જાણો ગોળ લેતી વખતે કઇ બાબતોનુ ખાસ રાખવુ જોઇએ ધ્યાન

ગોળ આપના સ્વાસ્થ્ય માટે ખૂબ લાભકારક છે. ગોળ ખાવાથી કેટલીક બિમારીઓનું જોખમ ઘટી જાય છે અને પેટની સમસ્યાઓ દૂર થાય છે.

image source

ગેસ થી લઈને કબ્જ સુધીની સમસ્યાઓમાં ગોળ ફાયદેમંદ છે ભોજન કર્યા પછી ગોળ ખાવાથી ભોજન પચી જાય છે અને પાચનક્રિયાને યોગ્ય રાખે છે. જો આપને ભૂખ ના લાગતી હોય તો ગોળ ખાવો કેમકે ગોળ ખાવાથી ભૂખ સારી લાગે છે.

જો આપ રોજ સવારે ખાલી પેટે થોડો ગોળ ખાધા પછી પાણી પીવો છો તો આપને ક્યારેય પણ કબ્જની સમસ્યા થશે નહિ. પરંતુ ગોળ ખાતા સમયે આપને આ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે આપ કેટલા પ્રમાણમાં ગોળ ખાઈ રહ્યા છો.

જો આપ ડાયાબિટીસના દર્દી છો તો આપે ગોળના બધા લાભોને ભૂલી જવા જોઈએ.

image source

ગોળમાં પોષકતત્વો અને મિનરલ્સ રહેલા હોય છે. ગોળમાં કેલ્શિયમ, આયર્ન, ફૉસ્ફરસ, તાંબું અને પોટેશિયમની સાથે વિટામિન એ, વિટામિન સી, વિટામિન બી, અને વિટામિન ઈ થી ભરપૂર પ્રમાણમાં મળી આવે છે.

ગોળ આપના દિલ માટે પણ ખૂબ ફાયદાકારક છે કેમકે ગોળ ખાવાથી હાર્ટની બીમારીનું જોખમ પણ ઘટી જાય છે. પરંતુ એનો અર્થ એવો નથી કે ડાયાબિટીસમાં ગોળ ખાવો જોઈએ. જો આપ ડાયાબિટીસના દર્દી છો તો આપે ગોળ ખાવો જોઈએ નહિ.

image source

આયુર્વેદમાં જણાવવામાં આવ્યું છે કે ક્યારેય પણ તાજો ગોળ ખાવો જોઈએ નહિ. તાજો ગોળ એટલો ફાયદાકારક નથી હોતો. તાજો ગોળ ખાવાથી આપને પાંચનની સમસ્યા થઈ શકે છે અને કબ્જ પણ થઈ શકે છે. જો આપ ગોળ ખાવાના શોખીન છો તો ખ્યાલ રાખવો કે હમેશા બે થી ત્રણ વર્ષ જૂનો ગોળ જ ખાવો. આ સ્વાસ્થ્ય માટે ખૂબ લાભકારક હોય છે.

image source

ગોળમાં આયર્નનું સારું પ્રમાણ મળી આવે છે. ગોળ ખાવાથી શરીરમાં હિમોગ્લોબિનની ઉણપ દૂર થાય છે. ખરેખરમાં જ્યારે આપ રોજ ગોળ ખાવ છો તો શરીરમાં લાલ રક્ત કોશિકાઓનું પ્રમાણ વધી જાય છે અને લોહીની ઉણપ દૂર થાય છે. આ જ કારણથી એનિમિયાના દર્દીઓને ગોળ ખાવાની સલાહ આપવામાં આવે છે.

image source

ગોળ ખાવાથી બ્લડપ્રેશર નિયંત્રણમાં રહે છે. જો આપ હાઈ બ્લડપ્રેશરથી પીડાઈ રહ્યા છો તો આપે દરરોજ ગોળ ખાવો જોઈએ. ગોળમાં કેલ્શિયમ અને ફૉસ્ફરસનું પ્રમાણ હોય છે જેના કારણ થી આ આપના હાડકાઓના સ્વાસ્થ્ય માટે પણ લાભકારક છે. ગોળ ખાવાથી શરીરને ઉર્જા મળે છે અને થાક દૂર થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ