પ્રથમ મિસાઇલ ફેક્ટરી બની હતી આ ગામમાં, પણ હવે ગામની હાલત થઇ ગઇ છે કંઇક એવી કે ના પૂછો વાત

તાજેતરમાં જ અમેરિકાએ ઈરાન પર હુમલો કરી શાંત પાણીના તળાવમાં પથ્થર ફેંકવાનું કામ કર્યું છે.

image source

સામે પક્ષે ઈરાન પાસે પરમાણુ હથિયારો સહિતની અત્યાધુનિક યુદ્ધ સવલતો હોઈ ફરી એકવાર વિશ્વયુદ્ધ થવાના ભણકારા વાગી રહ્યા છે.

આજનો યુગ એવો થઇ ગયો છે કે કોઈપણ પરમાણુ હથિયારથી સજ્જ બે દેશોમાંથી કોઈપણ એક દેશ નાનામાં નાનું હથિયાર પણ જો ઉપયોગમાં લે તો પહેલા સપ્તાહો સુધી ચાલતા યુદ્ધમાં જે નુકશાન અને જાનહાની થતી એટલી કે એથીય વધુ નુકશાન અને જાનહાની બે દિવસમાં જ થઇ જાય.

image source

ખેર, મિસાઈલ યુગમાં અત્રે અમે આપને માટે આજે મિસાઈલ સંબંધી જ જ્ઞાનસભર માહિતી લઈને આવ્યા છીએ. આજના આ જાણવા જેવું આર્ટિકલમાં અમે આપને જણાવીશું કે વિશ્વની સૌપ્રથમ મિસાઈલ ફેક્ટરી ક્યાં બનાવવામાં આવી હતી અને હાલમાં તેની સ્થિતિ શું છે. તો ચાલો જાણીએ..

image source

બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જર્મનીએ પોતાના એક ગામને મિસાઈલ બનાવવાની ફેક્ટરી તરીકે ઉપયોગમાં લેવાનું શરુ કર્યું અને આ ગામનું નામ પેનમુંડે રાખવામાં આવ્યું . વર્ષ 1935 માં જર્મન એન્જીનીયર વર્નહર વોન બ્રોને આ ગામ પર મિસાઈલ બનાવવા માટે પસંદગી ઉતારી.

અહીંની ખાસ વિશેષતા તો એ હતી કે અહીં આજુબાજુનો લગભગ ચારસો કિલોમીટર જેટલો વિસ્તાર બિલકુલ સુમસામ હતો. જે તે સમયે સરકારમાંથી જરૂરી પરવાનગીઓ લઇ તાબડતોબ અહીં ક્રુઝ મિસાઈલ ફેક્ટરી અને ટેસ્ટિંગ રેન્જનું કામ શરુ કરી દેવામાં આવ્યું. લગભગ 12000 લોકોની સખ્ત મહેનતના અંતે આ કામ પૂર્ણ થયું.

image source

25 કિલોમીરના વિસ્તારમાં ફેલાયેલી આ મિસાઈલ ફેક્ટરીમાંથી મિસાઈલ ઉપરાંત રોકેટ ટેક્નિકનો પણ પાયો નખાયો હતો. ત્યારબાદ જ માનવે અંતરિક્ષના સફરની શરૂઆત કરી હતી.

ઉલ્લેખનીય છે કે પેનમુંડે ગામ જર્મનીના એક ટાપુ યુસડમ પર આવેલું છે અને તેની બાજુમાંથી જ પેન નદી વહે છે. પેન નદી અહીં આવીને બાલ્ટીક સમુદ્રમાં ભળી જાય છે. 1936 થી 1945 સુધી આ ટાપુ નાઝી સરકારનો દુનિયાથી છુપાવેલો ખુફિયા અડ્ડો હતું.

image source

જો આ મામલે રશિયા અને અમેરિકા જર્મનીથી ક્યાંય આગળ નીકળી ગયા અને તેનું કારણ એ હતું કે તેઓની મિસાઈલ બનાવવામાં જર્મન વિજ્ઞાનિકોએ તેઓને સહયોગ કર્યો હતો. ભલે મિસાઈલ બનાવવાની શુરુઆત જર્મનીએ કરી પણ જર્મનીએ ક્યારેય યુદ્ધમાં મિસાઇલોનો ઉપયોગ નથી કર્યો.

image source

હાલમાં વિશ્વની પ્રથમ મિસાઈલ ફેક્ટરી કમ આ પેનમુંડે ગામ સાવ ભેંકાર પડ્યું છે. જે એક સમયે વિશ્વની પ્રથમ મિસાઈલ ફેક્ટરી હતી ત્યાં હવે એક લાલ રંગે રંગાયેલ પાવર સ્ટેશન બચ્યું છે જેમાં પેનમુંડે હિસ્ટોરિકલ ટેક્નિકલ મ્યુઝિયમ સ્થાપિત છે.

image source

ગામમાં ઠેર-ઠેર રોકેટના ધાતુના ટુકડાઓ, પતરાના કટકાઓ, એન્જીન અને બીજા યંત્રો વિખેરાયેલા જોવા મળે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ