જાણો દુનિયા એ શાશક વિષેની અવિશ્વનીય વાતો, જેને મોટાભાગના લોકો ક્રૂર તાનાશાહ જ માને છે

દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર લોકોને અમુક હદ સુધી મફત વીજળી, પાણી અને બસ સેવા આપી રહી છે જેની દેશભરમાં સરાહના થઇ રહી છે. અમુક ઢીંટ માનસિકતા ધરાવતા લોકો સિવાય સર્વત્ર દિલ્હી સરકારના આ પગલનાએ આવકારવામાં આવે છે. જો કે સાચું પણ છે પક્ષ કે નેતા જે હોય તે પ્રજા બારે માસ અને પાંચ વર્ષ સુધી સરકારને ટેક્સ ચૂકવતી હોય તો સરકાર એ જ પૈસા ખર્ચી પ્રજાને મફત સુવિધા આપે તો એમાં ખોટું શું છે. આ તો એક રીતે નીતિમત્તા અને ઈમાનદારીની વાત થઈ.

image source

જો કે આપણા દેશમાં આ પ્રકારે પ્રજાને વફાદાર રહી તેની સેવા કરવાનો ટ્રેન્ડ બહુ મોડો આવ્યો હોય તેવું કહીએ તો એમાં ખોટું નથી. કારણ કે વિશ્વમાં અમુક એવા શાશકો પણ રહી ચુક્યા છે. જે કોઈ રાજ્યસ્તર સુધી જ નહિ પરંતુ દેશ લેવલે નાગરિકોને મફત સુવિધાઓ આપી સ્થાનિક પ્રજાના દિલમાં વસી ગયા હતા.

image source

આવા જ એક શાશકનું નામ છે મુઅમ્મર કર્નલ ગદ્દાફી. જી હા, અમે એ જ લીબિયાના શાશક વિષે વાત કરી રહ્યા છીએ જેના વિષે અત્યાર સુધીમાં તમે અલગ અલગ કેટલીક નકારાત્મક અને પ્રોપેગેન્ડા સમાન વાતો મીડિયામાં સાંભળી કે વાંચી હશે. પરંતુ તેને જે રીતે ચીતરવામાં આવ્યા છે તેનાથી બિલકુલ વિપરીત તેની સ્થાનિક નાગરિકો પ્રત્યેની અમૂલ્ય વફાદારી હતી. તમને જાણીને નવાઈ લાગશે કે મુઅમ્મર કર્નલ ગદ્દાફીએ પોતાના દેશ એટલે કે લીબિયાના નાગરિકો માટે જે સેવા કરી હતી એવી સેવા હાલના એક પણ રાષ્ટ્રપતિ કે વડાપ્રધાને નહિ કરી હોય. અને તેની આ સેવા વિશેની વાતો લગભગ તમે ક્યારેય જાણી જ નહિ હોય. તો કેવું હતું લિબિયા મુઅમ્મર કર્નલ ગદ્દાફીના શાશનમાં આવો જરા વિસ્તારથી જાણીએ.

વીજળી મફત

image source

લીબિયાના શાશક મુઅમ્મર કર્નલ ગદ્દાફી જયારે શાશક હતા ત્યારે તેણે દેશના તમામ નાગરિકોના વીજળીના બિલ માફ કરી દીધા હતા. અને લોકો જેટલી પણ વીજળીનો ઉપયોગ કરે તેનો તમામ ખર્ચ સરકાર ઉઠવતી હતી.

દરેકનું પોતાનું ઘર સરકારની જવાબદારી

image source

ભારતમાં અનેક ઘરવિહોણા લોકોની રાત્રી ફૂટપાથ પર વીતે છે. પરંતુ લીબિયાના શાશક ગદ્દાફીએ એવી શાશન વ્યવસ્થા ગોઠવી હતી કે લીબિયામાં દરેક પરિવારનું પોતાનું ઘર હોવું જરૂરી કરી દેવામાં આવ્યું હતું અને જેના પાસે ઘરની વ્યવસ્થા ન હોય તેને ઘર આપવાની જવાબદારી સરકારે પોતે ઉઠાવી હતી. એવું પણ કહેવાય છે કે ગદ્દાફીએ એવી જાહેરાત કરી હતી કે જ્યાં સુધી દેશનો દરેક નાગરિક પોતાના ઘરમાં નહિ હોય ત્યાં સુધી તેઓ પોતાના માતા પિતા માટે પણ ઘર નહિ બનાવે.

વગર વ્યાજની લોન સરકાર તરફથી

image source

લીબિયાનું શાશન સાંભળ્યા પછી મુઅમ્મર કર્નલ ગદ્દાફીએ પોતાની સ્વતંત્ર બેન્ક ખોલી હતી અને આ બેન્કની સૌથી સારી સુવિધા એ હતી કે તેમાંથી લોન લેનાર લીબિયાના નાગરિકોએ લોનનું વ્યાજ જ નહોતું આપવાનું અને ફક્ત લોનની મૂડી જ ચૂકવવાની રહેતી. નોંધનીય છે કે લિબિયા એક મુસ્લિમ રાષ્ટ્ર છે અને ઇસ્લામ ધર્મમાં વ્યાજને લેવું અને દેવું બન્ને હરામ (પ્રતિબંધિત) ઠેરવવામાં આવ્યું છે.

લગ્ન કરનાર જોડીને સરકાર આપતી 35 લાખ રૂપિયા

image source

કહેવાય છે કે જયારે મુઅમ્મર કર્નલ ગદ્દાફી જયારે લીબિયાના શાશક હતા ત્યારે લીબિયામાં લગ્ન કરનાર દરેક વર – વધુની જોડીને સરકાર તરફથી 50 હજાર ડોલર એટલે કે લગભગ 35 લાખ રૂપિયા આપવામાં આવતા. એ ઉપરાંત તેમના બાળકોના જન્મ સમયે પણ સરકાર બાળકની માતા અને બાળકને લગભગ ત્રણ લાખ રૂપિયા આપતી.

image source

ઉલ્લેખનીય છે કે 1 સપ્ટેમ્બર 1969 માં જન્મેલા મુઅમ્મર કર્નલ ગદ્દાફી 20 ઓક્ટોબર 2011 માં એક સૈન્ય હુમલામાં તેઓ અવસાન પામ્યા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ