હૃદય કંપાવી દેનારી ઘટનાનો VIDEO: 2 વર્ષની ટેણી 12માં માળેથી પડી નીચે…અને પછી….શું તમે જોઇ શકશો આ વિડીયો?

બિલ્ડીંગના ૧૨મા માળેથી પડી જાય છે બે વર્ષની છોકરી, ડીલીવરી બોય દ્વારા આવી રીતે બચાવી લીધો તેનો જીવ, જોઈએ હ્રદય હચમચાવી દેતો આ વિડીયો.

નાના બાળકો ઘણીવાર પોતાની રમતમાં એટલા બધા મશગુલ થઈ જાય છે કે, તેઓ ક્યારે પડી જાય છે તેની ખબર પણ નથી પડતી, ત્યાં જ કેટલીક વાર તો આપણી નજર સહેજ પણ ચુકી જાય છે ત્યાં જ બાળક કઈકને કઈક કરી દેતા હોય છે તે સમયે બાળકને સાચવવાની જવાબદારી ઘણી વધી જાય છે, ત્યાં જ આ સમયમાં હ્રદયને હચમચાવી દેતો એક વિડીયો સામે આવ્યો છે. આ વિડીયોમાં એક બે વર્ષની છોકરી બિલ્ડીંગના ૧૨મા માળેથી નીચે પડતી જોવા મળી રહી છે.

image source

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થતો આ વિડીયો વિયેતનામનો છે. વિયેતનામ શહેરમાં આવેલ હેનોઈમાં ઘણો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. વિયેતનામમાં આવેલ હેનોઈમાં એક ડીલીવરી બોય ૧૨મા માળ પર આવેલ બાલ્કની માંથી એક છોકરી નીચે પડી રહી હતી તેને બચાવી લેવામાં આવે છે.

image source

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર નગુયેન નાગોસ નામના એક ડીલીવરી બોયની બહાદુરી અને તેની સમજણ દર્શાવતો આ વિડીયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. ૩૨ વર્ષીય યુવક નાગોસ રવિવારના રોજ સાંજના ૫ વાગે પોતાની ગાડીમાં સામાનની ડીલીવરી કરવા માટે તેમના ગ્રાહકની રાહ જોઈને બેઠા હતા. તે સમયે જ નગુયેન નાગોસ એક છોકરીના રડવાનો અવાજ સાંભળે છે.

નગુયેન નાગોસના જણાવ્યા મુજબ તેઓ જોવે છે કે, એક નાની છોકરી ઘરની બાલ્કની ઉપર રડતા રડતા લટકતી જોવે છે અને આ છોકરી એકાએક નીચે પડી જવાની હતી. તેઓ વધુ જણાવે છે કે, છોકરીને આવી રીતે લટકતી જોઈને ગાડી માંથી નીચે ઉતરી જાય છે અને નજીકની બિલ્ડીંગની ઉપર ચઢવા લાગે છે જેના લીધે તેઓને આ છોકરીને પકડવા માટે યોગ્ય જગ્યા શોધી શકે.

આવી પરિસ્થિતિમાં જયારે આ છોકરીનો હાથ ૧૬૪ ફૂટની ઉંચાઈ પરથી લપસી જાય છે ત્યારે નાગોસ પોતાની સમય સુચકતાનો ઉપયોગ કરતા તે છોકરીને પકડી લે છે. નાગોસના જણાવ્યા મુજબ તેમણે પુરેપુરા પ્રયાસ કર્યા કે છોકરી જમીન પર પડે નહી.

image source

નાગોસનું કહેવું છે કે, સદ્દભાગ્યે છોકરી મારા ખોળામાં જ આવીને પડે છે અને મેં તરત જ ગળે લગાવી દીધી. ત્યાર પછી જયારે મેં તેના મોઢાં માંથી લોહી નીકળતું જોયું તે સમયે હું ઘણો ડરી ગયો હતો. ત્યાર પછી તાત્કાલિક છોકરીને નેશનલ ચિલ્ડ્રન હોસ્પિટલમાં લઈ ગયા. હોસ્પિટલમાં છોકરીની તપાસ કર્યા બાદ ડોક્ટર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, છોકરીને થાપાના ભાગે વાગી ગયું છે પણ તે સ્વસ્થ થઈ જશે.

નાગોસએ કહ્યું છે કે, ૧૨મા માળેથી નીચે પડવા છતાં પણ આ છોકરીનો જીવ બચી જાય છે તેના લીધે નાગોસ ખુબ જ ખુશ છે. તેમનું કહેવું છે કે, આ તમામ ઘટના ઘણી જલ્દી જ બની જાય છે પરંતુ નાગોસ તે છોકરી પરથી પોતાની નજર નથી હટાવતા અને છોકરીને બચાવી લે છે.

નાગોસના આ કાર્યની હવે ઘણી પ્રસંશા કરવામાં આવી છે, ત્યારે કેટલાક લોકો નાગોસને સુપરહીરો પણ કહેવા લાગ્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર નાગોસના પ્રયત્નની ઘણી પ્રસંશા કરવામાં આવી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!