ટીવી સીરીયલની કમાણી જાણીને તમારી આંખો થઇ જશે ચાર…

શું તમને ક્યારેય એવી જિજ્ઞાશા થઈ છે કે ટીવી ચેનલ્સ કમાણી કેવી રીતે કરતી હશે ?

ટેલીવિઝનની જ્યારથી શોધ થઈ છે ત્યારથી તેની માંગ સતત વધતી જ જઈ રહી છે. ટેક્નોલોજી બદલાવાની સાથે સાથે ભલે તેનો દેખાવ બદલાયો હોય પણ તેનો ઉદ્દેશ તો તે જ રહ્યો છે અને તે છે મનોરંજન. હા ટેલિવિઝન દ્વારા આપણને ઘણી બધી માહિતીઓ મળે છે પણ મોટે ભાગે આપણે તેનો ઉપયોગ મનોરંજન માટે જ કરીએ છીએ.

 

View this post on Instagram

 

A post shared by tmkoc_fp (@tmkocfp) on


ભારતમાં નવું નવું ટેલિવિઝન આવ્યું તે વખતે ગણીને એક સરકારી ચેનલ શરૂ કરવામાં આવી હતી ત્યાર બાદ સરકાર દ્વારા જ રીજનલ ચેનલ શરૂ થઈ અને ધીમે ધીમે ખાનગી કંપનીઓએ તેમાં પગ પેસારો કર્યો અને આમ ટેલિવિઝન આજે વિશ્વની ગલીએ ગલીએ પહોંચી ગયું છે. અને છાપા તેમજ ફ્લાયરમાં છપાતી જાહેરાતો હવે ટેલિવિઝનમાં ચલચિત્ર રૂપે આવવા લાગી. અને લોકોને વિસ્તારથી જે તે ઉત્પાદનો બાબતે જાણકારી મળવા લાગી. શરૂ શરૂમાં તો લોકો ટીવી પર આવતી જાહેરખબરો ખુબ જ રસપૂર્વક જોતા હતા પણ હવે લોકોને જાહેરાતોમાં તેટલો રસ રહ્યો નથી. તેમ છતાં આપણને હંમેશા એવી જિજ્ઞાશા થતી હશે કે જાહેરાતો દ્વારા ટીવી ચેનલ્સ કેટલી કમાણી કરી લેતી હશે ? તો તમારી તે જિજ્ઞાશાને સંતોષવા માટે અમે આજની આ પોસ્ટ લાવ્યા છીએ.

 

View this post on Instagram

 

A post shared by Colors TV (@colorstv) on

દરેક ટીવી ચેનલ્સના એડવાર્ટાઇઝમેન્ટના પર સેકન્ડ્સના ભાવ અલગ અલગ હોય છે. તે એટલા માટે કારણ કે પ્રેક્ષકો દ્વારા કેટલીક ચેનલ્સ વધારે જોવામાં આવે છે તો કેટલીક ઓછી અને જે ચેનલ્સ વધારે જોવામાં આવશે તે ચેનલ્સની એડવર્ટાઇઝમેન્ટના ભાવ વધારે હોય છે. કારણ કે તે જાહેરખબર તેટલા વધારે લોકો સુધી પહોંચે છે માટે તેનો ભાવ પણ વધારે હોય છે. પણ અહીં માત્ર ચેનલે ચેનલે જ એડવર્ટાઇઝમેન્ટના ભાવ નથી બદલા તા પણ પ્રોગ્રામે પ્રોગ્રામે અને દર અરધા કલાકે કે પછી ચોક્કસ ટાઇમ સ્લોટ પ્રમાણે ભાવ બદલાતા હોય છે.

 

View this post on Instagram

 

A post shared by salil arunkumar sand (@salilsand) on

દા.ત. સબ ચેનલ પર આવતી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા પ્રોગ્રામ દરમિયાન જાહેરખબરનો ભાવ સૌથી ઉંચો હોય છે. જે દર સેકન્ડના 21000થી 22000 સુધી પહોંચી જાય છે. તો બીજી બાજુ સ્ટાર પ્લસ જેવી ચેનલનો સવારના સાતથી સાંજના સાત સુધીનો ભાવ નીચો હોય છે તો સાંજના સાત બાદ જ્યારે બધી જ સિરિયલ્સના ફ્રેશ એપિસોડ ટેલિકાસ્ટ કરવામાં આવે ત્યારે ભાવ ઉંચા હોય છે. આ ભાવમાં જમીન આસમાનનો ફરક હોય છે.

ટેલીવિઝન રેટિંગ પોઇન્ટ – TRP

 

View this post on Instagram

 

A post shared by StarPlus (@starplus) on

હવે એ કુતુહલ થતું હશે કે આ ભાવ નક્કી કેવી રીતે થતા હશે ? તો આ ભાવ ટીઆરપીના આંકડા પરથી નક્કી થાય છે. તો પછીઆ ટીઆરપી શું હશે ? ટીઆરપી એટલે ટેલિવિઝન રેટિંગ પોઇન્ટ એટલે કે જે પ્રોગ્રામને સૌથી વધારે દર્શકો દ્વારા જોવામાં આવે અને તેના આધારે રેટિંગ આપવામાં આવે તે.

BARC – બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલ – ટીઆરપી નક્કી કરનાર વેબસાઇટ

હવે તમને પ્રશ્ન એ થતો હશે કે આ ટીઆરપી નક્કી કોણ કરે ? તો આ ટીઆરપી નક્કી કરે છે BARC એટલે કે બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલ. આ એક વેબસાઇટ છે જે પોતાના દ્વારા પસંદ કરવામાં આવેલા ઘરો પર પોતાનું ડિવાઇઝ લગાવી તે ઘરના લોકો કયા સમયે કઈ ચેનલ જુએ છે ક્યો પ્રોગ્રામ જુવે છે તેના પર નજર રાખે છે અને એક મોટો ડેટા ભેગો કરે છે. અને આ ડેટાની ચોક્કસાઇ તપાસી તે પોતાનો આ ડેટા જે-તે ટિવી ચેનલ્સને પુરો પાડે છે જેના આધારે તેઓ પોતાના પ્રોગ્રામ્સ દરમિયાન આવતી એડવર્ટાઇઝમેન્ટના પર સેકન્ડ ભાવ નક્કી કરે છે.

 

View this post on Instagram

 

A post shared by Crime Petrol (@crimepatroll) on

જો કે આ માહિતિઓ સંપૂર્ણ સચોટ હોય છે તેવું નથી અને આ વેબસાઇટ પણ તેવી કોઈ ગેરેન્ટી આપતું નથી. કારણ કે તે શક્ય નથી કે તેમના દ્વારા ભેગો કરવામાં આવેલો ડેટા ચોક્કસ હોય. કારણ કે ઘણીવાર એવું બનતું હોય છે કે ઘરમાં માણસ સુઈ જાય અને ટીવી ચાલુ રહી જાય. પણ હા એટલું ખરું કે આ માહિતી વિશ્વાસપાત્ર ચોક્કસ હોય છે. એક વખત એવો ડેટા કલેક્ટ થયો હતો જેમાં એક ગામના લોકો માત્ર ઇંગ્લીશ ચેનલ્સ જ જોતાં હતાં. જે ખરેખર શક્ય ન હોય. માટે આવી અચોક્કસતા આ માહિતિઓમાં રહી જતી હોય છે.

 

View this post on Instagram

 

A post shared by ashnoor_reem_surbhi (@ashnoor_reem_surbhi) on

બીએઆરસી વેબસાઇટ પાસે ભારતની લગભગ 90 ટકા ચેનલ્સના કોટ્રાક્ટ છે. અત્યાર સુધી BARC વેબસાઇટ પોતાના આ ડિવાઇઝ દ્વારા પસંદ કરેલા લાખો ઘરોના લોકો શું જુએ છે તેનો ડેટા કલેક્ટ કરીને ચેનલ્સને તેની જાણકારી પુરી પાડતી હતી. જેમાં તેઓ તેમણે જે પણ ચેનલ્સના કોન્ટ્રાક્ટ લીધા હોય તેના પ્રોગ્રામોની ઓડિયો ફાઇલમાં કેટલાક વોટર માર્કિંગ કરતા એટલે કે તેમાં પોતાની કેટલીક ઓડિયો એડ કરતા જે દર્શકો નથી સાંભળી શકતા પણ તેમનું જે ડિવાઇઝ છે તે સાંભળી લેતું અને તે દ્વારા તેમને જાણ થઈ જતી કે જે તે ઘરમાં ક્યો પ્રોગ્રામ ચાલી રહ્યો છે. અને તે દ્વારા તેઓ નક્કી કરતા કે કઈ ચેનલ્સનો કયો પ્રોગ્રામ લોકો વધારે જુએ છે.

 

View this post on Instagram

 

A post shared by D E B 🇮🇳 (@beingdebjoy) on

પણ સેટ ટોપ બોક્ષ આવ્યા બાદ તેમની આ સમસ્યા ઘણા અંશે દૂર થઈ ગઈ છે. કારણ કે BARC એ તાજેતરમાં જ એરટેલ ડીટીએચ સાથે કોન્ટ્રાક્ટ કર્યો છે જેમાં એરટેલ પોતાના સેટટોપ બોક્ષના ઉપયોગથી BARCને માહિતી આપશે કે તેમના ગ્રાહકો શું જુએ છે અને તેના આધારે BARC ટીઆરપી નક્કી કરશે. અને તેમનો વિચાર બીજી ડીટીએચ કંપનીઓ સાથે પણ આ પ્રકારે કોન્ટ્રાક્ટ કરવાનો છે. હા આમ કરવાથી એક વધારે એક્યુરેટ ડેટા મળી શકશે. પણ એક જોતાં તો આ આપણી પ્રાઇવસી પર જ એક પ્રહાર છે કારણ કે આપણે શું જોઈ રહ્યા છીએ તે હવે બહારના લોકોને પણ ખબર પડવા લાગશે. પણ તે આપણા હાથમાં નથી.

 

View this post on Instagram

 

A post shared by salil arunkumar sand (@salilsand) on

ઘરે ઘરે સેટટોપ બોક્ષ લાવાનો ઉદ્દેશ પણ આ જ છે કે જેના દ્વારા સરકાર તેમજ વિવિધ ચેનલો તમે શું જોવાનું પસંદ કરો છો તેના પર નજર રાખી શકે. BARC દ્વારા આ ડેટા દર અઠવાડિયે રિલિઝ કરવામાં આવે છે. અને આમ દર અઠવાડિયે એડવર્ટાઇઝમેન્ટના ભાવમાં ફેરફાર થતાં રહે છે.

 

View this post on Instagram

 

#kapilsharma #thekapilsharmashow #onlykapilsharmamatters #tkss #cnwk #love #king

A post shared by Aniket Saha (@kapil_is_my_life) on

સબ ચેનલ પર આવતી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલ દરમિયાન આવતી એડવર્ટાઇઝમેન્ટનો પર સેકન્ડનો ભાવ 21000થી 22000 નો છે. અને તમારે કોઈ પણ ચેનલ પાસે ઓછામાં ઓછી 10થી 15 સેકન્ડ તો લેવી જ પડે છે આમ ગણતરી કરવા જઈએ તો માત્ર 15 સેકન્ડની જાહેરાતના ઉત્પાદક ત્રણથી સાડા ત્રણ લાખ ચુકવે છે. તેવી જ રીતે આજતક ન્યૂઝ ચેનલનો પર સેકન્ડનો ભાવ 2000નો છે અને સ્ટાર પ્લસનો પ્રાઇમ ટાઇમ ભાવ 14000 સુધીનો છે. તો તે પહેલાંનો ભાવ સીધો 2000 રૂ. પ્રતિ સેકન્ડ કે પછી સાવ જ 700રૂ. પ્રતિ સેકન્ડ જેટલો નીચો હોય છે. તો લાઇવ મેચ દરમિયાન આવતી એડવર્ટાઇઝમેન્ટનો ભાવ વધારે હોય છે. તો રેકોર્ડેટ મેચ દરમિયાન જાહેરખબરનો ભાવ નીચો હોય છે.

 

View this post on Instagram

 

A post shared by erica & parth lovers (@kasoti_zindagi_ki_02) on

આમ જે સમયે સૌથી વધારે દર્શકો જે પ્રોગ્રામ જોતા હોય છે તેનો ભાવ સૌથી ઉંચો હોય છે.

આશા છે તમારી જીજ્ઞાશાને અમે ઘણાઅંશે સંતોષી હશે.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ