આ એક ટ્રિકથી મોબાઈલ કવર પર તમારો ફોટો છાપો

આજકાલ તો મોંધા મોબાઈલની સાથે સાથે વિવિધ જાતનાં મોબાઈલ કવર ની પણ એક ફેશન ચાલી રહી છે. તેમાં પણ ખાસ તો મોબાઈલ કવરમાં ફોટા પ્રિન્ટ થયેલા હોય તે ખુબ જ ટ્રેન્ડિ છે. તમે તમારી આજુબાજુ પણ અમુક લોકોને ફોટો પ્રિન્ટ કરાવેલા મોબાઈલ કવર રાખતા જોયા જ હશે નહીં? આવાં કવરને જોઈને મનમાં એકવાર જરુરથી થતું હશે કે આઈ વિશ મારી પાસે પણ આવું કવર હોય તો કેટલું સારું, પરંતુ માર્કેટમાં આ પ્રકારનાં કવરની કિંમત જાણીને તો ચક્કર જ આવી જતા હોય છે. ૩૦૦ થી ૫૦૦ રુપિયામાં એક કવર પડે છે, જે જોવા જઈએ તો નૉર્મલ મોબાઈલ કવર કરતા પાંચ ઘણાં  મોંઘા હોય છે. આટલા પૈસા ખર્ચીને આપણે ફેશન કરીએ, તેનાં કરતા થોડું મગજ દોડાવીને જાત મહેનતે ફોટો પ્રિન્ટ કરીને કવર બનાવીએ તો કેટલું સારું.

 

બસ અમુક ટ્રિક્સ અને મહેનતથી તમે પણ તમારા ફોટોની પ્રિન્ટ વાળો મોબાઈલ કવર બનાવ શકો છો. આજે તમને આવી જ અમુક ટ્રીક્સ અને ટીપ્સ શેર કરી રહ્યાં છી, તો એકવાર અજ્માવી જોજો આ ટ્રિક્સ…

કવર બનાવવા માટે તમારી પાસે સૌથી પહેલાં તો ફોટો કાઢીને રાખો જે તમારે કવર ઉપર પ્રિન્ટ કરવો છે. યાદ રાખ જો કે ફોટોની અને કવરની સાઈઝ એક સરખી હોવી જોઈએ અને ફોટો હીટ ટ્રાન્સફર પ્રિંટિંગ પેપર ઉપર હોવો જોઈએ. જેથી તેને છાપતા સમયે પેપર ગરમ ઇસ્ત્રીને કારણે સળગી કે ફાટી ન જાય. આ પ્રકારનાં પેપર ૧૦ રુપિયામાં સરળતાથી માર્કેટમાં મળી રહે છે.

 

મોબાઈલ માટે જાડું અને ટ્રાન્સ્પેઅરન્ટ કવરની જરુર પડશે. ત્યાર બાદ કવરની સાઈઝ પ્રમાણે ફોટો કાપી લો.

 

હવે એ ફોટોને કવરની ઉપર સેલોટેપની મદદથી ચોંટાડી લો. ખાસ વાત એ ધ્યાનમાં રાખજો કે ફોટો જે પ્રિન્ટ કરવાનો છે તે કવરની આગળનાં ભાગમાં દેખાય એ રીતે મૂકજો.

ફોટોને સરખી રીતે ગોઢવ્યા બાદ ઈસ્ત્રી ગરમ કરીને ફોટો પર ધીમે-ધીમે ફેરવો. હા, પણ વધારે સમય ઈસ્ત્રીને ફોટા ઉપર મૂકીને ન રાખવી.

બે મિનિટ સુધી આ પ્રોસેસ કર્યા બાદ કવરને કોઈ વાસણમાં પાણી નાખીને ૩૦ મિનિટ સુધી રહેવા દો.

હવે પાણી માંથી કવર કાઢ્યા બાદ ફોટોનાં પેપરને હળવા હાથે ઘસો, આવું કરવાથી પેપર નીકળશે અને કવર ઉપર ઝાંખો ફોટો જોવા મળશે.

 

જ્યારે કવર પરથી સંપૂર્ણ પણે કાગળ નીકળી જશે ત્યારે ફોટો છપાયેલો દેખાશે.

 

આ સરળ રીતે તમે પણ ઘરે ફોટો પ્રિન્ટ કરીને પોતાની ક્રિએટિવિટિ દર્શાવી શકો છો. મિત્રો આ રીતને ફરી એકવાર સમજવા માટે અહીં એક વિડિયો પણ પોસ્ટ કરવામાં આવી છે, તો એકવાર જોઈને અને સમજીને ટ્રાય કરજો.

 

http://4masti.com/mobile-par-chaapo-photo/