હવે રાજસ્થાન ફરવા જતા પહેલા રાખજો ધ્યાન, નહિં તો…

તાજેતરમાં જ બહાર આવેલી વિગત મુજબ હવેથી ગુજરાત, પંજાબ, હરિયાણા અને મધ્ય પ્રદેશથી રાજસ્થાન રાજ્યમાં પ્રવેશ કરનારા નાગરિકોનો 72 કલાક પહેલા કોરોના વાયરસનો આરટીપીસીઆર (RTPCR) નેગેટિવ રિપોર્ટ હશે તો જ તેમને રાજસ્થાનમાં પ્રવેશ અપાશે. અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે ગુજરાત, પંજાબ, હરિયાણા અને મધ્ય પ્રદેશની જેમ જ કેરળ અને મહારાષ્ટ્રથી રાજસ્થાન આવનારા નાગરિકોએ પણ રાજસ્થાન રાજ્યમાં પ્રવેશતા પહેલા કોરોના વાયરસનો આરટીપીસીઆર ટેસ્ટ નેગેટિવ હોવો પહેલાથી જ અનિવાર્ય છે.

image soucre

એ ઉપરાંત રાજસ્થાન રાજ્યમાં હાલ સ્થાનિક આંગણવાડી કેન્દ્રો અને ધોરણ 5 સુધીના વિદ્યાર્થીઓની સ્કૂલો પણ પહેલાની જેમ બંધ રહેશે. આજુબાજુના રાજ્યોમાં કોરોના વાયરસના સંક્રમણના કેસો નોંધપાત્ર રીતે વધવાથી રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવવામાં આવી હતી અને આ બેઠકમાં જ ગુજરાત, પંજાબ, હરિયાણા અને મધ્ય પ્રદેશથી રાજસ્થાન રાજ્યમાં પ્રવેશ કરનારા નાગરિકોનો 72 કલાક પહેલા કોરોના વાયરસનો આરટીપીસીઆર (RTPCR) નેગેટિવ રિપોર્ટ ફરજીયાત અને આગામી 31 માર્ચ સુધી આંગણવાડી કેન્દ્રો તથા ધોરણ 5 સુધીની વર્ગો બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

image source

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે આ બેઠકમાં કોરોના સામેની લડાઈમાં કોઈ ખોટ રહી ન જાય તે અર્થે સ્વાયત્ત શાસન વિભાગ અને સૂચના તથા જનસંપર્ક વિભાગને કોરોના વાયરસ સામે જાગૃતિ અભિયાન ઝડપી બનાવી તેમાં પોલીસ સહિતના અન્ય વિભાગોને પણ સહકાર આપવા નિર્દેશો કર્યા હતા. તેઓએ સામાન્ય લોકો દ્વારા કોરોના વાયરસ સામે લડવાના પ્રોટોકોલ બાબતે ઉદાસીનતા દાખવવા અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને આ બાબતે સાવધાની સાથે વિવિધ સુચનાઓ અને પ્રોટોકોલનું પાલન કરવા જણાવ્યું હતું.

image source

મુખ્યમંત્રી અશોક ગેહલોતે એમ પણ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા કોરોના વાયરસ સામેની લડાઈ લડવા કામગીરી થઈ જ રહી છે પરંતુ હવે આ કામગીરીમાં ઝડપ લાવવાની જરૂરિયાત ઉભી થઇ છે. આ અંતર્ગત કોરોના વાયરસ સામે રક્ષણ માટે અગત્યના અને નિર્ધારિત કરાયેલા લોકોને રસી મુકવા અર્થે અને આ અંગે જાગૃતિ લાવવા અભિયાન ચલાવવામાં આવશે અને અભિયાન મુજબ ભારત સરકારના સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા રાજ્યના તમામ જિલ્લામાં રસીકરણ કેન્દ્રો પર દિશા નિર્દેશોને અનુરુપ વ્યવસ્થા ગોઠવવામાં આવશે.

મોંઘવારીના કારણે ઉભો થઇ શકે છે અસંતોષ

image soucre

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે દેશમાં વધી રહેલી મોંઘવારી સંદર્ભે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે દેશમાં દેશમાં વધી રહેલી મોંઘવારી અંગે કેન્દ્ર સરકારે સમય રહેતા પગલાં લેવા જોઈએ નહિતર લોકોમાં આ બાબતે અસંતોષ ઉભો થવાનો ભય છે જે દેશના હિતમાં સારું નથી. તેઓએ કોંગ્રેસના ” સ્પીક અપ અગેઇન્સ્ટ પ્રાઈઝ રાઈઝ ” અભિયાનના પણ વખાણ કર્યા હતા અને તેમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાઈ રહ્યા હોવાનું જણાવ્યું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ