હાર્દિક પંડ્યાએ આ રોમેન્ટિક અંદાજમાં GF પ્રપોઝ કરીને પહેરાવી સગાઇની વીંટી, જોઇ લો VIDEO તમે પણ

હાર્દિક પંડ્યાએ સર્બિયન એક્ટ્રેસ નાતાશા સ્ટાનકોવીક સાથે કરી સગાઈ

image source

હાર્દીક પંડ્યાએ ઘૂંટણીએ પડી નતાશાને આ રીતે કર્યું પ્રપોઝ, જુઓ વિડિયો.

ઇન્સ્ટાગ્રામ દ્વારા તસ્વીરો શેર કરી જાહેર કરી નતાશા સાથેની સગાઈ

આ વર્ષની શરૂઆત આ ભારતીય ક્રીકેટર માટે શુભ થઈ છે. ભારતીય ક્રીકેટર હાર્દીક પંડ્યાએ વર્ષના પ્રથમ દિવસે પોતાના ઇનસ્ટાગ્રામ અકાઉન્ટ પર તસ્વીરો શેર કરી પોતાની સર્બિયન અભિનેત્રી નતાશા સ્ટાનકોવીક સાથેની સગાઈ જાહેર કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Hardik Pandya (@hardikpandya93) on

આ ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં હાર્દીકે કંઈક આમ કેપ્શન લખ્યું છે, ‘મેં તેરા, તુ મેરી જાને, સારા હિન્દુસ્તાન. 01.01.2020 #engaged,’ હાર્દીક પંડ્યાએ ઇન્સ્ટાગ્રામ પર સમાચાર શેર કરતાં જ તેના ફેન્સ તેને શુભેચ્છાઓ પાઠવવા લાગ્યા. પણ જો સૌથી પહેલા કોઈ સાથી ક્રીકેટરે હાર્દીકને વિષ કર્યું હોય તો તે હતો કુલદીપ યાદવ.

હાર્દીકની મંગેતર નતાશાએ પણ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક વિડિયો શેર કરી છે. જેમાં હાર્દીકે તેને ગોઠણીયાભેર થઈને પ્રપોઝ કર્યું હતું. અને ત્યાર બાદ નતાશાને રીંગ પહેરાવી હતી. અને ત્યાર પછી તે બન્નેએ એકબીજાને કીસ કરી હતી. હાર્દીકે પ્રપોઝ કરતાં જ તેના મિત્રો બૂમો પાડવા લાગ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by 🎀Nataša Stanković🎀 (@natasastankovic__) on

નતાશાએ બીજી પણ બે તસ્વીરો શેર કરી છે જેમાં તે બન્ને પોતાની સગાઈ નિમિતે એક સુંદર મજાની રોમેન્ટિક કેક કટ કરી રહ્યા છે. હાર્દીકે આ અવસર માટે સુંદર મજાની યૉટ પસંદ કરી હતી.

બે દિવસ પહેલાં પણ હાર્દીકે ન્યુ યરનું સેલિબ્રેશન કરતાં નતાશા સાથે પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક તસ્વીર શેર કરી હતી જેમાં નતાશાને ફટાકા કહીને સંબોધી હતી.તેણે નતાશા સાથેની તસ્વીર શેર કરતા લખ્યું હતું, ‘starting the year with my firework’ એટલે કે મારા ફટાકડા સાથે નવા વર્ષની શરૂઆત.

 

View this post on Instagram

 

A post shared by Hardik Pandya (@hardikpandya93) on

હાર્દીકની આ કમેન્ટ કેટલાક ફેન્સને પસંદ નહોતી આવી તો કેટલાકે તેને વધાવી લીધો હતો. આ તસ્વીર પર તેના સાથી ક્રીકેટર કેએલ રાહુલ અને યુઝવેન્દ્ર ચહલે પણ કમેન્ટ કરી હતી.

છેલ્લા ઘણા સમયથી હાર્દીક પંડ્યા સર્બિયન એક્ટ્રેસ નતાશા સ્ટાન્કોવિકને ડેટ કરી રહ્યો છે તેવા સમાચાર હતા. પણ તે આટલો જલદી તેને પ્રપોઝ કરશે તેવી કોઈએ પણ કલ્પના નહોતી કરી. પણ છેવટે તેણે બધાની ધારણાઓને ખોટી પાડી અને નતાશાને લગ્ન માટે પ્રપોઝ કરી જ લીધું.

image source

તમને જણાવી દઈએ કે 26 વર્ષિય હાર્દીક પંડ્યા હાલ બેક ઇન્જરીમાંથી ધીમે ધીમે ઉભો થઈ રહ્યો છે. અને તેના કારાણે તેણે બાંગ્લાદેશ અને વેસ્ટ ઇન્ડિઝ સામેની ટી20 ઇન્ટરનેશનલ અને વન્ડે ઇન્ટરનેશનલ સીરીઝ પણ મિસ કરવી પડી હતી.

અને હજુ પણ તે સંપૂર્ણ પણે સ્વસ્થ ન થયો હોવાથી ભારતના આંગણે ખેલાનાર શ્રિલંકા અને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધની સિરિઝ પણ તે નહીં રમી શકે.

image source

છેલ્લે હાર્દીક સપ્ટેમ્બર 2019ની સાઉથ આફ્રિકા સામેની ટી ટ્વેન્ટીમાં રમતો જોવા મળ્યો હતો. ત્યાર બાદ તેણે લંડન ખાતે પોતાના લોઅર બેક પ્રોબ્લેમની સારવાર માટે સર્જરી કરાવી હતી.

image source

જ્યારે તેને તે વિષે પ્રશ્ન પુછવામાં આવ્યો ત્યારે તેણે જણાવ્યું, ‘અમને એવું લાગ્યું કે આયોગ્ય સમય છે, કારણ કે જો હું રીકવર થવા માટે ચાર મહિનાનો સમય પણ લઉં તો હું આવનારા સમયમાં ન્યુ ઝીલેન્ડ સાથેની સીરીઝમાં રમી શકીશ, મને સૌથી મોટી ચીંતા વર્લ્ડ ટી20 નહીં રમી શકવાની હતી. પણ હવે કદાચ રમી શકીશ.’

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ