યાદશક્તિ થી લઈને કેન્સર સુધીની બીમારીમાં ફાયદાકારક છે બદામ, જાણો કેવીરીતે કરશો ઉપયોગ…

સેહતમંદ રહેવા માટે આ રીતે રોજ ખાવ ૧૦ બદામ

જંકફૂડ, વધારે તળેલા શેકેલા ખાદ્ય પદાર્થ તેમજ બજારમાં વેચાઈ રહેલા જાત જાતનાં સોફ્ટડ્રિંક્સનાં કારણે આજકાલ કોલેસ્ટ્રોલ વધવાની સમસ્યા દરેક યુવા વર્ગનાં લોકોમાં સામાન્ય બની ગઈ છે. કોલેસ્ટ્રોલનું સ્તર વધવાથી સૌથી વધારે જોખમ હ્દયસંબધી રોગોનું હોય છે.એવામાં કસરત તેમજ સંતુલિત આહાર સાથે જો નિયમિત રૂપથી બદામ ખાવાની આદત પાડવામાં આવે તો સેહતમંદ રહી શકાય છે.આવો જાણીએ બદામનાં ફાયદાઓ વિશે.

ઘણી બિમારીઓમાં લાભકારી

બદામમાં રહેલું પ્રોટિન હ્દયને માટે ખાસ બેસ્ટ છે. તેમાં વિટામિન-એ ,ઈ અને ડી,રાઈનોફ્લેવિન ,ફાયબર,કેલ્શિયમ વગેરે જેવા ઘણા ખનિજ તત્વોનો સમાવેશ થાય છે. રોજ બદામ ખાવાથી હ્દયથી જોડાયેલી મુશ્કેલીઓ ,હાઈ બીપી,વધારે યૂરિક એસિડ બનવાની સમસ્યા અને અન્ય બિમારીઓમાં ફાયદો થાય છે. શંશોધન અનુસાર હાર્ટએટેક,કોરોનરી હાર્ટ ડિસીઝ, નળી બ્લોકેડ જેવી હ્દય સબંધી રોગોની આશંકાને ઓછી કરવા માટે બદામને સહાયક બની રહે છે.

યાદશક્તિ વધારે :

સ્મરણ શક્તિને સારી બનાવવા માટે બદામના સેવનને ઘણું જ ઉપયોગી માનવામાં આવે છે. બદામની સેવન અલજાઇમર અને અન્ય મગજ સંબંધિત રોગ દૂર કરવામાં મદદ મળી રહે છે. રોજ સવારે પાંચ બદામ ખાવી જોઈએ.

સ્કીનનું રાખે છે ધ્યાન –

બદામનું તેલ એ ઉત્તમ મશ્ચારાઇઝર છે. તેમાં રહેલ ઓલિન ગ્લાસરાઇડ એસીડ જે બ્લેકહેડ્સ દૂર કરે છે તે ઉપરાંત ત્વચાને ડ્રાય થતી અટકાવે છે.

કેન્સરનો ખતરો ટાળે છે :

બદામમાં ફાઇબર ખૂબ વધારે પ્રમાણમાં રહેલું છે. ફાઈબર આપણા પાચનની કાર્યવાહી માટે યોગ્ય ગણાય છે. પાચનક્રિયા એકદમ સારી રહેવાથી કોલોન કેન્સરનું જોખમ ખૂબ ઓછું થઈ જાય છે.

સિમિત માત્રામાં ખાવ :

અમુક લોકોનું માનવું છે કે જાડા લોકોને બદામ તેમજ ડ્રાયફ્રૂટ્સ ન ખાવા જોઈએ ,તેનાથી તેમનું વજન વધારે વધી જાય છે.આવુ બિલકુલ નથી સિમિત માત્રામાં તે ખાઈ શકે છે.સામાન્ય રીતે નાના બાળકોને ૫ અને કિશોર અને વયસ્કોને રોજ ૧૦-૧૨ બદામ પોતાના ડાયેટમાં શામેલ કરવી જોઈએ .જાડાપણું ,કિડની સંબંધિ સમસ્યાઓ અને ડાયાબિટીસનાં દર્દીઓ વિશેષજ્ઞની સલાહથી તેની માત્રાને ડાયેટમાં શામેલ કરો.

ધ્યાન રાખો :

બદામની છાલમાં પ્રચુરમાત્રામાં ફાયબર મળી આવે છે.સાથે જ વિટામીન બીનો સારો સ્ત્રોત છે.અમુક લોકો તેની તાસિર ગરમ માને છે અને તેને પલાળીને કે છીણીને ખાય છે.એવામાં તેનો પૂરો ફાયદો નથી મળી શકતો.એટલે બદામને પલાળ્યા વગર જ ખાવી જોઈએ.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ