આ રીતે લોન્જરી સ્ટોર્સમાં લોન્જરી ડિસ્પ્લેની થઇ શરૂઆત, જાણો 5 અજબ ગજબ વાતો, જે જાણીને તમને પણ લાગશે નવાઇ

તમારી આસપાસ ઘણી એવી વસ્તુઓ છે જેના વિશે અજબ ગજબ વાતો કદાચ તમે નહિ જાણતા હોવ. આવી વાતો વિશે જાણીને તમે ચોંકી જશો અને તમારું જ્ઞાન પણ વધશે.

1) કેવી રીતે થઈ લોન્જરી સ્ટોર્સમાં લોનજરીસમાં ડિસ્પ્લેની શરૂઆત?

image soucre

આપણે ઘણીવાર એ વિચારીએ છીએ કે સ્ત્રીઓ માટે લોનજરીઝ કોણ ખરીદે છે? સ્વાભાવિક જ છે સ્ત્રી જ… પણ આ જવાબ સંપૂર્ણરીતે સાચો નથી. લોન્જરી ખરીદવામાં મહિલાઓ કરતા પુરુષો આગળ છે અને એનું કારણ એ છે કે પુરુષ પોતાની પત્ની કે પ્રેમિકાને લોન્જરી ગિફ્ટ કરવાનું પસંદ કરે છે. ખાસ વાત એ છે કે લોન્જરી સ્ટોર્સમાં જઈને લોન્જરી ખરીદવા કરતા પુરુષો લોન્જરીઝની ઓનલાઇન શોપિંગ કરવાનું પસંદ કરે છે. કારણ કે આવું કરતી વખતે એમને કોઈ જોઈ નથી શકતું અને એ સરડતાથી પોતાની પત્ની કે પ્રેમિકા માટે લોન્જરી ખરીદી શકે છે.આંકડા અનુસાર વેલેન્ટાઈન ડે, લગ્નની સિઝન દરમિયાન પુરુષો લોનજરીઝની શોપિંગ વધુ કરે છે. એનું એક મોટું કારણ એ છે કે લગ્નની સીઝનમાં મોટાભાગે કપલ્સની વેડિંગ એનિવર્સરી હોય છે એટલે પુરુષ પોતાની વાઈફ માટે લોનજરીઝ ખરીદે છે. એ જ રીતે વેલેન્ટાઈન ડે પર પણ પુરુષ પોતાની પત્ની કે પ્રેમિકા માંગે લોન્જરીઝ ગિફ્ટ કરવાનું પસંદ કરે છે. તમને એ જાણીને હેરાની થશે કે પુરુષોના કારણે જ લોન્જરી સ્ટોર્સમાં લોન્જરીના ડિસ્પ્લેની શરૂઆત થઈ હતી. એવું કેમ થયું એ આજે અમે તમને જણાવીશું.ભારતીય પુરુષો જ્યારે પોતાના દેશની બહાર જાય છે તો એમની શોપિંગ લિસ્ટમાં સૌથી ઉપર લોનજરીઝનું નામ હોય છે. એ પોતાની પત્ની કે પ્રેમિકાને લોન્જરી ગિફ્ટમાં આપવી પસંદ કરે છે. પણ દુનિયાના બધા પુરુષોની જેમ ભારતીય પુરુષ પણ લોન્જરી સ્ટોર્સમાં જઈને અલગ અલગ સ્ટાઇલ વિશે પૂછતાં ખચકાટ અનુભવે છે.આ વાત જલ્દી જ લોન્જરી સ્ટોર્સના માલિકો સમજી ગયા. એમને પુરુષોની સમસ્યાને સમજીને અને લોનજરીઝનું વેચાણ વધારવા માટે એક આઈડિયા કર્યો અને દરેક પેટરણની લોનજરીઝની સ્ટાઈલિશ રીતે ડિસ્પ્લે કરવાનું શરૂ કર્યું. એનાથી પુરુષો ડિસ્પ્લે કરેલી લોન્જરીઝ પસંદ કરીને એને ખરીદવા લાગ્યા.

2) કેવી રીતે થયો ગર્ભનિરોધક ગોળીઓની શોધ.

image soucre

આજકાલ બર્થ કંટ્રોલ પીલ્સ ખૂબ જ સામાન્ય થઈ ગઈ છે. તમે પણ ક્યારેક ને ક્યારેક ગર્ભનિરોધક ગોળીઓનો ઉપયોગ કર્યો હશે. પણ શું તમે જાણો છો કે ગર્ભનિરોધક ગોળીઓની શોધ કોને કરી હતી? તમને જાણીને હેરાની થશે કે ગર્ભનિરોધક ગોળીઓની શોધ કોઈ પુરુષે નહિ પણ એક સ્ત્રીએ કરી હતી. હા તમને જાણીને ખુશી થશે કે બર્થ કંટ્રોલ પીલ્સની શોધ માર્ગરેટ હિગીન્સ સેંગર નામની એક સ્ત્રીએ કરી હતી. માર્ગરેટ હિગીન્સ સેંગર પોતાના માતા પિતાનું અગિયારમું સંતાન હાંફી એટલે કદાચ એને ગર્ભનિરોધક ગોળીઓનું મહત્વ સારી રીતે ખબર હતું.પણ તમને એ જાણીને ખૂબ જ દુઃખ થશે કે બર્થ કંટ્રોલ ક્લિનિક ચલાવવાના આરોપમાં વર્ષ 1917માં માર્ગરેટ સેંગરને જેલની સજા થઈ હતી.IVF અને ગર્ભનિરોધક ગોળીઓની શોધક અમેરિકન બાયોલોજીસ્ટ અને શોધકર્તા ગ્રેગોરી ગુડવીન પિંક્સને પણ માનવામાં આવે છે.ગ્રેગોરી ગુડવીન પિંક્સ બાળપણથી જ શોધક સ્વભાવના હતા જેના કારણે એમને એક એવી કોન્ટ્રાસેપ્ટિવ પિલ બનાવી જેની મદદથી સ્ત્રીઓ ગર્ભવતી થવાથી બચી શકે છે. ગ્રેગોરીની ઉત્સુકતા હોર્મોનલ ચેન્જ અને રિપ્રોડક્શન પ્રોસેસમાં થતા બદલાવમાં હતી.રિપ્રોડક્શન પ્રક્રિયાને શુ વચ્ચે જ રોકી શકાય જેવા સવાલોના જવાબના રૂપમાં ગ્રેગોરી ગુડવીન પિંક્સને 1934માં પહેલીવાર આ ક્ષેત્રમાં મોટી સફળતા મળી જ્યારે સસલામાં વીટ્રો ફર્ટિલાઈઝેશન પ્રોડ્યુસ કરવામાં એ સફળ થઈ. ગ્રેગોરીએ કમબાઇન્ડ કોન્ટ્રાસેપ્ટિવ પીલ્સની પણ શોધ કરી. ગ્રેગોરી ગુડવીન પિંકસે ધ કન્ટ્રોલ ઓફ ફર્ટિલિટી અને ધ એગ્સ ઓફ મેમલ્સ નામના પુસ્તકો પણ લખ્યા જે આજે પણ આ ક્ષેત્રમાં થનારી શોધમાં મદદરૂપ સાબિત થાય છે.

3) ટીવી સિરિયલને ડેલી શોપ કેમ કહેવાય છે.?

image source

શુ તમે જાણો છો કે જે ડેલી શોપ એટલે કે ટેલિવિઝન ઓર આવતા સ્પોન્સરડ ટીવી પ્રોગ્રામ્સ તમે આટલા લગાવથી જોવો છો એમના નામની શરૂઆત કઈ રીતે થઈ? તમેં જે સિરિયલ ટીવી પર જોવો છો એને ડેલી શોપ કેમ કહે છે? થઈ ગયાને હેરાન? તો ચાલો આજે અમે તમને જણાવીએ કે આખરે ટીવી સિરિયલ્સને ડેલી શોપ કેમ કહેવામાં આવે છે.આ વાત બહુ જૂની છે. જ્યારે યુએસએમ ઓપેરાઝે ટીવીની દુનિયમ પોતાનું પહેલું ડગલું ભર્યું ત્યારે સાબુ બનાવનારી એટલે કે શોપ કંપનીઓમાં એને સ્પોન્સર કરવાની જાણે સ્પર્ધા ચાલુ થઈ ગઈ. સાબુ બનાવનારી બધી કંપનીઓ ઈચ્છતી હતી કે એમનો સાબુ એટલે કે એમનો શોપ ઓપેરાઝને સ્પોન્સર કરે. સાબુની કંપનીઓની આ સ્પર્ધા જોઈ ઓપેરાઝનું નામ શોપ ઓપેરા પડી ગયું. મજેદાર વાત એ છે કે આજે પણ આવા ટેલિવિઝન કાર્યક્રમોને ઘણી કંપનીઓ સ્પોન્સર કરે છે પણ આજે પણ ટીવી પર આવતા પ્રોગ્રામ ડેલી શોપ જ કહેવાય છે.

4) કેવી રીતે થઈ પોટેટો ચિપ્સની શરૂઆત.

image soucre

શુ તમે જાણો છો કઈ રીતે થઈ પોટેટો ચિપ્સની શરૂઆત? ના ને તો ચાલો આજે અમે તમને જણાવીએ એની રસપ્રદ વાર્તા. તમને જાણીને હેરાની થશે કે પોટેટો ચિપ્સની શોધ સમજી વિચારીને નથી કરવામાં આવી. પોટેટો ચિપ્સની શોધ એક ભૂલના કારણે થઈ. આખરે શુ હતી એ ભૂલ એ આજે અમેં તમને જણાવીશું. થયું એવું કે ન્યુયોર્કમાં એક હોટલમાં ફ્રેન્ચ ફ્રાયડ પોટેટોનો ઓર્ડર આપ્યો. જ્યારે એને ડીશ પીરસવામાં આવી તો એને એ કહીને ડીશ પાછી કિચનમાં મોકલી દીધી કે બટાકાની સ્લાઈસ ખૂબ જાડી છે. શેફને આ વાત લાગી આવી એને આ વાતને એક ચેલેન્જની જેમ લઈને કહ્યું કે હવે હું તમને બટાકાની એકદમ પાતળી સ્લાઈસ આપીશ. બીજીવાર એને બટાકાને ખૂબ જ પાતળા પાતળા સમારીને મોકલ્યા આ વખતે એ મહેમાનને એ ડીશ પસંદ આવી. આ વાતથી પ્રભાવિત થઈને હોટલે એ નવી ડિશને પોતાના રેગ્યુલર મેનુ કાર્ડમાં સ્થાન આપી દીધું. ધીમે ધીમે ઘણી હોટલના રેગ્યુલર મેનુમાં એને જગ્યા મળી ગઈ

.5) કેવી રીતે થઈ સ્કુટરની શોધ..

image soucre

શુ તમે જાણો છો આપણી જિંદગીને સરળ બનાવનાર સ્કૂટર કેવી રીતે બન્યા? તમને એ જાણીને આશ્ચર્ય થશે કે સ્કુટરનું નિર્માણ ખાસ કરીને લેડીઝ એટલે કે સ્ત્રીઓ માટે કરવામાં આવ્યું હતું. આમ તો સ્કુટરની શોધ વિશે ઘણી વાર્તાઓ છે પણ સ્કુટરનું નિર્માણ સાથે જોડાયેલી એક વાર્તા અનુસાર સ્કુટરની શોધ વિશ્વ યુદ્ધ દરમિયાન થઈ હતી. વિશ્વ યુદ્ધ સમયે પુરુષ મોટર સાઈકલનો ઉપયોગ કરી રહ્યા હતા. યુદ્ધમાં ઘણા બધા પુરુષોએ જીવ ગુમાવ્યો હતો. ધીમે ધીમે પુરુષોની સંખ્યા ઘટવા લાગી. પરિણામે મજબૂરીમાં સ્ત્રીઓને યુદ્ધના મેદાનમાં ઉતરવું પડ્યું. સ્વાભાવિક છે એમને આવવા જવા માટે સવારીની જરૂરિયાત ઉભી થઈ. પણ મોટર સાઇકલ ચલાવવામાં સ્ત્રીઓને તકલીફ પડી રહી હતી. કારણ કે મોટર સાઇકલ ચલાવવા માટે બંને પગને ફેલાવવા પડતા હતા. સ્ત્રીઓની આ સુવિધાઓને ધ્યાનમાં રાખીને સ્કુટરનું નિર્માણ કરવામાં આવ્યું જેથી એ યુદ્ધમાં સરળતાથી ભાગ લઈ શકે.
એક રિપોર્ટ અનુસાર ભારતની 14 ટકા સ્ત્રીઓ ટુ વહીલર ચલાવી શકે છે અને છેલ્લા 10 વર્ષોમાં ટુ વહીલર ચલાવનારી સ્ત્રીની સંખ્યામાં 50 ટકાનો વધારો થયો ચેમ એનું મોટું કારણ છે કે ભારતમાં જોબ કરતી સ્ત્રીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ