કોરોનાનો હાહાકાર…દીવથી લઇને આ તમામ પર્યટન સ્થળોએ ફરવા જવાનું હમણાં ના વિચારતા, જાણી લો આ વિશે શું લેવાયો મોટો નિર્ણય

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધતા સમગ્ર રાજ્યમાં અનેક જગ્યાએ પ્રતિબંધો લગાવવામા આવી રહ્યા છે. શાળા કોલેજો અને જીમ પણ બંધ રાખવાની ફરજ પડી રહી છે. આ ઉપરાંત મહાનગરોમાં રાત્રી કર્ફ્યૂ લંબાવી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત જાહેર પરિવહનની બસો પણ કેટલીક જગ્યાએ બંધ કરવામાં આવી છે. હવે તેની અસર રાજ્યમાં આવેલા પર્યટન સ્થળો પર પણ પડી રહી છે. તમને જણાવી દઈએ કે, દીવ-દમણમાં જાહેર ફરવાના સ્થળો, બીચ અને પાર્કો રજા દિવસો એટલે કે શનિવાર અને રવિવારના રોજ બંધ રાખવાનો તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે મળી માહિતી પ્રમાણે જ્યાં સુધી સરકાર દ્વારા આગળનો આદેશ ન આવે ત્યાં સુધી આ નિયમ અમલમાં રહેશે. તો બીજી તરફ તંત્ર દ્વારા સ્થાનિક લોકોને બિન જરૂરી કામ વગર અન્ય રાજ્ય જેવા કે ગુજરાત, મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ,કર્ણાટક અને તામિલનાડુ રાજ્યોની મુલાકાત ન લેવા અપીલ કરવામા આવી છે.

image source

તો બીજી તરફ રાજ્યના પાટનગર ગાંધીનગર નજીક આવેલ મહુડી જતા દર્શનાર્થી માટે મોટા સમાચાર સામે આવ્યા છે. તંત્ર દ્વારા કોરોનાના ખતરાને જોતા આજથી પ્રખ્યાત મહુડી મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે,31 માર્ચ સુધી ભક્તો માટે મંદિર બંધ રાખવાનો નિર્ણય તંત્ર દ્વારા કરવામા આવ્યો છે. આ અંગે તંત્રએ જણાવ્યું કે, કોરોના મહામારીના કારણે આ નિર્ણય લેવાયો છે અને દર્શનાર્થીઓને ઘરે રહેવા મંદિર ટ્રસ્ટ તરફથી અપીલ કરવામાં આવી છે.

image soucre

તો બીજી તરફ વાત કરીએ દમણની તો 26મી જાન્યુઆરીએ દમણને કોરોના મુક્ત જાહેર કરવામાં આવ્યું હતુ. પરંતુ માત્ર 17 દિવસમાં કોરોનાના કેસો સામે આવતા ફફડાટ ફેલાયો છે. તમને જણાવી દઈએ કે, હાલમાં 50થી વધુ નવા કેસ સામે આવી ચુક્યા છે. નોંધનિય છે દમણ ખાતે શનિ-રવિની રજામાં મોટી સંખ્યામાં પર્યટકો આવતા હોય છે જેના કારણે કોરોના મહામારી ફેલાવાનો ખતરો વધુ રહે છે. જેના ધ્યાનમાં રાખીને દાનહ અને દમણ દીવ પ્રશાસને કોરોના સંક્રમણને રોકવા માટે શનિ રવિ તથા અન્ય જાહેર રજાના દિવસે જાહેર પર્યટન સ્થળો, બીચ, પાર્ક સહિત જ્યાં વધારે લોકો ભેગા થાય છે તેવા જાહેર સ્થળોને બંધ રાખવાનો નિર્ણય લેવામા આવ્યો છે.

image source

તો બીજી તરફ દીવમાં પણ પ્રશાસન હરકતમાં આવ્યું છે અને શાળા, કોલેજમાં કોરોના મહામારી દરમિયાન સરકારી ગાઈડ લાઈનનું કડક પણે પાલન કરવવા પગલા લીધા છે. આ ઉપરાંત દીવના સ્થાનિક લોકો માટે માસ્ક, સેનિટાઈઝર તથા જાહેર જગ્યાઓ પર સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરવું ફરજીયાત કરી દીધુ છે. નોંધનિય છે કે દિવ ખાતે રજાના દિવસોમાં રાજ્યમાંથી મોટી સંખ્યામાં લોકો જતા હોય છે. તેવામાં ત્યાં કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે તંત્ર સજજ બન્યુ છે. તો બીજી તરફ દિવ ડેપ્યુટી કલેકટર હરમંદિર સિંધે 3 કેસ નોંધાયા અંગે જાણકારી આપી હતી. દિવનાં વણાંકબારા ખાતે 3 વ્યક્તીઓને રેપિડ ટેસ્ટ રિપોર્ટ કોરોના પૉસેટિવ આવતા ત્રણેય વ્યક્તિઓને દિવ સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ભરતી કરવામા આવ્યા છે. અને આ વિસ્તારને કોંટાઇન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે.

image soucre

આ અંગે સંઘપ્રદેશના હેલ્થ અને ફેમિલી વેલ્ફેર વિભાગના સેક્રેટરી એ. મુથમ્માએ મિડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ગુજરાત અને મહારાષ્ટ્રમાં કોરોના કેસમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. આ ઉપરાંત શનિવાર અને રવિવારની રજામાં અંદાજે 20 હજારથી વધુ લોકો દમણ ખાતે ફરવા આવે છે. જેને કારણે ભીડ વધી જાયે છે તેથી આ દિવસોમાં બીચ, જમ્પોર સી ફેસ રોડ, પાર્ક અને અન્ય જાહેર સ્થળ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે અને લોકોને એક જગ્યા ભીડ ન કરવા જણાવાયું છે. આ ઉપરાંત તેમણે કહ્યું કે, પર્યટકોએ દમણની હોટલ કે રીસોર્ટમાં રોકાવા માટે 72 કલાક પહેલાનો કોરોના નેગેટિવ રીપોર્ટ પણ રજૂ કરવાનો રહેશે તો તેમને હોટેલમાં એન્ટ્રી આપવામાં આવશે.

image source

તમને જણાવી દઈએ કે, અમદાવાદ અને સુરતમાં રેકોર્ડ બ્રેક દૈનિક કેસનો આંકડો 400ને પાર નોધાયો છે. અમદાવાદ શહેરમાં આજે નવા 401 કેસ અને સુરત જિલ્લામાં 484 કેસ નોધાયા છે. સુરત શહેરમાં 365 અને જિલ્લામાં 103 કેસ નોધાયા છે, જે અત્યાર સુધીના સૌથી વધુ કેસ રહ્યાં છે. નોંધનિય છે કે, અમદાવાદમાં અત્યાર સુધીના સૌથી વધુ કેસ 21મી નવેમ્બરે 354 કેસ નોધાયા હતા. જોકે આ પહેલા 17મી મેના રોજ સુપર સ્પ્રેડરના આંકડા આંકડા મ્યુનિ.એ જાહેર કરતાં 701 કેસ હતા. શનિવાર સાંજના પાંચ વાગ્યા સુધીના વિતેલા 24 કલાકમાં કોરોનાના નવા 1565 કેસ નોધાયા છે, જે છેલ્લા 112 દિવસમાં સૌથી વધુ આંકડો નોધાયો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ