સારા અલી ખાનનો આ મસ્તીભર્યો વિડીયો જોવાની તમને પડી જશે જબરજસ્ત મજા

સારાએ પોતાના ફેન્સને ફેરવ્યા ન્યુ યોર્કના સેન્ટ્રલ પાર્કમાં, સારાનું હોસ્ટિંગ સાંભળીને તમે પણ મસ્તીના મૂડમાં આવી જશો.

સારા અલી ખાને તાજેતરમાં એક થ્રો બેક વિડિયો ક્લીપ શેર કરી છે. જેમાં તેણી ન્યૂયોર્કના ફેમસ સેન્ટ્રલ પાર્કમાં ફરી રહી છે.

આ વિડિયો સારાએ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરી છે જેનું શિર્ષક તેણીએ આપ્યું છે ‘વોચ વિથ સારા’.

image source

આ વિડિયો જાણે સારા કોઈ ટ્રાવેલ શો હોસ્ટ કરી રહી હોય તે પ્રકારનો છે. આ વિડિયો દ્વારા તેણી પોતાના વ્યૂઅર્સને સેન્ટ્રલ પાર્કની સેર કરાવી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Sara Ali Khan (@saraalikhan95) on

અને જાણે ખરેખર શોની હોસ્ટ હોય તે પ્રકારની કોમેન્ટ્રી તેણી આપી રહી છે. તે પણ શુદ્ધ હીન્દીમાં અને ખુબ જ સ્વીટલી.

લોકોને વિડિયો ખુબ જ ગમી રહ્યો છે અત્યારસુધીમા આ વિડિયોને 41 લાખ કરતાં પણ વધારે વાર જોવામાં આવ્યો છે અને સારાને તેના માટે ઘણી બધી પોઝિટિવ કમેન્ટ્સ પણ મળી રહી છે.

image source

આ વિડિયોમાં સારા એક સેન્ટ્રલ પાર્કની સેર કરાવતી એક રિક્ષામાં પોતાની મિત્ર સાથે ફરી રહી છે. તેનો રિક્ષા ડ્રાઈવર તેને આસપાસની જગ્યાઓ વિષે માહિતી આપી રહ્યો છે, રસ્તામાં હોલીવૂડ સ્ટાર જોહ્ની ડેફનું પુતળું આવ્યું તો તેની માહિતી આપી હતી ત્યાર બાદ તેણે સ્ટ્યુઅર્ટ લીટલના ઉંદર વિષે માહિતી આપતાં જણાવ્યું કે ત્યાં એક નાનકડો ઉંદર છે.

અને તેણી તરત જ તેનો હીન્દી અનુવાદ કરીને પેલા રીક્ષા ડ્રાઈવરે બોલેલા ‘small rat’ને છોટા ચૂહા કહી રહી છે. ‘હમ છોટા ચૂહા દેખને જા રહે હૈ, દર્શકો.’ આમ તેણી આ નાનકડી વિડિયોમાં ખુબ મસ્તી કરતી જોઈ શકાય છે.

image source

વિડિયોના એન્ડમાં સારાની સાથે ટ્રીપ પર આવેલી તેની બહેપણી ઇપ્સીતા કંઈક આમ કહી વિડિયોનો અંત કરે છે, ‘પ્લિઝ લાઈક, પ્લિઝ કમેન્ટ, પ્લિસ સબસ્ક્રાઇબ અને જો તમને અમારી નવી વિડિયો ક્યારે અપલોડ થશે તે જાણવાવું હોય તો બેલ પર પ્રેસ કરો.’

સારાએ આ વિડિયોને ‘નમસ્તે દર્શકો વિથ સારા#tbt.’ કેપ્શન સાથે શેર કરી છે.
તમે પણ જુઓ સારા અલિ ખાનની આ મસ્તી ભરી વિડિયો.

image source

તમને પણ તે પસંદ આવશે અને તમને પણ ઇચ્છા થઈ જશે કે સારા આવી વિડિયો અવારનવાર અપલોડ કરતી રહે.
સારા અલિ ખાન અવારનવાર પોતાની અંગત લાઇફ વિષે અવનવી વિડિયો તેમજ તસ્વીરો શેર કરતી રહે છે.

થોડા સમય પહેલાં જ નવા વર્ષની રજાઓ ગાળવા સારા પોતાના ભાઈ તેમજ માતા સાથે વિદેશ પ્રવાસે ગઈ હતી તે વખતની તેની ઘણી બધી તસ્વીરો સોશિયલ મિડિયા પર વાયરલ થઈ હતી અને લોકોને ખુબ પસંદ આવી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ