ગુજરાતમાંથી ઉભી થયેલી Top-10 IT કમ્પનીઓમાંની એક એવી IANTનાં સ્થાપકની પ્રેરણાપૂર્ણ સ્ટોરી

તેના સંઘર્ષોથી સફળતા સુધીની દાસ્તાનનો હું સાક્ષી છું.
******************************************************
દોસ્તો, ક્રિકેટનાં ઘણા-ખરા જાણકારોને ખ્યાલ હશે કે આજે રોહિત શર્માનો જન્મદિવસ છે.. તેવી જ રીતે થોડા દિવસો પહેલા ક્રિકેટનાં ભગવાન એવા સચિનનો જન્મદિવસ પણ ઉજવાયો.. તો વળી, ટેક્નોલોજી અને વ્યાપાર જગતનાં માંધાતાઓએ થોડો સમય પહેલા એપલનાં સ્ટીવ જોબ્સનો 60મો જન્મદિન ખુબજ ઉત્સાહથી ઉજવ્યો.. સચિન, જોબ્સ, અમિતાભ, વગેરે નો જન્મદિવસ આપણને યાદ રહી જાય છે કારણ કે તેઓએ વિપરીતમાં વિપરીત પરિસ્થિતિઓનો પણ ખંતપૂર્વક મુકાબલો કરી ને આપણને પ્રેરણા મળે તેવી રીતે જીવનનો જંગ જીત્યો છે.

આજે મારા અંગત પ્રેરણા સ્ત્રોત એવા.. અને માત્ર મને જ નહિં પણ આપણને બધાને પ્રેરણા આપી શકે એવા વ્યક્તિ નો જન્મદિવસ છે.. ત્યારે થોડી દિલની વાત શેર કરીશ.

દોસ્તો, ભૂતકાળમાં થયેલા સફળ લોકોની દાસ્તાન જયારે વાંચીએ ત્યારે આપણને સહજ પ્રેરણા મળે જ પરંતુ જો વ્યક્તિ આપણા જેવો જ સામાન્ય હોય, આપણા જેવા સંઘર્ષોથી ઘેરાયેલો હોય અને આપણી વચ્ચે જ જીવંત હોય અને એના વિષે સાંભળીએ ત્યારે આપણને કંઈક અલગ જ પ્રેરણા મળે !

મિત્રો, આજે મારે વાત કરવી છે એક એવી હસ્તીની જેની કહાની તમને તમારા દરરોજના સંઘર્ષોમાં જીવવાની હિંમત અને ઉત્સાહ આપશે !

હા, તે એક આપણા જેવો જ સામાન્ય ગુજરાતી છે.

મિડલ ક્લાસ ફેમિલીમાં રહીને સંઘર્ષ કરતા કરતા તેનું ભણતર થયું.

ગુજરાતની એક IT કોચિંગ કંપનીમાં એણે જોબ શરુ કરી પરંતુ એક ગુજરાતી તરીકે એનું મન એને હમેશા કહેતું “You are meant to create JOBS, not just do a JOB” !

બચપણથી સાહસિક અને રિસ્ક લેવું એના માટે સહજ હતું. તમે નહિ માનો, એ દિવસોમાં એની પાસે ફક્ત ૧૦૦૦ રૂપિયાની મૂડી અને અદભૂત વિલ પાવર, બસ આ બે વસ્તુ જ હતા. પોતાની મહેનત અને ખંતથી તેણે પોતાની જ એક ટ્રેનીંગ સંસ્થા શરુ કરી !

કામકાજ થોડુ આગળ વધ્યુ ત્યાં જ સંજોગોવસાત એણે પોતે જ શરુ કરેલી સંસ્થા છોડવી પડી… કોઇ સામાન્ય વ્યક્તિ હોય તો નાસીપાસ થઇને હાર માની લે અને ફરી જોબ કરવા માંડે.. પણ હિંમત ના હારતા, એણે ફરી એક વાર 1999માં પોતાની બીજી નવી ટ્રેનિંગ સંસ્થા ચાલુ કરી..

તે સવારે 7 થી રાતનાં 12 સુધી મહેનત કરતો અને તેનું એકમાત્ર લક્ષ્ય એ જ રહેતું કે — “વિદ્યાર્થીઓએ ભરેલા પૈસાનું પૂરેપૂરું વળતર તેમને મળવું જોઈએ.” વધુમાં, તેણે સમય જતા પોતાની મહેનતથી તેની પ્રથમ કંપની પણ પાછી ખરીદી લીધી.

આજે એ સામાન્ય વ્યક્તિ, એક આંતરરાષ્ટ્રીય સંસ્થા બની ગઈ છે ! દેશ-વિદેશની MNCઓ જોડે કોલાબોરેશન કરીને પોતાના વિદ્યાર્થીઓને ઓછા ખર્ચમાં સારામાં સારી ટ્રેનિંગ આપવાનો પ્રયત્ન કરે છે..

આજે એ એજ્યુકેશનિષ્ટ, બીઝનેસમેન અને એન્ટરપ્રેનીયર “આર. એફ. ખેરાણી સર”નાં નામે ઓળખાય છે !

IANT (Institute Of Advance Network Technology) નામની એમની સંસ્થાના આજે ૧૦૦ થી પણ વધુ સેન્ટરો સમગ્ર ભારતમાં છે. આજદિન સુધી એમણે લાખો વિદ્યાર્થીઓનાં જીવનને સ્પર્શીને તેમની કારકિર્દીને ઉજળો વળાંક આપેલો છે. ગુજરાતમાંથી ઉભી થયેલી Top-10 IT કમ્પનીઓમાં IANTની ગણના થાય છે. આજે, હું ખુબ ખુશ છું કે મારો મિત્ર આ શિખર પર પહોચી ગયો છે, જે આપણા જેવા લાખોનું સ્વપ્ન જ હોય !

આજે ખેરાણીસરનો જન્મ દિવસ છે તો મારા તરફથી એમને હૃદયની શુભકામના અને ઇતિહાસના પન્નાઓમાં એ એક અંકિત છાપ છોડી જાય એ માટે All The Best !

મિત્રો ! એક ગુજરાતી તરીકે આપણા સૌ માટે પણ આ એક ગૌરવની વાત છે ! તમે પણ ખેરાણીસરને ઉત્સાહથી શુભકામના આપજો અને જન્મદિવસ મુબારક કેજો !…હું જાણું છું, તમારા બધાની કોમેન્ટ્સ વાંચી તેમને વધુ કામ કરવાની પ્રેરણા અને ચૈતન્ય મળશે !!

—- તમારો હિતેચ્છુ શિષ્ય, અજય વ્યાસ