આ ગરમ પાણીના ઝરણામાં નાહવાથી અનેક બીમારી થાય છે દૂર, જલદી જાઓ તમે પણ

શિયાળાના ઠંડા માહોલમાં નહાવું એ કોઈ કાચાપોચાં હદય વાળાનું કામ નથી.

યુદ્ધમાં ભાગ લેનાર બહાદુર જેટલું જ મનોબળ શિયાળાની સવારમાં નાહવા માટે જોઈએ. એ’ય જો વળી ગરમ પાણી કરેલું હોય તો જ. ઠંડા પાણીથી સવારમાં નહાવાનું પરાક્રમ તો કોઈ ભડવીર જ કરી શકે.

શિયાળામાં ગરમ પાણી કરવા કાં તો હીટર ચાલુ કરવું પડે કાં તો ગેસ પર ગરમ કરવું પડે. ટૂંકમાં નાહવા પહેલાની તમારી ઓછામાં ઓછી 10 થી 15 મિનિટ પાણી ગરમ કરવામાં વેડફાશે જ.

image source

પણ વિશ્વમાં એક ઝરણું એવું પણ છે જ્યાં હજારો વર્ષથી ગરમ પાણી વહે છે.

તુર્કી દેશમાં આવેલી પમુક્કલે પહાડો પરથી વહેતા ઝરણાઓ પોતાની પ્રાકૃતિક અને કુદરતી ખુબસુરતીને કારણે લોકોને આકર્ષિત તો કરી જ રહ્યા છે પરંતુ સાથે સાથે નવા આવનાર પ્રવાસીઓને આશ્ચર્યચક્તિ પણ કરી રહ્યા છે. તેનું કારણ એ છે કે પહાડોથી વહેતા ઝરણાંઓનું પાણી અહીં આવતા જ ગરમ થઇ જાય છે.

image source

જી હા, તમે સાચું જ વાંચ્યું છે. તુર્કીના દક્ષિણ – પશ્ચિમ વિસ્તારમાં આવેલા પમુક્કલે પહાડ પરથી વહેતા ઝરણાઓનું પાણી જયારે પહાડ પર હોય ત્યારે ઠંડુ હોય છે પણ એ જ પાણી જયારે નીચે નાનકડા સરોવર જેવા અનેક જળબંધમાં એકઠું થાય છે ત્યારે તે ગરમ પાણીમાં ફેરવાય જાય છે.

પાણીનું તાપમાન 37 ડિગ્રીથી લઇ 100 ડિગ્રી સુધી ઊંચું થઇ જાય છે.

image source

આ સ્થાન પર પહાડીથી નીચે આવતા ઝરણાઓ કેટલાય વર્ષોથી વહે છે અને હવે પહાડીમાં જ ઠેર – ઠેર સીડીના પગથીયાંઓની જેમ એક પછી એક વારાફરતી નાના નાના સરોવર જેવા પાણીના તળાવડાં ભરાયેલા રહે છે. નવાઈની વાત એ છે કે તળાવમાં એકઠું થયેલું પાણી ગરમ કેમ થઇ જાય છે એનું રહસ્ય હજુ સાધી અકબંધ રહેવા પામ્યું છે.

અહીંના પાણીનું વૈજ્ઞાનિકો પણ ઘણીવાર સંશોધન કરી ચુક્યા છે.

image source

સંશોધનના નિષ્કર્ષ મુજબ અહીંના પાણીમાં રહેલા ખનીજો બહારના વાતાવરણના સંપર્કમાં આવતા હોય જેથી કેલ્શિયમ કાર્બોનેટના કણો બને છે અને હજારો વર્ષોથી આ કણો ધીમે ધીમે ઝરણાની કિનારીઓ પર એકઠા થાય છે અને તેના જ પરિણામે અહીં પમુક્કલે પહાડ પરથી નીચે ઉતરતા ઝરણાના પાણી દ્વારા પગથિયાંની જેમ નાના નાના તળાવડાં બની ગયા છે જેના કિનારાઓ કેલ્શિયમ કાર્બોનેટથી બન્યા છે અને એટલે જ ત્યાં એકઠું થતું પાણી ગરમ થઇ જાય છે.

image source

અહીં વર્ષ દરમિયાન 20 લાખ જેટલા ટુરિસ્ટો આવે છે અને ઝરણાની આ ખૂબીને નઝરે નિહાળે અને અનુભવે છે.

image source

વળી, કેટલાક પર્યટકો અહીં સ્નાન પણ કરે છે. તેઓના કહેવા મુજબ આ પાણીથી સ્નાન કરવાથી અનેક પ્રકારની બીમારીઓ મટી જાય છે તથા સ્કિન સંબંધી સમસ્યા હોય તો તેમાં પણ ફાયદો થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ