તારક મહેતા સિરિયલ જોવો છો? તો જલદી વાંચી લો આ તમારી જાણીતી-માનીતી એક્ટ્રેસ ફરી આવી રહી છે પાછી

તારક મેહતા…માં રીટા રીપોર્ટર આવી રહી છે પાછી – મેટરનીટી બ્રેક બાદ પાછી ફરી

તારક મેહતાના દરેક કેરેક્ટરનું તેનું પોતાનું એક આગવું સ્થાન છે તેને એવી સરસ રીતે ચિત્રિત કરવામાં આવ્યા છે કે તેમને કેટલો સમય ફાળવવામાં આવે છે તે મહત્ત્વનું નહીં રહીને તે લોકોને કેટલા એન્ટરટેઇન કરે છે તે વધારે મહત્તવનું બની ગયું છે.

image source

તારક મહેતામાં છેલ્લા ઘણા સમયથી રીટા રીપોર્ટરનું પાત્ર જોવામાં નથી આવ્યું. રીટા રીપોર્ટરનું પાત્ર અભિનેત્રી પ્રિયા આહુજા દ્વારા ભજવવામાં આવે છે. અને છેલ્લા ઘણા સમયથી તે નાના પડદાથી ગાયબ રહી હતી કારણ કે તેણી મેટરનીટી લીવ પર હતી. તેણીએ ગત નવેમ્બર મહિનાની 27મી તારીખે એક સુંદર બેબી બૉયને જન્મ આપ્યો છે. જેની તસ્વીર તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Pri🐾 (@priyaahujarajda) on

જો કે તમને જણાવી દઈ કે રીટા એટલે કે પ્રિયા આહુજા પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર સુપર એક્ટિવ રહે છે તેણીએ પોતાની પ્રેગ્નન્સી દરમિયાનની ઘણી બધી તસ્વીરો ફેન્સ સાથે શેર કરી છે. અને લોકોને તે ખૂબ પસંદ પણ આવી છે. રીટા અને તેનો પતિ માલવ રાજડા દીકરાના જન્મ બાદ તો જાણે આસમાનમાં હોય તેવું ભવી રહ્યા છે.

તેણીએ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર દીકરા સાથેની અસંખ્ય તસ્વીરો શેર કરી છે જેમાં તેણી પોતાના દીકરાના આવવાથી કેટલી ખુશ છે તે તમે જોઈ શકો છો.

 

View this post on Instagram

 

A post shared by Pri🐾 (@priyaahujarajda) on

પ્રિયાએ પોતાની પ્રેગનન્સી પણ સોશિયલ મિડિયા પર અનાઉન્સ કરી હતી. રીટા પોતાના પતિ સાથેના રોમેન્ટિક વેકેશનની તસ્વીરો પણ શેર કરતી રહે છે.

પણ જો તમે તેને તારક મહેતામાં ફરી પાછી જોવા આતુર હોવ તો તમારી પ્રતિક્ષાનો અંત આવી ગયો છે કારણ કે તેણી નજીકના ભવિષ્યમાં ફરી પાછી તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં જોવા મળશે.

image source

હાલ સમગ્ર વિશ્વની સાથે સાથે ભારતમાં પણ કોરોના વયારસના પોઝીટીવ કેસીસ વધી રહ્યા છે. તેની વચ્ચે તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં પણ લોકોને તેના પ્રત્યે જાગૃત કરવા બાબતે જાણે અભિયાન હાથ ધરવામાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે તેમાં અવારનવાર COVID-19 સામે કેવી રીતે લડી શકાય તે માટેના સાવચેતીરૂપ પગલાંઓ દર્શાવવામાં આવે છે. અને પ્રિયા આહુજા આ જ બાબતે આવનારા એપીસોડ્સમાં રીપોર્ટીંગ કરતી જોવા મળશે.

image source

તમને જણાવી દઈ કે પ્રિયાના પતિ માલવ રાજડા તારક મેહતા કા ઉલ્ટા ચશ્માના ચીફ ડીરેક્ટર છે, અને તેણે પોતાના સોશિયલ મિડાય અકાઉન્ટ પર એક વિડિયો શેર કરી હતી જેમાં પ્રિયા રીટા રીપોર્ટર તરીકે પોતાના ડાયલોગ બોલતી જોઈ શકાય છે. તેણે આ વિડિયો શેર કરતાં કેપ્શન લખ્યું હતું, ‘અને રીટા પોતાના મેટરનીટી બ્રેક પરથી પાછી આવી ગઈ છે.’

 

View this post on Instagram

 

A post shared by Malav Rajda (@malavrajda) on

અને સાથે સાથે એ પણ લખ્યું હતું કે આ એક જ સમય એવો છે જ્યારે તે મારા ઓર્ડર્સ સાંભળે છે. આ વિડિયો શેર થતાં જ રીટાના ફેન્સમાં રીટાને તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં ફરી જોવાનું એક્સાઇટમેન્ટ વધી ગયું છે. જુઓ આ વિડિયોમાં રીટા રીપોર્ટર શું કરી રહી છે.

image source

તમને જણાવી દઈએ કે પ્રિયા આહુજા પોતાના પતિ માલવ રાજડા સાથે તારક મેહતાના સેટ પર જ પ્રેમમાં પડી હતી અને 2011ની 19મી નવેમ્બરે તેમણે પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. રીટાની ટેલીવિઝન કેરીયરની વાત કરીએ તો તેમી ઘણા બધા ટીવી શોઝમાં આ પહેલાં જોવા મળી છે જેમાં હોન્ટેડ નાઇટ્સ, સાવધાન ઇન્ડિયા@11, આ ઉપરાંત તેણે એક્સીડેન્ટ ઓન હીલ રોડ ફિલ્મમાં તેણીએ ફારુક શૈખની દીકરીની પણ ભૂમિકા ભજવી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ