લીલા શાકભાજી બને છે તમારું સુરક્ષા કવચ, જાણો કેવી રીતે

Winter Vegetables: શિયાળા માં આ વસ્તુઓ બની શકે છે તમારું સુરક્ષા કવચ, જાણો ૬ કમાલ ના ફાયદા

image source

લીલાં શાકભાજીના ફાયદા – સેહત મંદ રહેવું હોય, તો લીલાં શાકભાજી જરૂર ખાઓ. આ વાત તો તમે ચોક્કસપણે સાંભળી હશે. શિયાળાની ઋતુમાં આ જ એક વસ્તુ છે જે તમારા માટે અત્યંત ગુણકારી છે તેમજ સાથે લઈ આવે છે અનેક ફાયદાઓ.

લીલાં શાકભાજી ને શિયાળાની સૌથી ખૂબસરત ભેટ કહેવામાં આવી છે. લીલાં શાકભાજી ના ફક્ત વજન ઘટાડવા માટે ફાયદાકરક છે પરંતુ સાથે સાથે દાત, પથરી, કેન્સર, અનેમિયા માટે પણ રામબાણ ઇલાજ છે.

image source

લીલાં શાકભાજીના સેવન થી તમને અનેક ફાયદાઓ થાય છે. આ વિટામિન્સ, પ્રોટીન્સ અને મિનરલ્સ થી ભરપુર હોય છે જે તમારા ડાયટ માં ખૂબજ મહત્વપૂર્ણ છે.

તેમાં ભરપૂર માત્રામાં પોષક તત્વો હોય છે જે શરીરની રોગ પ્રતિકારક શક્તિ મજબૂત બનાવે છે , સાથે સાથે ત્વચામાં નિખાર લાવે છે તેમજ આંખો અને વાળ સાથે જોડાયેલી સમસ્યામાં પણ રાહત આપે છે.

image source

ચાલો તો એક નજર નાખીએ કયા કયા શાકના છે શું શું ફાયદા….

૧. દાંતો માટે ફાયદાકારક- (Vegetables that are good for your teeth)

image source

લીલાં પાન વાળી શાકભાજીમાં કડવાશ રહેલી હોય છે. તેમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ રહેલું હોય છે. આ દાંતો ને મજબૂત બનાવવામાં ફાયદેમંદ થાય છે. જો તમે પોતાના દાંત ને મજબૂત બનાવવા ઈચ્છતા હોય તો લીલાં પાન વાળી ભાજીને કાચી ચાવી જવી.

જો તમે બકરાની જેમ કાચા પાન ચાવશો તો આ ઘણું ફાયદાકારક સાબિત થાય છે. સાથે સાથે જ આમ કરવાથી મોઢાની સમસ્યા જેમ કે દુર્ગંધ, પાયરિયા, શ્વાસની દુર્ગંધ વગેરે માં આરામ આપે છે.

૨.મોટાપો દૂર કરે (Include vegetables in you diet to burn belly fat)

image source

તમે ગમે તેટલું હેવી વર્કઆઉટ કરો, ડાયટ કરો, જિમ માં સમય વિતાવો અને વજન ઘટાડી લો છતાં પણ પેટની આસપાસ રહેલી ચરબી ઓગળવી એટલે લોઢાના ચણા ચાવવા જેવું છે. આનું સૌથી મોટું કારણ હોય શકે છે ડાયટ માં લીલાં શાકભાજીની કમી.

લીલાં શાકભાજી શરીરમાં ચરબી વધવા નથી દેતી અને પેટ પણ ભરેલું લાગે છે. સાથે સાથે જ પેટ પર જમા ચરબી ને પણ બર્ન કરવાનું કામ કરે છે.

૩.કેન્સર માં ફાયદેમંદ – (Green Vegetables are beneficial in Cancer)

image source

ઘણી શોધો માં આ વાત સાબિત થઈ ચૂકી છે કે મિનરલ્સ યુક્ત આહાર કેન્સર જેવી બિમારીઓ થી બચાવી શકે છે. લીલાં શાકભાજીમાં ફાઇબર, આયર્ન, મિનરલ્સ તેમજ કેલ્શિયમ ભરપૂર માત્રામાં રહેલું હોય છે.

૪. અનેમિયા કરે છે દૂર (Foods for anaemia)

image source

લીલાં શાકભાજી લોહ તત્વ બનાવવાનું કામ કરે છે. ભોજનમાં ભરપૂર પાલક, મૂળા ના પાન, સોયા, સરસો, મેથી વગેરે શામિલ કરો.

૫. ત્વચા અને વાળ માટે પણ લાભદાયક – (Green Vegetables to eat that will benefit your skin and hair)

લીલાં શાકભાજી માં ઘણી માત્રામાં વિટામિન્સ હોય છે, જે ત્વચાને યુવાન રાખવામાં ખૂબજ ઉપયોગી સાબિત થાય છે. આ શાકભાજી હાડકાં, નાડી અને કિડની માટે પણ લાભદાયક હોય છે. રોજ બસ એક કપ કાચા લીલાં શાકભાજી ખાવાથી રોજની વિટામિન્સ ની જરૂરત પૂરી થઈ જાય છે.

૬.પથરી થી બચાવ – (Green Vegetables protect against stones)

image source

લીલાં શાકભાજી માં મોજુદ વિટામિન્સ હાડકાં તેમજ ત્વચા માટે ફાયદેમંદ હોય છે. ગુર્દાની પથરી આજકાલ એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. પરંતુ લીલાં શાકભાજી તમને તેનાથી બચાવી શકે છે.

જી હાં, આ શાકભાજી નું સેવન કરવાથી ગુર્દા ની સફાઈ થતી રહે છે. તેમજ ગુર્દામાં એસિડ જામા નથી થવા દેતું. આ પથરી ના ખતરાને પણ ઓછો કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ