શરીર માંથી ઝેરી તત્વો દૂર કરવા આટલું અચૂકથી કરો!

આપણે અત્યારે જે બિઝિ લાઈફ જીવી રહ્યા છીએ તેમાં શરીર માટે કઈ ખાસ નથી કરતા. છેવટે તેના કારણે કોઈ ને કોઈ બીમારી શરીરમાં પ્રવેશી જાય છે. કોઈ ને પથરી છે તો કોઈને  બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, ડિપ્રેશન કે પછી કેન્સર જેવી બીમારી હોય છે. આ બધી બીમારી આપણી ખાવા-પીવાની ટેવ અને આજુબાજુનાં વાતાવરણને કારણે જ  થાય છે. જો આપણે અમુક જ વાતો ઉપર ધ્યાન આપીને રહીએ તો શક્યતા છે કે આપણી રોગ પ્રતિકારક ક્ષમતા સારી રીતે કામ કરે અને આપણે સ્વસ્થ તથા તંદુરસ્ત રહીએ.

શરીરને ફીટ રાખવા માટે સૌથી પહેલા અમુક ટેવો બદલવી પડશે તો અમુક આદતોને છોડાવી પણ પડશે. સાંભળવામાં તો આ ઘણું અઘરું લાગે છે, પરંતુ જો તમે જીવન ચર્યામાં ફેરફાર કરો છો તો તેનો ફાયદો તમને જ મળવાનો છે. તો જરૂરથી અપનાવ જો આ ઉપાયો અને હેલ્થી લાઈફ જીવજો.

આપણે સામાન્ય રીતે શરીરની બાહ્ય સફાઈ અને સુંદરતા ઉપર ધ્યાન આપતા હોઈએ છીએ. ક્યારેય શરીરનાં અંદરનાં ભાગોને ક્લિન કરવાનું નથી વિચાર્યું, તો આજે તમને અમે શરીરનાં આંતર ભાગને સ્વચ્છ રાખવા માટેનાં ઉપાયો જણાવી રહ્યા છીએ, જેનાથી શરીરની ૮૦ % સમસ્યાઓ દૂર રહે છે.

શરીરનાં ઘણા અંગો ઝેરીલા તત્વોને શોષી લે છે. જેને કારણે શરીર અસંખ્ય બીમારીઓનું ઘર બની જાય છે. એક સ્વસ્થ જીવનનું રહસ્ય એ જ છે કે આપણા શરીરમાં જમા થયેલ ઝેરી તત્વોનો નિકાલ કરવામાં આવે, જેને ડૉક્ટર્સ ડિટોક્સિફિકેશન કહે છે. ડિટોક્સિફિકેશનની પ્રાક્રિયામાં પેટમાં રહેલ ટોક્સીન અને નિકોટીન જેવા પદાર્થને મળ દ્વારા સાફ કરવામાં આવે છે.

આ રીતે કરી શકાય છે ડિટોક્સિફિકેશન :

શરીરને ડિટોક્સ કરવા માટે સૌથી ઉત્તમ ઉપાય ફળો અને લીલા શાકભાજી છે. લીલા શાકભાજી અને ફળોનું સેવન વધારો, જેનાથી રોગ પ્રતિકાર ક્ષમતા વધે છે, ચયાપચય પણ મજબૂત થાય છે અને પેટ માંથી પણ ધીરે-ધીરે નુકસાન કારક ઘટકો સાફ થતા રહે છે. તમે તાજા ઘરે બનાવેલ સૂપ અને જ્યુસ પણ લઈ શકો છો.

હર્બલ ટીનું સેવન પણ શરીરને ડિટોક્સ કરવામાં હેલ્પ કરે છે. હર્બલ ટી તમારી પાચનતંત્રની તકલીફને દૂર કરે છે, જેનાં માટે ગ્રીન ટી અને કેમોમાઈલ ટી પણ બેસ્ટ છે. રાત્રે જમ્યા બાદ જો હર્બલ ટી પીવો છો તો ઊંઘ પણ સારી આવે છે અને તેનાથી રક્ત પ્રવાહ પણ સારી રીતે થાય છે. સવારની ચા અને કોફીનાં બદલે હર્બલ ટી પીવાની શરુ કરો અને એક જ અઠવાડિયામાં જે ફરક પડશે તેનાથી જ તમને ખબર પડશે કે શરીર માટે કઈ ચા વેસ્ટ અને કઈ બેસ્ટ છે.

લીંબુ પાણી પીવાથી પણ ઘણા બેનિફિટ્સ મળે છે. દિવસની શરુઆત એક ગ્લાસ પાણીમાં ફક્ત લીંબુનો રસ નીચોવીને પીવાથી પેટ સાફ રહે છે. આ સિવાય રાત્રે એક પાણીનાં જગમાં લીંબુનું રસ અને ટૂકડા, કાકડી અને પુદિનાને મિક્સ કરીને ફ્રિજમાં મૂકી રાખો અને બીજા દિવસે જ્યારે પણ તરસ લાગે ત્યારે આ પાણી પીવું. આનાથી શરીર તો ડિટોક્સ થશે જ પણ સાથે સાથે શરીર ઉતારવામાં પણ મદદ કરશે.

શરીરમાં જો મેટૅબલિઝમ જો સારી રીતે કામ કરશે તો પહેલા તો ક્યારેય તમે જાડા નહીં થાવ અને બીજી વાત એ કે શરીરમાં ઝેરી તત્વોનું પ્રમાણ ઓછું રહેશે. તેનાં માટે સૌથી પહેલા તમારે ખાંડનું સેવન બંધ કરવું પડશે. એક વાર જો સુગર લેવાની બંધ કરી તો બોડીમાં જે ચેન્જીસ ફિલ થશે એ તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય.

પાણી જેટલું શક્ય હોય તેટલું પીવું, દિવસ દરમિયાન આશરે ૮-૧૨ ગ્લાસ પાણી પીવું જોઈએ. તેનાથી પેટમાં રહેલા ઝેરી તત્વો મુત્ર અને પરસેવા મારફતે બહાર નીકળી જાય છે.

તમારુ ડાયેટ બરાબર રાખો, તેમાં પણ ખાસ રાતનાં સમયે હળવો ખોરાક લો. દારુ સિગારેટ જેવા માદક દ્ર્વ્યોનાં સેવનથી દૂર રહો. આ રીતે શરીર ડિટોક્સ તો થશે જ પણ સાથે વજન, કૉલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશરનું પણ સ્તર ઓછું થઈ જશે.

રોજ કસરત કરવાની ટેવ પાળો, જો વધારે સમય ન હોય તો સવારે ફક્ત ૪૫ મિનિટ જ કસરત કરો. રનીંગ, જોગીંગ, યોગ, પ્રાણાયામ કે સાયક્લીંગ પણ્ કરી શકો છો. બસ રોજ કસરત કરવાની રાખો, તેનાથી શરીર અને મગજને પણ ફાયદો મળે છે. ઊંઘ પુરતી લેવી પણ એટલી જ જરૂરી છે, એટલે રોજ ૮ કલાકની ઊંઘ લેવી જોઈએ.

આપણે પ્રદૂષણ અને ધૂળ વાળા વાતાવરણથી ઘેરાયેલા રહીએ છીએ, તો શક્ય હોય ત્યારે નાકને બરાબર સાફ કરવાનું રાખો. નાક દ્વારા કેટલાય ઝેરી તત્વો શરીરમાં પ્રવેશતા હોય છે, જેને કારણે એલર્જી પણ થતી હોય છે. તેનાથી બચવા માટે નિયમિત રુપે ખાસ તો રાત્રે સૂતા પહેલા નાકને સાફ કરો, તેનાથી ઝેરી ઘટકોથી છૂટકારો તો મળશે જ અને ઊંઘ પણ સારી આવશે.

શરીરને આ પીણું ૬ કલાકમાં જ કરશે ડિટોક્સ

ઇન્ગ્રીડિઅન્ટ (સામગ્રી)
૧ કાકડી
૮-૧૦ ફુદિનાનાં પત્તા
૨ ચમચી લીંબુનું રસ અને ટૂકડા

બનાવવાની પ્રક્રિયા

કાકડીને છોલીને તેમાં ફુદિનાનાં પત્તા અને એક કપ પાણી નાખીને બ્લેન્ડ કરી લો. હવે જે પેસ્ટ બની હશે તેને સરખી રીતે છાણી લો, ત્યાર બાદ તેમાં નીંબુનો રસ અને ટૂકડા નાખીને ૩૦ એક મિનિટ મૂકી રાખો. હવે સવારે ઉઠીને પહેલા ડિટોક્સ વૉટર પીવાની ટેવ રાખો. સવારે પેટ પણ એકદમ સાફ થશે અને ધીમે-ધીમે ટોક્સીન જેવા તત્વો પણ મળ દ્વારા નીકળી જશે.