દુનિયાનો સૌથી નાનો સિરિયલ કિલર, જેમણે માત્ર 8 વર્ષની ઉમરમાં કરી નાખ્યા ત્રણ ખૂન

ઘણા સીરીયલ કિલર દુનિયાભરમાં પ્રખ્યાત થયા, જેમણે ઘણા લોકોને મોતને ઘાટ ઉતારી દીધા હતા. તેમાંથી કેટલાકને પકડવામાં આવ્યા હતા, જ્યારે ઘણા હજી પોલીસની પહોંચની બહાર છે. આજે અમે તમને વિશ્વના સૌથી નાના સીરિયલ કિલર વિશે જણાવવા જઈ રહ્યા છે, જેમણે ફક્ત આઠ વર્ષની ઉંમરે ત્રણ લોકોને મારી નાખ્યા હતા. સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે તેણે આ હત્યાઓ માત્ર મનોરંજન માટે કરી હતી.

image soucre

ખરેખર, આ કહાની છે, બિહારના બેગુસરાયની છે, જ્યાં આઠ વર્ષના બાળકને વિશ્વનો સૌથી નાનો સિરિયલ કિલર અથવા ભારતનો સૌથી નાનો સિરિયલ કિલર કહેવામાં આવે છે. તો બીજી તરફ કેટલાક લોકો આ બાળકને ‘મિનિ સીરીયલ કિલર’ પણ કહે છે. તેમણે કુલ ત્રણ હત્યા કરી હતી અને ત્રણેય એક વર્ષથી ઓછી ઉંમરના બાળકો હતા.

image soucre

વિશ્વના સૌથી નાના સીરિયલ કિલરનું નામ મહેશ (નામ બદલ્યું છે) છે. તેનો જન્મ 1998માં બેગુસરાયના એક ગામમાં થયો હતો. તેના પિતા મજૂર તરીકે કામ કરતા હતા. આ ઘટનાની શરૂઆત 2007માં થઈ હતી, જ્યારે તેણે પોતાના જ એક પિતરાઇ ભાઇની પહેલી હત્યા કરી હતી. થોડા દિવસો પછી, તેણે પોતાની સગી બહેનની બીજી હત્યા કરી, જે ફક્ત છ મહિનાની હતી. તેણે બંનેને માટીના નળીયા દ્વારા ટીપી ટીપીને મારી નાખ્યા હતા.

image soucre

સૌથી આશ્ચર્યજનક વાત એ હતી કે મહેશ (બદલાયેલ નામ) દ્વારા કરાયેલા બંને હત્યાઓ વિશે તેના પરિવારજનો જાણતા હતા, પરંતુ તેઓએ આ કેસની અવગણના કરી હતી. પરિણામે, બે કે ત્રણ મહિના પછી, તેણે બીજી એક છોકરીની હત્યા કરી, જેની ઉંમર પણ એક વર્ષથી ઓછી હતી, પરંતુ પોલીસે આ પછી તેને પકડી લેતાં આ તેની છેલ્લી હત્યા બની હતી.

image soucre

પોલીસે જ્યારે ગુમ થયેલી યુવતી વિશે મહેશ (બદલાવેલ નામ)ને પૂછ્યું તો તે હસવા લાગ્યો. પોલીસ જેટલી વાર તેને પૂછતી, તે હસતો જ રહેતો હતો. છેવટે, લાંબા સમય પછી તેણે પોતાનું મોં ખોલ્યં અને તેણે બાળકીને નળીયાથી ઘા મારીને મારી નાખી હોવાની કબુલાત કરી. આ પછી પોલીસે તેનો મૃતદેહ ક્યાં હતો તે પૂછ્યું, તેથી તે તેમને એક નિર્જન ફાર્મમાં લઈ ગયો, જ્યાંથી યુવતીની ડેડબોડી મળી આવી.

image soucre

હવે પોલીસ મૂંઝવણમાં મૂકાઈ ગઈ કે આટલું નાનો બાળક કોઈને કેવી રીતે મારી શકે છે અને કેમ? જ્યારે આ અંગે તેની પૂછપરછ કરવામાં આવી, ત્યારે તેણે જણાવ્યું કે તેમને મારવામાં મજા આવતી હતી. તે જ્યારે રડતો ત્યારે તેને ગમતુ. હવે પોલીસને સમજવામાં લાંબુ સમય લાગ્યો નહીં કે આ કેસ માનસિક બિમારીનો હોઈ શકે.

image socure

મહેશને ડોક્ટર પાસે લઈ જવામાં આવ્યો, જ્યાં તપાસ કર્યા પછી જાણવા મળ્યું કે તેની માનસિક સ્થિતિ સારી નથી, તેને કન્ડક્ટ ડિસઓર્ડર છે. મનો ચિકિત્સકોના મતે, આ અવસ્થામાં, બાળકો ખૂબ જ હતાશ રહે છે અને તેઓ અન્ય લોકોને દુખ પહોંચાડવામાં ખુશ થાય છે. તેમને એવો ખ્યાલ જ નથી રહેતો કે તેમના આ વર્તનથી બીજાઓ પર શું અસર થાય છે. હવે પોલીસ ખૂબ મૂંઝવણમાં પડી ગઈ કેમ કે મહેશે ત્રણ ત્રણ હત્યા કરી હતી, પરંતુ તે હજી સગીર હતો અને ભારતીય કાયદા મુજબ સગીરને સજા નથી કરાતી.

image source

જો કે બાદમાં પોલીસે કોર્ટમાં અપીલ કરી હતી કે મહેશને બાળ સુધારણા ગૃહમાં એક અલગ રૂમમાં રાખવામાં આવે. કારણ કે તેની સાથે રહેવાથી બાકીના બાળકોના જીવને જોખમ વધી શકે છે. કોર્ટે અપીલ સ્વીકારી અને મહેશને એક અલગ રૂમમાં રાખવામાં આવ્યો. એવું કહેવામાં આવે છે કે તે ઘણા વર્ષો પછી તેને છોડી મુકવામાં આવ્યો હતો, પરંતુ હવે તે ક્યાં છે, તે કયા નામથી પોતાનું જીવન જીવે છે, કોઈ જાણતું નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ