આ ફ્રૂટમાંથી આવે છે એકદમ ગંદી વાસ, જાણો કયુ છે અને ક્યાં થાય છે આ ફ્રૂટ

અલગ અલગ દેશ, અલગ અલગ વાતાવરણ, અલગ અલગ તાસીરના લોકો માટે કુદરતી રીતે દુનિયાભરમાં અલગ અલગ પ્રકારના કેટલાય ફળો ઉગે છે અને મળે છે.

image source

આપણા દેશ ભારતની જ વાત કરીએ તો દેશના લગભગ દરેક રાજ્યના સ્થાનિક લોકોમાં ઓછામાં ઓછું એક ફળ એવું હોય જ છે જે દરેકને પસંદ હોય.

જેમ કે મારી અને તમારી ફેવરિટ એવી કેરી.

image source

ઉનાળાની કાળઝાળ ગરમી હોય દિવસભર ઓફિસ / દુકાનમાં કામ પૂર્ણ કરી, રાત્રે નહાઈ ધોઈ, ડિનર કરી દસેક વાગ્યાનો સમય થયો હોય અને મસ્ત પાકી કેસર કેરીની ચીરીઓ કરી થાળીમાં પીરસવામાં આવે એટલે….. ઓ..હો..હો.. હો.. આટલું સાંભળીને તો મોં માં ઝરણાં ફૂટવા લાગ્યા.

image source

જવા દો યાર, આ ભર શિયાળે કેસર કેરીની વાત માંડીશું તો ક્યાંક તમે અમને પાગલ માનશો. ખેર, દુનિયાભરના સ્વાદિષ્ટ અને અલગ અલગ જાતભાતના ફળો વિષે તો આપણે ખુબ જાણ્યું.

image source

પરંતુ શું તમે એક એવા ફળ વિશે પણ જાણો છો જેને આમ તો સ્થાનિક લોકો ફળોનો રાજા કહે છે પણ તેની ગંધ પગમાં પહેરેલા મોજા કે ગટરના પાણી જેવી હોય છે.

તો વિશ્વમાં ક્યાં થાય છે આ ફળ, શું છે એની કિંમત ? અને શું છે તેનું નામ આવો જાણીએ આ રસપ્રદ આર્ટિકલમાં.

image source

આ ફળનું નામ છે ડુરીયાન ફ્રૂટ Durian Fruit અને તે ઇન્ડોનેશિયા દેશમાં થાય છે. આ ફ્રૂટની વિશેષતા પણ વિચિત્ર લાગે તેવી છે. કારણ કે એક તરફ આ ડુરીયાન ફ્રૂટને લઈને સ્થાનિક લોકોમાં ફળોના રાજા તરીકે ઓળખવામાં આવે છે તો બીજી તરફ આ ફ્રૂટને સૌથી દુર્ગંધ વાળું ફ્રૂટ પણ ગણવામાં આવે છે.

image source

જો આટલું જાણ્યા પછી તમારી આંખો આશ્ચર્યથી પહોળી થઇ ગઈ હોય તો એક મીનીટ થોભજો કારણકે આ ફ્રૂટની કિંમત જાણી તમે સાવ હેબતાઈ જવાના. આ ડુરીયાન ફ્રૂટની કિંમત સ્થાનિક બજારમાં 500 ડોલર એટલે કે લગભગ 35000 ભારતીય રૂપિયા છે.

image source

ઉલ્લેખનીય છે કે ઇન્ડોએશિયાના સ્થાનિક લોકોમાં આ ફ્રૂટને લઈને ભારે ક્રેઝ જોવા મળે છે. સ્થાનિક દુકાનદારો પણ ડુરીયાન ફ્રૂટને ખાસ કાંચ અને કપડામાં લપેટીને શોકેસમાં લોકોને આકર્ષિત કરી રહ્યા છે.

image source

પરંતુ ફ્રૂટની કિંમત દરેક વર્ગના લોકોને પોસાય તેટલી ન હોવાથી લોકો ડુરીયાન ફ્રૂટ વેંચતી દુકાનોએ જઈ ફ્રૂટના ફોટા અને સેલ્ફી ખેંચે છે. એટલું જ નહિ સ્થાનિક લોકોમાં આ ફ્રૂટને કિંગ ઓફ ફ્રૂટ્સ એટલે કે ફળોનો રાજા પણ કહેવામાં આવે છે.

image source

નોંધનીય છે કે ડુરીયાન ફ્રૂટ એક એવું ફ્રૂટ છે કે જેમાંથી પગમાં પહેરેલા મોજા કે ગટરના પાણીની વાસ આવતી હોય તેવી વાસ આવે છે છતાં લોકો તેને ખાવાનું પસંદ કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ