રેલટેલે દેશના 4000 રેલ્વે સ્ટેશનો પર શરૂ કરી આ જોરદાર સુવિધા, તમને થશે આ જોરદાર ફાયદો, જાણી લો જલદી

તાજેતરમાં જ ભારતીય રેલવેમાં રેલટેલ કંપનીએ તેની વાઈ ફાઈ (Wi – Fi) સુવિધા શરુ કરી દીધી હતી. આ અંતર્ગત દેશના અંદાજે 4000 જેટલા રેલવે સ્ટેશનો પર રેલવેમાં મુસાફરી કરતા પ્રવાસીઓ એડવાન્સ રકમ ચૂકવીને આ હાઈસ્પીડ વાઈ ફાઈ (Wi – Fi) સુવિધાનો લાભ લઈ શકશે. અહીં એ પણ ઉલ્લેખનીય છે કે રેલટેલ પહેલાથી જ દેશના 5950 રેલવે સ્ટેશનો પર ફ્રી વાઈ ફાઈ (Wi – Fi) ની સુવિધા પ્રદાન કરી રહ્યું છે. જેનો ઉપયોગ કોઈપણ સ્માર્ટફોન ધારક કરી શકે છે. જો કે તેના માટે જે તે સ્માર્ટફોન યુઝર્સએ OTP આધારિત વેરિફિકેશન કરવું જરૂરી છે.

image source

રેલટેલની આ નવી પ્રિપેઇડ યોજના અનુસાર જે તે વપરાશકર્તાઓ દૈનિક વધુમાં વધુ 30 મિનિટ સુધી અને 1 એમબીપીએસ (MBPS) ની ઇન્ટરનેટ સ્પીડે ઉપયોગ કરી શકશે. આ પછી પણ 34 એમબીપીએસ (MBPS) સુધીનો વપરાશ યુઝર્સ નજીવી ફી ચૂકવીને કરી શકે છે.

image source

રેલટેલના અન્ય ઇન્ટરનેટ પ્લાનની વાત કરીએ તો એરટેલ યુઝર્સને 10 રૂપિયામાં 5 જીબી એક દિવસની માન્યતા અને 10 રૂપિયામાં 10 જીબી, 20 રૂપિયામાં 10 જીબી પાંચ દિવસની માન્યતા, 30 રૂપિયામાં 20 જીબી, 10 દિવસની માન્યતા સાથે 40 રૂપિયામાં 20 જીબી, 10 દિવસની માન્યતા સાથે 50 રૂપિયામાં 30 જીબી અને 30 દિવસની માન્યતા સાથે 70 રૂપિયામાં 60 જીબીનો ડેટા આપી રહી છે.

image source

રેલટેલના CMD પુનિત ચાવડાના જણાવ્યા મુજબ રેલટેલે ઉત્તર પ્રદેશના 20 રેલવે સ્ટેશનો પર પ્રિપેઇડ વાઈ ફાઈ (Wi – Fi) નું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું અને તેની પ્રતિક્રિયા તેમજ વિસ્તૃત રીતે ચકાસણી કરવા હવે આ યોજનાને ભારતભરમાં 4000 જેટલા રેલવે સ્ટેશનો પર આ યોજના શરુ કરવાની તૈયારી થઇ રહી છે. આ યોજના મુજબ બધા રેલવે સ્ટેશનોને રેલવાયર વાઈ ફાઈ (Wi – Fi) થી જોડવામાં આવશે.

image source

રેલટેલના CMD પુનિત ચાવડાએ એમ પણ જણાવ્યું કે રેલટેલના ડેટા પ્લાનને એવી રીતે નક્કી કરવામાં આવ્યા છે કે કોઈપણ યુઝર તેણે પોતાની જરૂરિયાત મુજબ વાપરી શકે છે. એ સિવાય, પ્રિ પેઈડ ચુકવણી માટે નેટ બેન્કિંગ, ઈ વોલેટ અને ક્રેડિટ કાર્ડનો ઉપયોગ થઇ શકશે. રેલટેલના CMD પુનિત ચાવડાના જણાવ્યા અનુસાર કોરોના મહામારી પહેલા દર મહિને અંદાજે ત્રણ કરોડ લોકો આ યોજનાનો ઉપયોગ કરતા હતા. જો સ્થિતિ સામાન્ય હોય અને રેલવેમાં મુસાફરોની સંખ્યા પણ પહેલા જેવી હોય તો પ્રીપેડ વાઈ ફાઈ (Wi – Fi) સેવાથી અંદાજે 10 – 15 કરોડ પ્રતિ વર્ષે આવક મળી શકે છે.

image source

રેલટેલે દેશના 4000 રેલ્વે સ્ટેશનો પર શરૂ કરી પ્રીપેડ WI-FI સેવા, જાણો કેટલા રૂપિયામાં મળશે કેટલો ફાય

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ