ઉનાળાની ગરમીમાં નેચરલ ઠંડક લેવા પહોંચી જાવો આ જગ્યા પર, આવશે એટલી મજા કે ના પૂછો વાત

ગરમીના દિવસોની સિઝન શરૂ થઈ ચૂકી છે. હવે લોકોએ પણ ભારે કપડાઓ જગ્યાએ હળવા કપડાં પહેરવાનું શરૂ કરી દીધું છે. એટલું જ નહીં લોકો ગરમીની સીઝનમાં ફરવા જવાનો પ્લાનિંગ પણ કરતા હોય છે અને તેઓ એવા ફરવાલાયક સ્થળે જવાની ઈચ્છા ધરાવતા હોય છે જ્યાંનું વાતાવરણ ઠંડુ હોય અને ત્યાં તેઓ ભલે થોડા સમય માટે પણ શરીરને આહલાદક ઠંડકનો અનુભવ આપી શકે અને ઠંડકનો નજીકથી માણી શકે. જો તમે પણ ઉનાળાના દિવસોમાં ક્યાંક ફરવા જવાની ઈચ્છા ધરાવતા હોય તો અહીં આ આર્ટિકલમાં અમે તમને જમ્મુ કાશ્મીરના શ્રીનાગરના અમુક પ્રખ્યાત ફરવાલાયક સ્થળો વિશે માહિતી આપી રહ્યા છીએ જ્યાં તમે જીવનના યાદગાર દિવસો વિતાવી શકશો.

નાગીન તળાવ

image soucre

જો તમે કોઈ તળાવ પાસે ફરવા જવા માંગતા હોય તો શ્રીનાગરના નાગીન તળાવ ખાતે જઈ શકો છો. આ તળાવ ચારેબાજુએથી લીલાછમ વૃક્ષોથી ઘેરાયેલું છે. સાથે આ તળાવનું પાણી પણ એકદમ સ્વચ્છ છે અને પાણીનો રંગ વાદળી પડતો છે. આ કારણે જ આ તળાવનું નામ નાગીન તળાવ પડ્યું છે. તળાવ ઊંડું પણ છે અને તેમાં પ્રદુષણની માત્રા પણ બહુ ઓછી છે. આ માટે અહીં આવતા પર્યટકો આ તળાવમાં ન્હાવા પણ જાય છે. આ જગ્યા વોટર સ્પોર્ટ્સ માટે પણ પ્રખ્યાત છે.

ડલ તળાવ

image source

શ્રીનગરનું ડલ તળાવ જમ્મુ કાશ્મીરની એક આગવી ઓળખ છે. આ તળાવ ત્રણ અન્ય તળાવને મળીને બનેલું છે. આ તળાવોમાં લોકટ અને બૌદેધ તળાવનો પણ સમાવેશ થાય છે. 26 સ્કવેર કિલોમીટરમાં પથરાયેલા ડલ તળાવમાં પર્યટકો બોટિંગનો આનંદ પણ ઉઠાવે છે. એટલું જ નહીં ડલ તળાવના કિનતે અનેક હોટલો અને ગાર્ડન પણ આવેલા છળ જ્યાં તમે હરીફરી શકો છો અને સાંજે ત્યાંના પ્રખ્યાત મ્યુઝિકલ ફુવારા અને લેઝર શો નિહાળવાનો મોકો પણ મેળવી શકો છો. આ ચાલુ મહિને એટલે કે માર્ચથી જ તે શરૂ થઈ જવાની આશા છે.

ગુલમર્ગ

image source

વર્ષ 1887 માં ગુલમર્ગની શોધ અંગ્રેજોએ કરી હતી. તે સમયે અહીં તેઓ ગરમીના દિવસો વિતાવવા માટે આવતા હતા. પરંતુ હવે અંગ્રેજો તો નથી એટલે તમે પણ અહીં ગરમીના દિવસોની રજાઓ ગાળવા અહીં આવી શકો છો. આ જગ્યા 2030 મીટર ઊંચી પહાડી પર આવેલી છે અને અહીં તમે કાર દ્વારા પણ પહોંચી શકો છો. ગુલમર્ગથી શ્રીનાગરનું અંતર 65 કિલોમીટર છે. અહીં દુનિયાનું સૌથી મોટું ગોલ્ફ કોર્સ પણ આવેલ છે. એ સિવાય અહીં અનેક સારા રિસોર્ટ પણ છે જ્યાં તમે તમારો યાદગાર સમય વિતાવી શકો છો.

ઇન્દિરા ગાંધી મેમોરિયલ ટ્યુલીપ ગાર્ડન

image source

શ્રીનગરથી માંડ 8 કિલોમીટરના અંતરે આવેલું છે ઇન્દિરા ગાંધી મેમોરિયલ ટ્યુલીપ ગાર્ડન. આ ગાર્ડન ડલ તળાવના કિનારે આવેલી જબરબાલ પહાડીઓ ઉપર આવેલું છે અને તેનું ક્ષેત્રફળ અંદાજે 75 એકરમાં પથરાયેલું છે. દર વર્ષે એપ્રિલ મહિનામાં સાત દિવસ સુધી અહીં ટ્યુલીપ ફેસ્ટિવલ ઉજવાય છે અને દર વર્ષે જેટલા પર્યટકો શ્રીનગર ફરવા માટે આવે છે તે પૈકી મોટાભાગના પર્યટકો આ ફેસ્ટિવલ જોવા જરૂર આવે છે. જો તમે પણ શ્રીનગર જવાના હોય ત્યારે આ ગાર્ડન અને ત્યાં ઉજવાતા ફેસ્ટિવલની મજા જરૂર લેજો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ