ઈન્ટરનેટ પરના અનેક વાઇરલ ફોટો અને વિડિઓમાંથી અમે તમારી માટે લાવ્યા છીએ બેસ્ટ અને બ્યુટીફૂલ ફોટો અને વિડિઓ…

સેલિબ્રિટીઝના ફોટોઝ અને વીડિયોઝ જોવા હવે છે, એકદમ સરળ રોજ માણી શકો છો તમારા ફેવરિટ સ્ટારને… ઇન્સ્ટાગ્રામ પર થઈ રહ્યા છે આ સેલિબ્રિટીઝના ફોટોઝ અને વીડિયોઝ, તમે જોયા કે નહીં?

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani) on


ઇન્સ્ટાગ્રામ પર દરરોજ એટલી બધી રસપ્રદ વાતો વાંચવા મળે છે કે આપણે એમાંથી બહાર નીકળવાનું જ મન નથી થતું. દરરોજ નીતનવી વાઈરલ પોસ્ટ જોવાની મજા પડી જાય તેવું હોય છે. જેમ જેમ આપણે તેમાં એક એક પોસ્ટ લાઈક કરીએ એમ નવું મળતું રહે છે. આજે એવી જ કેટલીક વાઈરલ પોસ્ટ તમને જણાવીએ. જે જોઈને મજા આવી જાય તેવું છે.

 

View this post on Instagram

 

A post shared by Bollywood Hungama🎥 (@realbollywoodhungama) on


સોશિયલ મીડિયામાં ઇન્સ્ટાગ્રામનો ક્રેઝ જેમ જેમ વધતો જાય છે તેમ તેમ સેલિબ્રિટીઝના પર્સનલ લાઈફના ફોટોઝ અને વીડિયોઝ વાઈરલ થવાનો ટ્રેન્ડ પણ વધતો જાય છે. આજે કોઈપણ સામાન્ય વ્યક્તિ ઓનલાઈન પોતાના ફેવરિટ સેલિબ્રિટી વિશે નાનામાં નાની વાતો જાણી શકે છે અને સંપર્ક પણ કરી શકે છે. પહેલાંના જમાનામાં માત્ર શુક્રવારે છાપામાં આવતી ચાર પાનાની પૂર્તિ જેટલી સિમિત સેલિબ્રિટી લાઈફ નથી રહી. વળી, કોઈપણ સારો આર્ટિસ્ટ સેલિબ્રિટી સ્ટેટસ અનુભવી શકે છે, પોતાની આર્ટને ઓનલાઈન ફેમસ કરીને લાખો લોકોનું ધ્યાન પોતાના તરફ ખેંચી લઈ શકે છે. આવો, એવી જ કેટલીક આજની પોસ્ટ જોઈએ જેને હજારો લાઈક મળી રહી છે, અને જે પોસ્ટ થવાના થોડા સમયમાં જ વાઈરલ થઈ જાય છે.

ઇરાનની એક દિવ્યાંગ ચિત્રકારે સલમાનનો લાઈવ પોર્ટરેટ શેર કરીને લખ્યું કે આને મારા ફેવરિટ હીરો સુધી પહોંચાડજો…

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani) on


મશહાદ, ઇરાનથી એક વ્હીલચેરમાં બેસીને જીવન વિતાવી રહેલ ચિત્રકારે લાઈવ પેન્ટિંગ કરતાં ઇન્સ્ટાગ્રામમાં શેર કર્યું છે. તેણે લખ્યું છે મારો આ વીડિયો કોઈ મારા ફેવરિટ હીરો સલમાન ખાન સુધી પહોંચાડજો. આ દિવ્યાંગ કલાકારના અનેક પેન્ટિંગ્સ તેના પ્રોફાઈલમાં છે અને તેને હજારોની સંખ્યામાં ફેન ફોલોઈંગ્સ છે. તે લખે છે, હું મારા સ્મિતથી અને કલાથી દુનિયામાં પ્રેમ ફેલાવી શકું છું.

 

View this post on Instagram

 

God bless… can’t reciprocate the love but prayers and much love !!!

A post shared by Salman Khan (@beingsalmankhan) on


તે બાજુમાં મોબાઈલમાં સલમાન ખાનનો એક સુંદર ક્લોઝ અપ ફોટો રાખીને પગનો અંગૂઠો અને આંગળીમાં બ્રશ ગોઠવીને પેન્ટિંગ કરી રહી છે. તેને બંને પગે શારીરિક તકલીફ છે. પરંતુ તે ખૂબ જ ખુશમીજાજી લાગી રહી છે. ઇન્સ્ટાગ્રામ પર આવી અનેક પ્રોફાઈલ જોવા મળે છે, જેમાંથી આપણે જીવન જીવવાની સાચી પ્રેરણા મળે છે. આ ફેનનું ઇન્સ્ટા પ્રોફાઈલ ફતેહહમામી નામથી જેમાં અનેક સેલિબ્રિટીઝ અને બીજા કુદરતી દ્રશ્યોવાળા પેન્ટિંગ્સ જોવા મળે છે.

વરુણ ધવનને વાગ્યું પગમાં ફેન્સ તેનો ફોટો કરી રહ્યા છે લાઈક એન્ડ શેર…

 

View this post on Instagram

 

A post shared by Bollywood Hungama🎥 (@realbollywoodhungama) on


મુંબઈના અંધેરી વિસ્તારમાં આવેલ એક ડાન્સ ક્લાસમાં જતી વખતે વરૂણ ધવનનો એક ફોટો ક્લિક થયો છે. જેમાં તેના ડાબા પગના ગુઠણમાં કાળી પટ્ટી બાંધેલી દેખાઈ રહી છે. ડાન્સ કરતી વખતે વરૂણને આ ઇજા પહોંચી હોય તેવું બને. બ્યુ મલ્ટી કલર સોર્ટ્શ અને હુડ ટિશર્ટની સાથે બોગલ્સમાં વરૂણ ધવનનો લુક એકદમ જુદો લાગે છે. અનેક ફેન્સની કોમેન્ટમાં હેન્ડસમ કોમ્પ્લિમેન્ટ્સ મળી રહ્યા છે. આ ફોટો રીયલ બોલિવૂડ હંગામા પ્રોફાઈલ ઉપરથી ફોટો ઓફ ધ ડે હેશ ટૅગ થયો છે.

ઇન્સ્ટા ઉપર જુઓ એકદમ ક્યુટ ઢીંગલીના મજા આવી જાય તેવા કાર્ટૂન ફોટોઝ

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani) on


મેડમોઈશેલ એટલે કે એક જાતનું પાગલપન, જી હા, આવા પ્રોફાઈલથી એક આર્ટિસ્ટ એકદમ નાની નાની ક્યુટ ઢીંગલીઓના ઇમોજી ફોટોઝ બનાવીને ક્રિએટ કરે છે. હાલમાં, એક ફંકશનમાં એક પીળા રંગના સાટિનના ફ્રોકમાં એકદમ વહાલી લાગે તેવી બેબીઝીવા ધોનીનો ફોટો અને સાથે તેમણે ક્રિયેટિવ કાર્ટૂન બનાવેલ છે. આ બંને ફોટો એક સાથે શેર કર્યો હોવાથી લોકોમાં તેના વિશે વધુ ઉત્સુક્તા જોવા મળે છે. રીયલ ફોટો અને કાર્ટૂન ફોટોઝ બંને એટલા મસ્ત છે કે થોડા જ કલાકોમાં તેને હજારો લાઈક મળી ગયા છે.

વિદેશી અભિનેત્રીઓએ ભારતીય સાડી પહેરીને પોતાનો ઉમળકો બતાવ્યો…

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani) on


અલિ ફેઝલ નામના બોલિવૂડ ફેશન ડિઝાઈનરે હાલમાં જ એક ફોટો કોલાર્જ શેર કર્યો છે. તેમાં લખ્યું છે કે નવરાત્રીને હજીવાર છે પરંતુ આ શોખીન યોગીનીઓએ ભારતીય પહેરવેશ ધારણ કરી લીધા છે. તેણે ત્રણ સ્ટાઈલિશ હીરોઈનને ટેગ કરીને આ પોસ્ટ મૂકી છે. જેમાં બે બહેનોએ ભારતીય રીતે સાડી પહેરીને ફોટોઝ શૂટ કરાવ્યા છે. તેમાં લખ્યું છે આ બહેનોને ભારતીય કપડાંમાં સજ્જ થવું ખૂબ જ ગમે છે ખાસ કરીને તહેવારો દરમિયાન…

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani) on


આ બધી અવનવી પોસ્ટ થઈ રહી છે વિરલ ભાયાણીના ઇન્સ્ટાગ્રામ પ્રોફાઈલમાંથી. આ એવું પ્રોફાઈલ છે જે એકદમ ઓથેન્ટિક છે અને તેને સેલિબ્રિટી બ્ય્લૂ ટીક મળેલું છે. અને આ પ્રોફાઈલમાં લાખો ફોલોઅર્સ છે. વિરલ ભાયાણીના ઇન્સ્ટાગ્રામમાં દરરોજ અનેક સેલિબ્રિટીના પર્સનલ ફોટોઝ અને વીડિયો સાથે ઇંફોર્મેટિવ પોસ્ટ પણ જોવા મળે છે.

અનેક જુદી જુદી સ્ટાઈલના હેશ ટેગસ, રસપ્રદ કેપ્સન અને ક્રિયેટિવ ફોટોઝ / વીડિયોઝ સાથે આવી વાઈરલ પોસ્ટ જોવાની ખરેખર મજા આવે તેવું છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ