ફોલો કરો આ ટિપ્સ, અને ઉતારી દો તમારું વજન સડસડાટ

બદલાતી લાઈફ સ્ટાઈલમાં સૌથી વધારે અસર જાડાપણાના રૂપમાં સામે આવી છે. વજન વધવું કે ઓબેસિટી હોવું એક બીમારી જ છે.

image source

મોટી સમસ્યા એક્સરસાઈઝ નહિ કરવાની અને આવામાં એવું ખાવાનું ખાવું જે ના ફક્ત શરીર માટે નુકસાનકારક છે ઉપરાંત વજન પણ વધારે છે. ખરેખરમાં જો એકવાર વજન વધી જાય તો તેને ઘટાડવું ખૂબ મુશ્કેલ બની જાય છે.

પરંતુ આ વધેલા વજનને ઘટાડવું સરળ બનાવી શકાય છે. એક અઠવાડિયામાં એટલું તો ઘટાડી જ શકાય કે કઈક અસર જોવા મળે. તેના માટે આપને કેટલીક વસ્તુઓનું સેવન કરવું જરૂરી છે.

image source

આવો જાણીએ કેટલીક આવી કુદરતી વસ્તુઓ જેનાથી આપનુ વજન સરળતાથી ઘટાડી શકાય છે.

પિચ(આડુ):

image source

જો આપ ડાયટિંગ પર છો તો પણ આપે દરરોજ પિચ ખાઈ શકો છો કેમકે પિચ આપને આપનુ વજન ઘટાડવામાં મદદ કરે છે. એક પિચમાં લગભગ ૭૦ કેલરી હોય છે જે આપનુ વજન વધવા દેશે નહિ. પિચમાં ફાઈબર પણ હોય છે જે આંતરડા માટે ખૂબ સારું હોય છે.

ટામેટાં:

image source

ટામેટાને પણ કાચા સલાડ તરીકે રોજ સેવન કરવામાં આવે તો વજન ઘટાડી શકાય છે. ખરેખર ટામેટાંમાં બીટા કૈરોટીન અને આઈકોપીન હોય છે જે વજન પર નિયંત્રણ રાખે છે. ટામેટામાં વધારે ફાઈબર હોય છે અને ટામેટાના રેશા શરીરની ચયાપચય પ્રક્રિયામાં મદદગાર બને છે. એટલું જ નહિ ટામેટા લોહી પણ વધારે છે.

કાકડી:

image source

કાકડી આમ તો સલાડમાં સામેલ છે, પરંતુ કાકડી વજનને ઓછું કરવામાં પણ એક સફળ ઉપાય છે. કાકડીમાં ૯૦% પાણી હોય છે એટલા માટે ભોજન કરતાં પહેલા કાકડી ખાવી જેથી પેટ ભરેલું હોય તેવું મેહસુસ થાય છે. કાકડીને નિયમિત રીતે ખાવાથી અઠવાડિયામાં લગભગ બે કિલો જેટલું વજન ઓછું થઈ શકે છે. જો કે અત્યારે શિયાળાની ઋતુમાં પણ બજારમાં કાકડી મળી રહી છે. એટલે આપને કાકડી સરળતાથી ઉપલબ્ધ છે.

લીંબુ અને મધ:

image source

સવારે સવારે ગરમ પાણીમાં લીંબુ અને એક ચમચી મધ ભેળવીને પીવાથી પણ ખૂબ ઝડપથી વજન ઓછું થાય છે. જો આ રીતે રોજ ગરમ પાણી સાથે મધ અને લીંબુ પીવાથી અને સાથે જ એક્સરસાઈઝ કરવામાં આવે છે તો આપને જલ્દી જ ફાયદો જોવા મળી શકે છે.

મધ ના ફક્ત લોહીને શુધ્ધ કરે છે ઉપરાંત મધમાં રહેલ પ્રોટીન શરીરને ઇન્સ્ટન્ટ એનર્જી પણ પ્રદાન કરે છે. આ સિવાય લીંબુ એંટીઓક્સિડન્ટનો એક સારો સ્ત્રોત છે જે પેટની તકલીફો જેવી કે ગેસ, એસીડીટીની સમસ્યાથી પણ રાહત અપાવે છે.

image source

નોંધ: ઉપરોક્ત જણાવેલ દરેક ઉપાય અજમાવતા પહેલા ડૉક્ટરની સલાહ લેવી ખૂબ જરૂરી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ