બોલીવુડ ઇન્ડસ્ટ્રીની અભિનેત્રીઓના ત્વચા પર કેમ નથી જોવા મળતા વાળ? દીપિકા પાદુકોણથી લઈને કરીના કપૂર ખાન સુધીની અભિનેત્રીઓ અપનાવે છે આ ટ્રીક.
બોલીવુડ અભિનેત્રીઓ પોતાના શારીરિક દેખાવને લઈને ખુબ જ સજાગ રહે છે. અભિનેત્રી પોતાની સુંદરતા અને ફિટનેસને જાળવી રાખવા માટે અઢળક પૈસા ખર્ચ કરતા રહે છે.
-બોલીવુડ અભિનેત્રી અપનાવે છે આ ટ્રીક.
-બોલીવુડ સેલેબ્સ હેર રીમુવ કરવા માટે શું કરે છે?
-દીપીકાથી લઈને કરીના સુધીની અભિનેત્રી કરાવે છે આ ટ્રીટમેન્ટ.

વર્કઆઉટ અને યોગ જેવી બાબતો પર બોલીવુડ અભિનેત્રી ઘણું ધ્યાન આપે છે એટલું જ નહી, બોડી હેરને લઈને પણ અભિનેત્રીઓ ખુબ જ સાવધ રહે છે. બોલીવુડ અભિનેત્રીઓ પણ બોડી હેરની સાથે ડીલ કરવા માટે એવી જ વસ્તુઓનો ઉપયોગ કરે છે જેનો ઉપયોગ સામાન્ય છોકરીઓ દ્વારા કરવામાં આવે છે.
શેવ:

બોલીવુડની અભિનેત્રીઓ પણ પોતાના શરીર પરથી વાળને દુર કરવા માટે શેવ કરે છે. જો કે, શેવ પ્રોસેસને કેટલી વાર રીપીટ કરવી પડે છે તે તેમના શરીર પર થતા હેર ગ્રોથ સ્પીડ અને કપડાના સિલેકશન પર આધારિત હોય છે. કેટલીક મીડિયા રીપોર્ટસમાં જણાવ્યા મુજબ અભિનેત્રી દીપિકા પાદુકોણએ કહ્યું હતું કે, તે આ બાબતે પોતાની માતાનું અનુસરણ કરે છે. દીપિકા પાદુકોણ પોતાની માતાના કહ્યા મુજબ, લેઝ ઈઝ મોર, હોલીવુડ પોપ સિંગર ટેલર સ્વિફટએ જણાવ્યું હતું કે, તેઓ રોજ નિયમિત રીતે શેવિંગ કરે છે કેમ કે, તેમનો હેર ગ્રોથ વધારે હોવાથી રોજ નિયમિત રીતે શેવિંગ કરે છે.
બ્લિચિંગ:
હેર રીમુવ કરવા માટે બ્લિચિંગની પદ્ધતિ એશિયાઈ દેશોમાં ખુબ જ લોકપ્રિય છે. મીડિયા રીપોર્ટસનું માનીએ તો અભિનેત્રી કરીના કપૂર ખાન પોતાના ફેશિયલ હેરને છુપાવવા માટે લાઈટર શેડના કરવા માટે બ્લીચનો ઉપયોગ કરે છે.
વેક્સિંગ:

વેક્સિંગ શરીર પરથી વાળને દુર કરવાની પ્રભાવી પદ્ધતિ છે. પણ વેક્સિંગ પેઈનફૂલ પદ્ધતિ છે. સામાન્ય રીતે વેક્સિંગનો ઉપયોગ સામાન્ય છોકરીઓથી લઈને બોલીવુડ સેલેબ્સ પણ અપનાવે છે. જો કે વેક્સિંગ કરવા માટે કેટલાક મશીન આવે છે જે પેઈનમાં ઘટાડો કરી શકે છે.
લેઝર હેર રીમુવલ:
લેઝર હેર રીમુવલ ભારત દેશમાં ખુબ જ પોપ્યુલર છે. એક યુટ્યુબરનું માનીએ તો અભિનેત્રી દીપિકા પાદુકોણથી શ્રદ્ધા કપૂર સુધીની અભિનેત્રીઓ લેઝર હેર રીમુવલ અપનાવીને ફૂલ બોડી હેરથી છુટકારો મેળવે છે.

બોડી હેર રીમુવ કરવા માટે અન્ય બીજી પદ્ધતિઓ પણ છે જેમ કે, એપીલેટર, હેર રીમુવિંગ ક્રીમ, હેર રીમુવિંગ સોપ, પ્લકિંગ્સ, થ્રેડીંગ વગેરે આપે કોઇપણ પદ્ધતિને અપનાવતા પહેલા એ વાતનું અવશ્ય ધ્યાન રાખવું જોઈએ કે, આપની સ્કીન મુજબ કેવી પદ્ધતિ સારી રહેશે.