મેડિકલ સાયન્સે અશક્યને બનાવ્યું શક્ય, જુઓ હેન્ડ ટ્રાન્સપ્લાન્ટનો ચમત્કાર

મેડિકલ સાયન્સે અશક્યને બનાવ્યું શક્ય – જુઓ હેન્ડ ટ્રાન્સપ્લાન્ટનો ચમત્કાર

image source

આજે માનવ શરીરને ચિત્ર વિચિત્ર, ઓછી ગંભીરથી માંડીને અત્યંત ગંભીર બીમારીઓ થતી હોય છે. કેટલીક બીમારીઓ એટલી ગંભીર હોય છે કે માણસે જીવ ગુમાવવાનો વારો આવે છે. અને માત્ર બીમારીઓ જ નહીં ઘણીવાર અકસ્માતો પણ માણસના જીવનની દીશા પલટી નાખે છે. અકસ્માતમાં કોઈ પોતાનો જીવ ગુમાવે છે તો કોઈ પોતાનો પગ ગુમાવે છે તો કોઈ પોતાના હાથ ગુમાવે છે.

મહારાષ્ટ્રના પૂણેમાં રહેતી 21 વર્ષની શ્રેયા સિદ્નાગોદરે 2016માં એક અકસ્માતમાં પોતાના બન્ને હાથ ગુમાવી દીધા હતા. ત્યાર બાદ 2017માં કોચિમાં અમૃતિ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIMS)માં તેણીના હાથનું ટ્રાન્સપ્લાન્ટેશન ઓપરેશન કરવામાં આવ્યું હતું.

image source

એશિયાનું આ પ્રથમ એવું ઇન્ટર-જેન્ડર હેન્ડ ટ્રાન્સપ્લાન્ટ હતું. ઇન્ટર જેન્ડર હેન્ડ ટ્રાન્સપ્લાન્ટ એટલે સ્ત્રીમાં પુરુષના હાથનું ટ્રાન્સપ્લાન્ટેશન. જો કે તે પહેલાં શ્રેયાએ પ્રોસ્થેટિક હાથનો ઉપયોગ કર્યો હતો પણ ત્યાર બાદ તેણે સર્જરી કરાવવાનું નક્કી કર્યું.

શ્રેયામાં એક યુવાનના હાથનું પ્લાન્ટેશન કરવામાં આવ્યું હતું જે સ્વાભાવિક રીતે જ શ્રેયાના શરીરના રંગ કરતાં અલગ રંગ ધરાવતા હતા. શ્રેયાના શરીર કરતાં ટ્રાન્સપ્લાન્ટ કરવામા આવેલા હાથ શ્યામ હતા. પણ ધીમે ધીમે તે હાથનો રંગ બદલાવા લાગ્યો અને શ્રેયાના શરીર જેવા જ રંગના તે હાથ થઈ ગયા. શ્રેયા માટે આ અત્યંત ખુશીના સમાચાર હતા. તમને જણાવી દઈએ કે ઓપરેશન બાદ શ્રેયાએ સતત દોઢ વર્ષ ફીઝીયોથેરાપી કરાવી હતી.

image source

તમને જણાવી દઈએ કે અત્યાર સુધીમાં 200 કરતાં પણ ઓછા હાથનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે. પણ શ્રેયાનું હેન્ડ ટ્રાન્સપ્લાન્ટેશન અનોખું છે કારણ કે અત્યાર સુધીમાં ટ્રાન્સપ્લાન્ટ થયેલા હાથે પોતાનો મૂળ રંગ છોડીને મુખ્ય બોડીનો રંગ અપનાવ્યો હોવાની આ પ્રથમ ઘટના છે. ડોક્ટર્સના જણાવ્યા પ્રમાણે આ પહેલો મામલો છે.

શ્રેયાને કોના હાથ મળ્યા હતા દાનમાં

image source

શ્રેયાને જે યુવાનના હાથ મળ્યા તેનું નામ હતું સચિન એર્નાકુલમ જે રાજગિરી કોલેજનો કોમર્સનો વિદ્યાર્થી હતો. 9મી ઓગસ્ટ 2017ના રોજ તે અકસ્માતનો ભોગ બન્યો હતો અને તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અને સારવાર દરમિયાન તેને બ્રેનડેડ જાહેર કરવામાં આવ્યો હતો. તે સમયે સચિનના કુટુંબીજનોએ તેનું શરીર દાન કરવાનું નક્કી કર્યું હતું અને શ્રેયા પણ પોતાના બે હાથ ગુમાવી બેઠી હતી માટે તેના માતાપિતા પણ ડોનરની શોધમાં હતા. અને 9મી ઓગસ્ટ 2017ના રોજ તેમના પર ફોન આવ્યો કે શ્રેયાને ડોનર મળી ગયો છે.

image source

શ્રેયાનું હેન્ડ ટ્રાન્સપ્લાન્ટેશન ઓપરેશન સતત 13 કલાક ચાલ્યું હતું. અને આ ઓપરેશનમાં કુલ 12 ડોક્ટર્સે કામ કર્યું હતું. ઓપરેશન કર્યા બાદ શ્રેયાએ દોઢ વર્ષ સુધી ફિઝિયોથેરાપીની ટ્રીટમેન્ટ લેવી પડી હતી.

સ્ત્રી-પુરુષના હોર્મોનમાં રહેલો તફાવત

image source

શ્રેયા એક યુવતિ છે અને મૃતક સચિન એક યુવક હતો આમ બન્નેના હોર્મોન્સ અલગ અલગ હોય છે. જો કે હજુ સુધી ઇન્ટર જેન્ડર હેન્ડ ટ્રાન્સપ્લાન્ટ અંગે વધારે સંશોધન થવા પામ્યું નથી. પણ ડોક્ટરો દ્વારા એવું અનુમાન લગાવામાં આવી રહ્યું છે કે યુવતિમાંના હોર્મોનલ પરિવર્તન ડોનર હાથનો રંગ બદલાવાનું કારણ હોઈ શકે છે. જો કે હજુ સુધી આવો ફેરફાર કોઈ પણ હેન્ડ ટ્રાન્સપ્લાન્ટમાં જોવા મળ્યો નથી આ એક પહેલો અને અનોખો કેસ છે.

હજું વધારે સંશોધનની જરૂર

image source

AIMS હોસ્પિટલના પ્લાસ્ટિક સર્જરી વિભાગના ડોક્ટર સુબ્રમણ્યમ ઐયર જણાવે છે કે તેઓ સાઇન્ટિફિક જર્નલમાં હેન્ડ ટ્રાન્સપ્લાન્ટના બે કેસ પ્રકાશિત કરવા જઈ રહ્યા છે. શ્રેયાના હાથના રંગમાં આવેલા પરિવર્તનનો રેકોર્ડ નોંધ્યો છે પરંતુ તેની આંગળીઓ અને હાથની બનાવટમાં જે પરિવર્તન આવ્યું છે તેને સમજવા માટે હજું સંશોધનની જરૂર છે. માટે તે વિષે વધારે જાણકારી પ્રકાશિત કરી શકાશે નહીં.

image source

શ્રેયાને પોતાના હાથ ફરીથી પાછા મળી ગયા છે જેની પાછળ ચોક્કસ મેડિકલ સાયન્સ જ જવાબદાર છે. પણ તેણીના હાથના રંગોમાં જે બદલાવ આવ્યો છે તે વિષે મેડિકલ સાયન્સ પણ કંઈ કહી શકે તેમ નથી માટે આને તો ભગવાનનો એક ચમત્કાર જ ગણવો જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ