આ રીતે જાણો પગના તળિયા પરથી તમારા સ્વાસ્થ્ય વિશે

પગના પંજા મનુષ્યની કેટલીક આદતો વિષે બતાવી શકાય છે. એટલું જ નહિ પગના પંજા જોઈને એ પણ જાણી શકાય છે કે આપ કેટલા સ્વસ્થ છો.

image source

હવે અમે આપને કેટલાક એવા લક્ષણો વિષે જણાવવા જઈ રહ્યા છીએ જો આ લક્ષણ આપના પગના પંજામાં છે તો તેના માટે આપે અહી આપવામાં આવેલ્ ઉપચારને જરૂર અપનાવી શકો છો.

પગના પંજાદ્વારા મનુષ્યની કેટલીક આદતો વિષે ખબર કરી શકાય છે. જ્યારે પગના પંજાથી સ્વાસ્થ્ય વિષે પણ જાણકારી મેળવી શકાય છે કે કોઈ વ્યક્તિ કેટલું સ્વસ્થ છે. ખરેખર લોકોના પગના પંજામાં એવા કેટલાક લક્ષણો જોવા મળે છે, જે કોઈ ગંભીર બીમારીની તરફ ઈશારો કરે છે. પગની આંગળીઓના નખનો રંગ બદલાઈ જવો અને પગનું ક્યારેક ક્યારેક શૂન્ય થઈ જવું આપના માટે ઘાતક હોઈ શકે છે.

image source

કહેવાય છે કે પગના પંજામાં થનાર બદલાવ કેટલીક પ્રકારનીબીમારીઓ અને હ્રદયનું યોગ્ય રીત થી કામ નહિ કરવાનું સંકેત પણ હોઈ શકે છે. હવે અમે આપને પગના પંજાના કેટલાક લક્ષણો અને તેના ઘરેલુ ઉપચારો વિષે પણ જણાવીશું.

પગના પંજાનું ઠંડુ પડી જવું:

image source

લગભગ કેટલાક લોકોને સામાન્ય ઋતુમાં પણ આ સમસ્યા થઈ જાય છે. સામાન્ય રીતે આ પંજાઓ સુધી યોગ્ય રીત થી બ્લડ સર્ક્યુલેશન ના પહોંચવાના કારણે થાય છે. જેને આપ વ્યાયામ અને યોગ દ્વારા ઠીક કરી શકાય છે. તેના અન્ય કારણોમાં એનીમિયા, સતત લાગતો થાક, તાંત્રિકાનું યોગ્ય રીતે કામ ના કરવું, ડાયાબિટીસ, હાઇપોથાઇરોડીઝમ અને હાઇપોથર્મિયા જેવી બીમારીઓ પણ સામેલ હોઈ શકે છે. આ સ્થિતિમાં ડૉક્ટરની સલાહ લેવી ખૂબ જરૂરી છે.

પગના પંજાના સાંધામાં દુખાવો:

image source

પગના પંજાના સાંધામાં દુખાવો છે તો એનો મતલબ એ છે કે આપ રૂમેટોઇડ આર્થ્રાઇટીસથી પીડિત છો. જો કે રૂમેટાઈડ આર્થરાઈટિસની સમસ્યા મોટાભાગે ઘરડા લોકોમાં વધારે જોવા મળે છે. આ સ્થિતિમાં અચાનક દુખાવો થવા લાગે છે અને કેટલાક કલાકો પછી આરામ પણ મળી જાય છે.

રૂમેટાઈડ આર્થરાઈટિસમાં પ્રારંભિક સ્તર પર તો આપ એમાં કોઈ સામાન્ય દુખાવાની દવાનું સેવન કરી શકો છો, પરંતુ સમય રહેતા આપે ડૉક્ટરને જરૂરથી મળી લેવું જોઈએ.

આંગળીઓ પરથી વાળ ખરવાનું શરૂ થઈ જવું:

image source

આવી સ્થિતિમાં આપનું દિલ યોગ્ય રીતે પંપ નથી કરી રહ્યું હોતું. જેના કારણથી પગની આંગળીઓ સુધી લોહીના માધ્યમથી જિંક અને બીજા પોષક તત્વો પહોંચી શકતા નથી. આ પોષક તત્વો અને વિટામીન્સની ઉણપ થવાના કારણે આપના પગના પંજા અને આંગળીઓ પર રહેલ વાળ ખરવાના શરૂ થઈ જાય છે. એટલા માટે જિંક અને અન્ય પોષકતત્વોની પૂરતી કરવા માટે આપ લીલા શાકભાજીનું સેવન કરી શકો છો.

પગના નખનો રંગ બદલાઈ જવો:

image source

પગના નખનો રંગ બદલાવાનો મતલબ એ છે કે નખમાં કોઈ પ્રકારનું ફંગલ સંક્રમણ થઈ જવું છે. કેટલીક સ્થિતિમાં આ ચર્મ રોગ(ચામડીનો રોગ)ના લક્ષણ પણ હોઈ શકે છે. આવી સ્થિતિમાં પગને ડેટોલ થી ધોઈ લો. ત્યારબાદ સરસોના તેલને ખૂબ સામાન્ય ગરમ કરીને થોડાક ટીપાં લઈને પગની માલિશ કરી લો. જલ્દી જ આપની આ સમસ્યા ખતમ થઈ શકે છે.

પંજામાં સોજો:

image source

પગના પંજામાં સોજો સામાન્ય રીતે ખૂબ વધારે પગપાળા ચાલવાના કારણથી પણ થાય છે. જ્યારે બીજી બાજુ આ ફાઇલેરિયા રોગ(હાથી પગા)ના લક્ષણ પણ હોઈ શકે છે. આવી સ્થિતિમાં વધારે રાહ જોયા વગર તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો.

પંજામાં લાગેલ ઘાવ લાંબા સમય સુધી ના સુકાવું.:

image source

પંજામાં લાગેલ ઘાવ લાંબા સમય સુધી નથી રુઝાતા તો આ ડાયાબિટીસના લક્ષણ હોઈ શકે છે. સમય રહેતા સૌથી પહેલા ડૉક્ટરની પાસે જવું અને પોતાનો બ્લડ ટેસ્ટ કરાવી લેવો.

નખનું કાળા પડી જવું:

image source

ક્યારેક કેટલાક લોકોના પગના નખ સંપૂર્ણ રીતે કાળા થઈ જાય છે. ખરેખરમાં આ એક ફંગલ ટોનેલ ઇન્ફેકશનનું કારણે થાય છે. આવા લક્ષણ સ્કીન કેન્સરને પણ જન્મ આપી શકે છે. એટલા માટે પગના નખનું કાળા પડે તો તેને નજરઅંદાજ કરવા જોઈએ નહિ અને તરત જ ડૉક્ટરને મળવું જરૂરી હોય છે.

સૂકી કે ફાટેલી હોય એડીઓ:

image source

કેટલાક લોકોની એડીઓ બહુ જ ફાટેલી રહે છે અને તેમાંથી ક્યારેક ક્યારેક ઘાવ પણ થઈ જાય છે. ક્યારેક ક્યારેક એમાંથી લોહી પણ નીકળવા લાગે છે. આવી સ્થિતિને હાઇપરકેરાટોસિસ કહેવામાં આવે છે. એટલા માટે આપે કોઈ ઘાવ ઠીક કરી શકે તેવી ક્રીમનો ઉપયોગ કરો અને ડૉક્ટરને મળવાનું ભૂલવું જોઈએ નહિ.

નખ પર લાલ ધારિયો મતલબ છે કે આ ખતરો:

image source

પગના નખ પર જો આપને લાલ રંગની ધારિયો જોવા મળે છે તો તેનો મતલબ એ છે કે આ દિલથી જોડાયેલ સંક્રમણ છે. આવી સ્થિતિમાં લોહીની કેટલીક ધમનીઓ તૂટી જાય છે. જો આપને આવા લક્ષણ દેખાય તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ