જો તમારી હાઇટ વધારે છે તો આજે જ વાંચી લો આ સ્ટોરી, નહિં તો ભાગવુ પડશે તરત જ દવાખાને..

લાંબા લોકોને ‘એટ્રીયલ ફિબ્રિલેશન’ નો ખતરો રહે છે, જે હાર્ટ ફેલ્યર સાથે જોડાયેલી સમસ્યા છે.

જો આપ લાંબા છો એટલે કે વધુ હાઈટ ધરાવો છો તો સાવધાન થઈ જાવ. કેમકે આપને ‘એટ્રીયલ ફિબ્રિલેશન’ હોઈ શકે છે. પેંસીલ્વેનિયા યુનિવર્સીટી દ્વારા કરવામાં આવેલ અધ્યયન દ્વારા ખબર પડી છે કે ઊંચાઈમાં વધારાથી એટ્રીયલ ફિબ્રિલેશનનું જોખમ વધી જાય છે.

image source

એટ્રીયલ ફિબ્રિલેશન જે હૃદયની અનિયમિતતાનો એક પ્રકાર છે. એટ્રીયલ ફિબ્રિલેશન હૃદયની એક સ્થિતિ છે જેમાં વ્યક્તિના હૃદયના ધબકારા અનિયમિત થઈ જાય છે. વૈશ્વિક સ્તર પર આ હૃદય રોગથી લગભગ ૩૩ મિલિયન લોકો પ્રભાવિત છે. આ સ્થિતિ કોઈપણ દિલ થી જોડાયેલી બીમારી જેવી કે ઉચ્ચ રક્તચાપ કે જાડાપણું, ડાયાબિટીસ જેવી સ્વાસ્થ્ય સમસ્યાઓને કારણે ઉત્તપન્ન હોઈ શકે છે. એટ્રીયલ ફિબ્રિલેશનથી સ્ટ્રોક અને અહીંયા સુધી હાર્ટ ફેલિયર પણ થઈ શકે છે.

image source

એક અધ્યયનથી ખ્યાલ આવ્યો છે કે લાંબા લોકોને એટ્રીયલ ફિબ્રિલેશનનો ખતરો હોઈ શકે છે. શોધકર્તાઓ મુજબ દરેક વધારાની ઇંચ સાથે એટ્રીયલના કંપનનો ખતરો ૩% વધી જાય છે. આ એક ઈશારો થાય છે કે વધુ ઊંચાઈ એટ્રીયલ ફિબ્રિલેશન માટે એક જોખમકારક હોઈ શકે છે.

image source

શોધકર્તા માઈકલ લેવિન એમડી કાર્ડિયોવસ્ક્યુલર મેડિસિન પેંસીલ્વેનિયા યુનિવર્સિટી કહે છે કે અમારા નિષ્કર્ષ જણાવે છે કે એટ્રીયલ ફિબ્રિલેશન માટે જોખમ પૂર્વાનુમાન ઉપકરણોમાં ઊંચાઈને સામેલ કરવું ફાયદાકારક હોઈ શકે છે. તેઓ કહે છે કે વર્તમાન નિર્દેશાનુસર એટ્રીયલ ફિબ્રિલેશનના વ્યાપક સ્ક્રીનીંગની વિરુદ્ધ સલાહ છે. અમારા નિષ્કર્ષ જણાવે છે કે દર્દીઓના એક સમૂહ ખાસ કરીને ખૂબ લાંબા રોગીઓના સ્ક્રીનીંગને લાભ થઈ શકે છે.

image source

પેન્સિલવેનિયા યુનિવર્સિટીના શોધકર્તાઓની ટીમને એંથ્રોપોમેટ્રિક ટ્રાયલ્સ(GIANT) અને એટ્રીયલ ફિબ્રિલેશન જેનેટિક્સ(AFgen) સંગઠનોની તપાસથી લગભગ ૭૦ હજાર લોકોનો ડેટા લીધો જે એટ્રીયલ ફિબ્રિલેશન અને ઊંચાઈની વચ્ચે સીધા સંબંધનું અધ્યયન કરે છે. શોધકર્તાઓની અને તેઓની વચ્ચે એક કડી સ્થાપિત કરવા માટે એક સંખ્યાકીય પદ્ધતિનો ઉપયોગ કર્યો જ્યાં તેઓએ જાણ્યું કે કોઈ વ્યક્તિની ઊંચાઈ એટ્રીયલ ફિબ્રિલેશનથી નજીકથી જોડાયેલી છે.

image source

એક વરિષ્ઠ શોધકર્તા સ્કોટ ડેમરાઉરે જણાવ્યું કે આ વિશ્લેષણ બતાવે છે કે કેવી રીતે અમે માનવ આનુવંશિકનો ઉપયોગ કરી શકીએ છીએ જેથી તેઓ સામાન્ય બીમારીના કારણ અને જોખમ કારક બીમારીઓને યોગ્ય રીતે સમજવામાં મદદ મળી શકે છે.

image source

તેઓ એ પણ જણાવે છે કે અમે સંસ્થાગત બાયોબેન્કથી વ્યક્તિગત સ્તરના ડેટાની સાથે મોટા સ્તરના અધ્યયનથી સારાંશ સ્તરના આંકડાઓને કેવી રિતે જોડી શકાય છે જેથી માનવ રોગને અમારી સમજથી આગળ વધારી શકાય.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ