મોતીની ખેતીથી વર્ષમાં લાખોની કમાણી કરી શકાય છે!

તમે અનાજ, શાકભાજી, ફળ અને ફૂલોની ખેતી વિશે તો ઘણું વાંચ્યું હશે, પણ ક્યારેય પર્લ એટલે કે મોતીની ખેતી વિશે સાંભળ્યું છે અથવા જોયું છે? કેમ અજીબ લાગ્યું ને કે ખેતી એ પણ મોતીની? હા, તમે જે વાંચ્યું તે ૧૦૦ % સાચી વાત છે, પર્લ (મોતી)ની પણ ખેતી કરીને ઉગાડી શકાય છે. તો આજે અમે તમને મોતીની ખેતી વિશે માહિતગાર કરાવી રહ્યાં છીએ, જે દ્વારા નાના રોકાણથી મોટો નફો મેળવી શકાય  છે.

ભારત સહિત દરેક દેશમાં મોતીની માંગ વધતી જ જાય છે. મોતી એ એક કુદરતી રત્ન છે, જે સમુદ્રમાં છીપલાની અંદર મળી આવે છે. દર વર્ષે ભારત માંથી આંતરરાષ્ટ્રીય બજાર માંથી મોતીની મોટા પ્રમાણમાં આયાત કરવામાં આવે છે.

હકીકતમાં મોતી ફક્ત દરિયા માંથી મળી આવતા હતા, પણ ત્યાર બાદ તેને કૃત્રિમ રીતે નદી, તળાવ અને સરોવરમાં પણ તેનું ઉત્પાદન કરવામાં આવે છે. મોતી ફારસની ખાડી, શ્રીલંકા, વેનેજુએલા, મેક્સિકો, ઓસ્ટ્રેલીયા અને બંગાળની ખાડીમાં મળી આવે છે. ભારતમાં ખાસ કરીને દક્ષિણ ભારતનાં તમિલ નાડુ રાજ્યનાં તતુતીકેરન તથા બિહારનાં દરભંગા જીલ્લા માંથી પણ મોતી મળી આવે છે..

મોતીનું ઉત્યાદન અહીં વધારે થાય છે

ચીન, જાપાન, ઓસ્ટ્રેલીયા, દક્ષિણ સમુદ્ર, વિયતનામ, ભારત, યૂએઇ, યુએસએ, ફિજી, ફિલીપાઈન્સ, ફ્રાંસ, મ્યાંમાર અને ઇન્ડોનેશિયા જેવા દેશમાં મોટા પ્રમાણમાં ઉત્પાદન થાય છે.

ફારસની ખાડીમાં ઉત્પન્ન થતા મોતીને બસરા મોતીનાં નામે ઓળખાય છે, જે સૌથી બેસ્ટ ક્વોલિટીનાં મોતી ગણાય છે. પર્લ સફેદ, કાળા, ગુલાબી, વાદળી, નારંગી, ગોલ્ડ, જાંબલી, બદામી અને આછા પીળા રંગનાં પણ હોય છે. ઓસ્ટ્રેલીયામાં આછા પીળા કલરનાં મોતી સાઉથ પી પર્લનાં નામે ઓળખાય છે અને આ પ્રકારનાં મોતી બહુ જ ઓછા જોવા મળતા હોય છે. અન્ય એક મોતીની જાત છે જે અકોયાનાં નામથી જાણીતી છે, પરંતુ તે સામાન્ય જ હોય છે. આ પ્રકારનાં મોતી સરળતાથી મળી જતા હોય છે.

મોતીની ખેતીનાં પ્રયોગ રુપે બડવાના ગામનાં એક ખેડૂતે ઓડિશાથી ટ્રેનિંગ લઈને શરુઆત કરી કરી. તેમણે ચાર વર્ષમાં ૨૫ થી પણ વધારે મોતીનું ઉત્પાદન કરી ચૂક્યાં છે. આવી જ રીતે સાતતલાઈનાં ખેડૂતે જણાવ્યું હતું કે ૨૦૦૬માં પર્લ કલ્ચર ખેતી માટે માહિતી મળી હતી. ત્યાર બાદ તેઓ ભુવનેશ્વરમાં ૧૦ દિવસની ટેનિંગમાં જોડાયા. વર્ષ ૨૦૧૧ માં ઘરની પાસે જ ૧૦ બાય ૪૦ નું તળાવ બનાવીને સીપનું ભરણપોષણ શરુ કર્યું. આમ તો શરુઆતમાં સફળતા હાથ નહોતી લાગી, પરંતુ ધીમે-ધીમે નવા પ્રયોગો સાથે મોતી બનવાનાં શરુ થયા. એક સીપ ૧૦૦ થી ૨૦૦ રુપિયા સુધી આવે છે અને ત્રણ વર્ષ પછી આમાં મોતી બનવાનું શરુ થાય છે, જેને બનતા આશરે ૧૪ મહિના જેટલો સમય લાગતો હોય છે. આ કામમાં મહેનત અને ધીરજની જરૂર વધારે છે, ત્યારે જ તમને નફો મેળશે.

 

મુખ્ય રુપે ત્રણ પ્રકારનાં મોતીની ખેતી થાય છે

કેવીટી

સીપની અંદર ઑપરેશન મારફતે ફોરેન બૉડી નાખીને મોતી તૈયાર કરવામાં આવે છે. જેનો ઉપયોગ વીંટી અને લૉકેટ બનાવવામાં કરાય છે. આ પ્રકારનાં મોર્તીની ચમક વધારે હોવાથી તે હજારો રુપિયામાં વેચાતા હોય છે.

 

ગોનટ

આ પ્રકારનાં પર્લમાં પ્રાકૃતિક રુપે ગોળ આકારનાં મોતી બનતા હોય છે, જે દેખાવમાં અન્ય મોતી કરતા વધારે સુંદર અને ચમક્દાર હોય છે. આ એક પર્લની કિંમત ૫૦ હજાર સુધી કે તેનાથી વધારે પણ હોઈ શકે છે.

 

મેંટલટીસૂ

આમાં સીપની અંદર અન્ય સીપનાં જ બૉડીનો ભાગ નાખવામાં આવતો હોય છે. આ મોતીનો ઉપયોગ ખાવાનાં આઈટ્મ્સ જેવી કે મોતી ભસ્મ, ચ્યવનપ્રાશ અને ટૉનિક બનાવમાં થાય છે. માર્કેટમાં આ પ્રકારનાં મોતીની ડિમાન્ડ સૌથી વધારે હોય છે.

 

મોતીનાં ઉત્પાદનની શરુઆત કરતા પહેલા આ વાત ધ્યાનમાં રાખો

 

પર્લની ખેતીનાં ક્ષેત્રમાં સફળ થવા માટે સારું રોકાણ, મહેનત અને લાંબો સમય લાગી શકે છે. વધારે ફાયદા માટે ઉચ્ચ ગુણવત્તા વાળા મોતીનું ઉત્યાદન મહત્વ છે.

 

૨૦ હજારનાં રોકાણથી પણ ખેતી શરુ કરી શકાય છે

મોતીની ખેતી એ જ પ્રકારે કરવામાં આવે છે જેમ મોતી પ્રાકૃતિક રુપે તૈયાર થતું હોય છે. અહીં પણ તમારે છીપલાથી જ મોતીનું ઉત્પાદન કરવાનું રહેશે. ખેતી કરવા માટે નાના સ્તરે પણ રોકાણ કરી શકય છે. જેના માટે તમારે ૫૦૦ વર્ગફુટનો તળાવ બનાવો પડશે. તળાવમાં ૧૦૦ શેલ્સને પાલનપોષણ કરીને મોતી ઉગાડી શકાય છે. પ્રત્યેક સીપની કિંમત માર્કેટમાં ૧૫ થી ૨૫ રુપિયા છે. જેનાં માટે સ્ટ્રક્ચર સેટ-અપ કરવાનો ખર્ચ આશરે ૧૦ થી ૧૨ હજાર, વૉટર ટ્રીટમેન્ટ ઉપર ૧૦૦ રુપિયા અને ૧૦૦૦ રુપિયાથી તમે ઇન્સ્ટ્રુમન્ટ્ ખરીદી શકો છો.

ઈન્ડિયર કાઉન્સિલ ફોર એગ્રીકલ્ચરલ રિસર્ચ હેઠળ એક નવી વિંગ સીફાને શરુ કરવામાં આવી છે. સીફા એટલે સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફ્રેશ વોટર એકવાકલ્ચર તે માટે મફત તાલીમ પૂરી પાડે છે. જેની મેઈન બ્રાન્ચ ભુવનેશ્વર ખાતે છે, જ્યાં 15 દિવસમાં ટ્રેનિંગ આપવામાં આવે છે. મોતીની ખેતી દરિયાકાંઠાના વિસ્તારોમાં પહેલાં કરવામાં આવી હતી, પરંતુ સીફાનાં પ્રયોગ બાદ અન્ય રાજ્યો પણ તે માટે મફ્ત કરવામાં આવે છે

ઓછા ખર્ચે વધારે ફાયદો

એક શેલ આશરે ૧૦૦ થી ૨૦૦ રુપિયામાં મળે છે. સામાન્ય રીતે સીપ ૩ વર્ષ દરમિયાન મોતી બને છે, જેને તૈયાર થવામાં આશરે ૧૪ મહિનાનો સમય લાગે છે. આ સમયમાં સીપનાં સાર સંભાળ માટે લાગતા ખર્ચા તેની લાગતમાં સામેલ થઈ જાય છે. આ કામ માટે સરકાર  લોનની સુવિધા પણ આપે છે.

 

આ રીતે બને પર્લ

ઑઇસ્ટર નામનો એક જીવ જે દરિયામાં જોવા મળતા હોય છે, જે પોતાના શરીર માંથી નીકળતા ચીકણા પદાર્થ દ્વારા પોતાનું ઘર બનાવે છે. જે ચીકણાં પદાર્થ દ્વારા ઑઇસ્ટર પોતાનું ઘર બનાવે છે તેને સીપી (છીપા) કહેવાય છે. આ કીડાની પ્રજાતી હજારોની સ્ંખ્યામાં હોય છે અને તેનાં શેલ એટલે કે સીપી અલગ-અલગ રંગો જેમ કે ગુલાબી, ભૂરા, નારંગી, પીળા સિવાય અન્ય રંગોમાં પણ હોય છે.

હવા, પાણી અને ખોરાક માટે જ્યારે ઑઇસ્ટર પોતાનું મોઢું ખોલે છે ત્યારે રેતી, કણ તથા કીડા મોંઢામાં જતા રહે છે, ત્યારે મોતીને પોતાનાં શરીર માંથી નીકળતા તૈલીય પદાર્થો દ્વારા સુરક્ષિત રાખવા તેનાં ઉપર કવચ ચઢાવી દે છે.

 

કેવી રીતે કરી શકાય છે કે ખેતી

છીપલાને ખુલ્લા પાણીમાં બે દિવસ માટે છોડી દેવામાં આવે છે, આનાથી તેની ઉપરનું કવચ અને માંશપેશીઓ ઢીલી પડી જાય છે. ત્યાર બાદ તેમાં જરુરી ઘટકોને ઓપરેશન મારફતે ઉમેરવામાં આવે છે. આ પ્રક્રિયામાં એક વાતનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે કે આ છીપલાઓને પાણીની બહાર વધારે સમય સુધી નથી મૂકવામાં આવતા. જ્યારે પણ સીપનાં ઉપરનાં કવચને કણ કે રેતી લાગે છે, ત્યારે છીપલા પોતાની અંદરથી ચીકણું પ્રવાહી છોડવાનું શરુ કરી દે છે. તેના માટે સૌથી ઉત્તમ રીત છે કે નાયલોનની બેગમાં (એક બેગમાં ૨ થી ૩) છીપલાઓને મૂકીને તળાવમાં છોડી દેવા. ૧૫ થી ૨૦ મહિના દરમિયાન સીપમાં મોતી તૈયાર થઈ જાય છે અને તેનું ઉપરનું પડ ખોલીને મોતીને કાઢી શકાય છે. મોતીની ખેતી માટે સૌથી અનુકુળ સમય ઑક્ટોબરથી ડિસેમ્બર સુધીનો ગણાવામાં આવે છે.

આ ભાવે વેચાય છે મોતી

મોતીને વેચવા પર ૨૫૦ થી ૫૦૦  રૂપિયા પ્રતિ મોતી મળે છે. જયારે પોતે તેનું વેચાણ કરવામાં આવે તો ૬૦૦ થી ૮૦૦ રૂપિયા કે તેનાંથી વધારે રકમમાં પણ વેચી શકાય છે. દેશમાં આ મોતીની વધુ ખરીદી અમદાવાદ, મુંબઈ, બેંગલુરું, હૈદરાબાદ જેવાં અન્ય મહાનગરોમાં થાય છે. કેટલાક હાઈ ક્વોલિટીના મોતી માટે ૨૦૦૦ થી ૧૫ હજાર રૂપિયા સુધી પણ મળી જાય છે. મોતીની ખેતીના એક પ્લોટમાં આવા 2-4 હાઈ ક્વોલિટીના મોતી નીકળી આવે છે. બધાને જોડીને અંદાજે ૧ લાખ સુધીની કમાણી પણ કરી શકાય છે.

મોતીનો વર્લ્ડવાઈડ બિઝનેસ લગભગ ૨૦ હજાર કરોડ રૂપિયાથી વધુ છે. ઈન્ડિયા દર વર્ષે લગભગ ૫૦ કરોડ રૂપિયાથી વધુનું મોતીનું ઈમ્પોર્ટ કરે છે. જયારે ઈન્ડિયાથી વાર્ષિક મોતીનું એકસપોર્ટ ૧૦૦ કરોડ રૂપિયાથી પણ વધારે છે.

 

https://www.youtube.com/watch?v=Xg3-33GMF-I