતાના બાળકને પરફેક્ટ થવા માટે પ્રેરિત કરે છે. પણ આ પ્રયત્ન કેટલીકવાર બાળકો પર ખૂબ નકારાત્મક અસર કરે છે. બાળક પરફેક્ટ બનવાના ચક્કરમાં ખૂબ ગભરાવા લાગે છે અને તણાવગ્રસ્ત રહેવા લાગે છે. કેટલીક વાર નાનકડી અસફળતા પણ સહન કરવાની હિંમત બાળકમાં બચતી નથી અને પોતાના સપનાઓને હકીકત કરતા પહેલા જ તે હથિયાર નીચે મૂકી દે છે.

જાનવરોને પ્રેમ કરવાનું શીખવવું:

image source

શોધમાં એક વાત સામે આવી છે કે જાનવરો પ્રત્યે પ્રેમ રાખનાર બાળકો ખૂબ સારી રીતે વિકાસ કરી શકે છે. આ સાથે જ તેઓ સમાજ પ્રત્યે પણ ખૂબ સંવેદનશીલ હોય છે. એટલે જ આપણે બાળકોને જાનવરો પ્રત્યે હિંસાને બદલે પ્રેમ કરવાનું શીખવવું જોઈએ.

ક્રિએટીવીટીનો વિકાસ:

image source

બાળકના જન્મની સાથે જ માતાપિતા તેને ડોકટર, એન્જીનીયર, આઇપીએસ ઓફિસર વગેરે વગેરે બનાવવાના સપના જોવા લાગે છે. દુનિયાદારી શીખી રહેલ બાળકોના સપના પર તેમના માબાપના સપના ક્યારે ભારે થઈ જાય છે તે પોતે પણ જાણી શકતા નથી કે તેમણે ક્યારે પોતાના સપના જોવાનું છોડી દીધું. રચનાત્મકતાનો મતલબ હોઈ છે કઈક એવું જે પહેલેથી અસ્તિત્વમાં નથી. આ રચના કોઈપણ ક્ષેત્રમાં હોઈ શકે છે. જેમ કે કળા, સાહિત્ય, વિજ્ઞાન,રમતો કંઈપણ. પણ રચનાત્મકતાની પહેલી શરત આઝાદ કલ્પના.

અસમાનતાનું સમ્માન:

image source

નાના બાળકો રમતી વખતે કેવા એકબીજા સાથે ભળી જાય છે. એમના માટે ધર્મ, સંસ્કૃતિ, જાતિ, નસલ, અમીર ગરીબ હોવું વગેરે અસમાનતાઓ તેમના માટે કોઈ મહત્વ નથી રાખતી પણ ધીરે ધીરે આપણે બાળકોને તેમાં વ્યક્તિ વ્યક્તિ વચ્ચે ફરક કરવાનું શીખવીએ છીએ. વૈજ્ઞાનિકોના કેહવા મુજબ ૯૯% ડીએનએ એક સરખા જ હોય છે. જો આપણે આપણા બાળકોને ૧% અસમાનતાને સમ્માન કરવાનું શીખવાડીશું તો, આજ દુનિયા જીવન જીવવા માટે ખૂબ સારી જગ્યા સાબિત થઈ શકે છે. કેમકે આ અસમાનતા જ દુનિયામાં યુદ્ધ અને ઝઘડાઓ જેવી માનવીય ત્રાસને જન્મ આપે છે.

આપણે ધરતીથી અલગ નથી:

image source

આપણે ધરતીથી બન્યા છીએ અને ધરતી આપણાથી. જો આ શીખ આપણે બાળકોને આપીશું તો આ ગ્રહ પર શાંતિની ફરીથી સ્થાપના થવાની આશા વધી જશે. ધરતીને પોતાની સમજવાનો અર્થ છે તેની સાથે જોડાયેલી દરેક વસ્તુને પોતાની સમજવી. જેમકે જંગલ, પહાડ, રણ, વૃક્ષ, છોડ, પશુ-પક્ષી દરેકને એટલા જ માલિક સમજવા જેટલા તમે ખુદને માલિક સમજો છો. જો આ શીખ અપનાવી શકીએ તો કદાચ આવનાર પેઢીએ હવાપાણી પરિવર્તન અને ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યાઓની ચિંતા નહિ કરવી પડે.

તણાવથી લડવું:

image source

જિંદગીમાં જરૂરી તાણ આપણને આગળ વધવામાં મદદ કરે છે પણ કોઇ તાણ આપણી જિંદગી પર એટલો ભારે પડે છે કે તે આપણને આગળ જતાં અટકાવી દે છે. આપણી ઈચ્છા હોય કે ના હોય પણ તાણનો સામનો કરવો પડે છે. એટલે જ સારું રહેશે કે તાણનો સામનો આપણે હસતા મોઢે કરવો જોઈએ અને બાળકોને પણ આ જ શીખ આપવી જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ