આ 3 ડ્રિંકથી ઝટપટ ઘટાડી દો તમારું વધેલુ વજન

વજન ઉતારવું છે ? તો વજન ઘટાડવા ઉપયોગી પીણાં અને વજન વધારતા પીણાં અંગે માહિતગાર થાવ

image source

સૌને સ્લિમ એન્ડ ટ્રીમ દેખાવાની સાથે સાથે સ્વસ્થ અને નિરોગી રહેવું પણ ગમે છે જેના માટે વજન નિયંત્રિત રાખવો જરૂરી છે.

જો તમે વજન ઘટાડવાના પ્રયત્નો કરી રહ્યા હોવ અને ધારી સફળતા ન મળી રહી હોય તો તમને કેટલાક મહત્ત્વના ઉપાય બતાવીએ જેના દ્વારા વજન ઓછું થશે અને વજન ઓછું થવાથી સુંદરતા અને સ્વસ્થતા બંને મેળવી શકાશે.

image source

વજન ઓછું કરવા માટે એક ચોક્કસ કાર્યક્રમ કરવો જરૂરી છે અને ચુસ્તપણે એને વળગી રહેવું પણ એટલું જ જરૂરી છે.

મોટે ભાગે એવું બનતું હોય છે કે વજન ઓછું કરવા માટે ડાયટ પર તો આપણે ધ્યાન આપીએ છીએ પરંતુ કેટલું પ્રવાહી લેવું અને કયા પ્રકારનું પ્રવાહી લેવું તે અંગે બેદરકાર હોઈએ છીએ.

પરંતુ યોગ્ય માત્રામાં પ્રવાહી લેવામાં આવે તો ભૂખ પર નિયંત્રણ મેળવી શકાય છે જેને કારણે ખોરાકમાં ઓછી કેલરી લેવાય છે. જે ઘટાડવામાં ઉપયોગી બને છે.

image source

કેટલાક એવા પીણા પર ધ્યાન આપીએ છીએ જે વજન ઓછું કરવામાં મદદરૂપ છે જ્યારે કેટલાક એવા પણ છે જે વજન ઓછું કરવાના સ્વપ્નને વિખેરી પણ શકે છે.

વજન ઓછું કરવા માટે સૌથી પહેલો ઉપાય યોગ્ય માત્રામાં પાણી પીવાનો છે.

ભોજનના સમયે પહેલા બે ગ્લાસ પાણી પીવાથી પેટ ભરેલું હોય તેવી અનુભૂતિ થાય છે તેને કારણે ભોજન પર નિયંત્રણ પણ રહેશે અને ભોજન પહેલાં પાણી પીવાથી મેટાબોલિઝ્મ પણ સુધરે છે. પાણી પીવાના બીજા પણ ઘણા ફાયદા છે.

image source

યોગ્ય માત્રામાં પાણી પીવાથી શરીરના ટોક્સિક બહાર નીકળે છે, બ્લડ સર્ક્યુલેશન યોગ્ય રીતે થઇ શકે છે, ત્વચા પણ સ્વસ્થ અને સુંદર રહે છે. પાણી શરીરને હાઈડ્રેટ રાખે છે. પાણીમાં રહેલું ચૈતન્ય શરીરને સ્ફૂર્તિદાયક રાખે છે.

સોયામિલ્ક

image source

વજન ઉતારવાનો પ્રયત્ન ચાલુ હોય એ દરમિયાન ઓછી કેલરી ધરાવતા અને વધુ પોષક તત્વો ધરાવતા આહાર પર ધ્યાન આપવું. સોયામિલ્ક વજન ઉતારવામાં ઉપયોગી પીણું છે. સોયામિલ્ક માં અન્ય દૂધ ની સરખામણીમાં કેલરી ઓછી હોય છે અને પ્રોટીનની માત્રા વધુ હોય છે જેથી વજન ઉતારવા માટે સોયામિલ્ક શ્રેષ્ઠ વિકલ્પ છે.

ગ્રીન ટી

image source

ઝડપથી વજન ઉતારવા માટે ગ્રીન ટી સારામાં સારો ઉપાય છે. ગ્રીન ટીમાં કેલરીનું પ્રમાણ નહીંવત્ હોય છે ઉપરાંત તે એન્ટિ-ઓક્સિડન્ટ હોવાથી શરીરના ઝેરી તત્વોને પણ આસાનીથી બહાર ફેંકી શકે છે. દિવસમાં બે વખત ગ્રીન ટીનો ઉપયોગ કરવાથી વજન ઓછું થાય છે.

image source

એક વાત ચોક્કસ છે કે વજન ઉતારતી વખતે આહારના પોષક તત્વો ઉપર પણ ધ્યાન આપવું જરૂરી છે. સમતોલ આહાર અને યોગ્ય કસરત વજન અને નિયંત્રિત કરી શકે છે.

આ તો થઈ વજન ઉતારવામાં મદદરૂપ પીણાની વાત પણ કેટલાક પ્રેરણા એવા પણ છે જે વજન વધારે છે.

સોડા

image source

ઘણા લોકોને સોડા પીવાની ટેવ હોય છે પરંતુ સોડાની એક બોટલમાં ઘણી માત્રામાં કેલરી ઉપલબ્ધ છે.જોકે ડાયટ સોફ્ટ ડ્રિંક નો ઉપયોગ કરીને ઓછી કેલરી ધરાવતી પ્રોડક્ટ અપનાવી શકાય છે, પરંતુ તેમાં પણ કેલરી તો મળે જ છે જેથી વજન વધવાનો ભય રહે છે.

કોકટેલ

image source

પાર્ટીઓમાં કોક તેલનો ઉપયોગ વધુ થતો હોય છે.cocktail ડ્રિંકમાં વિપુલ માત્રામાં કેલરી અને શુગર રહેલા છે.કોકટેલ ડ્રિંકમાં સોડા અને જ્યુસનું મિશ્રણ કરવામાં આવે છે.

જોકે cocktail ના બદલે વોડકા અને ક્લબ સોડાનો ઉપયોગ કરી શકાય છે.એક હાઉસ વોડકા માં 70થી 100 કેલેરી હોય છે અને ક્લબ સોડામાં કોઈપણ પ્રકારની કેલરી હોતી નથી.

mocktail

image source

આલ્કોહોલ વગરના પીણામાં કેલરી હોતી નથી એવું માનવું ભૂલ ભરેલું છે.મોકટેલમાં વિવિધ જ્યુસનું મિશ્રણ હોય છે પરંતુ તેમાં કયા જ્યુસ વાપરવામાં આવ્યા છે તેની ઉપર તેની કૅલરી નિર્ભર રહે છે. મોકટેલમાં શુગરની માત્રા પણ વધુ પ્રમાણમાં હોય છે.

જો આલ્કોહોલ વગર નું પીણું બનાવવું હોય તો સ્પાર્કલિંગ વોટર સાથે જડીબુટ્ટી અને મસાલાનો ઉપયોગ કરીને બનાવી શકાય છે જે પ્રમાણમાં ઓછી કેલરી અને ઓછી શુગર ધરાવે છે.

image source

બજારમાં મળતાં સોફ્ટ ડ્રિન્ક અને પ્રિઝવર્ડ જ્યુસમા વધુ માત્રામાં શુગર અને કેલરી રહેલા છે.જ્યુસ પીવાની ઈચ્છા હોય તો તાજા ફળ માંથી જાતે જ તૈયાર કરવો જોઈએ.જ્યૂસ કરતા પણ ફળ ખાવા વધુ ફાયદાકારક છે કારણ કે ફળમાં રહેલા ફાઈબર વજન ઘટાડવામાં વધુ મદદરૂપ થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ