ઓપરેશન પહેલા દર્દીને ભૂખ્યું પેટ લઇને શું કામ આવવાનું કહે છે ડોક્ટર્સ? તેની પાછળ રહેલુ છે આ કારણ, જાણો તમે પણ

ઓપરેશન પહેલા દર્દીને ભૂખ્યું પેટ લઇને શું કામ આવવાનું કહે છે? તેની પાછળ પણ કારણ રહેલું છે ,આવો જાણીએ

image source

જૂના જમાનામાં લોકોને બહુ ઓછી બીમારી હતી. કારણકે તે સમયે, પ્રદૂષણ અને મારામારી તેમજ અકસ્માત જેવી કોઈ વસ્તુ નહોતી કે લોકોને જીવવુ મુશ્કેલ થઇ ગયું હોય. પરંતુ આજના જમાનામાં ઘણા રોગોએ લોકોને ઘેરી લીધા છે. તેમાં પણ મુખ્ય ડાયાબિટીસ અને બ્લડપ્રેશર જેવી બીમારીઓ સાવ સામાન્ય બની ગઈ છે. પરંતુ જે બિમારી આજકાલ ઝડપથી ફેલાય છે તે કેન્સર છે. ભારત દેશમાં, મોટાભાગના લોકો કેન્સરને કારણે મ્રુત્યુ પામી રહ્યા છે.

image source

તે ઉપરાંત , હ્રદયથી સંબંધિત બિમારીઓ પણ લોકોમાં સામાન્ય થઈ ગઇ છે. જો કોઈની પાસે ‘સંબંધિત’ બાબત છે, તો તેનો ઉપાય ઓપરેશન માનવામાં આવે છે. શું તમે જાણો છો? કે જે દિવસે તે ઓપરેશન કરવામાં આવે છે, ત્યારે એવું કહેવામાં આવે છે કે દર્દીએ એક રાત કે સવાર પહેલા ખાલી પેટે આવવુ જોઇએ. ડોક્ટર કહે છે કે ઓપરેશન પહેલાં દર્દીએ ભૂખ્યુ રહેવું જોઈએ. પરંતુ શું તમે તે વિશે વિચાર્યું છે ,ડોકટરો શા માટે આવું કહે છે?તેમજ આની પાછળનું શું કારણ હોઈ શકે?

image source

આજે તમને જણાવીએ છીએ કે ડોકટરો ઓપરેશન પહેલાં દર્દીઓને કંઈપણ ન ખાવાની ભલામણ શા માટે કરે છે. આપણે બધા જાણીએ છીએ કે કોઈ પણ પ્રકારના ઓપરેશન પહેલાં, દર્દીને એનેસ્થેસિયા આપવામાં આવે છે. જેના કારણે શરીરની મુખ્ય નર્વસ સિસ્ટમ થોડી સુસ્ત બની જાય છે. આ પરિસ્થિતિમાં, આપણી બધી શારીરિક પ્રવૃત્તિઓ ખૂબ જ ધીમે કામ કરે છે. એનેસ્થેસિયાના કારણે દર્દીઓને શ્વાસ લેવામાં પણ તકલીફ પડે છે.

આ કારણે ઓપરેશન દરમિયાન દર્દીને વેન્ટિલેટર પર મૂકીને સામાન્ય રાખવાનો વારંવાર પ્રયત્ન કરવામાં આવે છે. અમે તમને જણાવી દઈએ કે એનેસ્થેસિયાની અસર આપણા પાચનતંત્ર પર પણ પડે છે. જ્યારે ખાધા પછી ખોરાક આપણા પેટમાં પ્રવેશ કરે છે, ત્યારે બધા એસિડ્સ તેના સંપર્કમાં આવે છે અને ખોરાક પચે છે.

image source

જો આ ખોરાક જે એસિડ ધરાવતું હોય તે ઓપરેશન પહેલાં લેતા પહેલા તે ફૂડ પાઇપ દ્વારા ફેફસામાં પ્રવેશ કરે છે, તો ફેફસાં બળી શકે છે. માટે, શસ્ત્રક્રિયા પહેલાં દર્દીને એન્ટાસિડ્સ આપવામાં આવે છે. જેમ પાચક પ્રક્રિયા ધીમી બને છે, ત્યાં શક્યતા છે કે પેટમાં હાજર ખોરાક અન્નનળી તરફ પાછો જાય છે. જેના લીધે શ્વાસ લેવાના માર્ગમાં અવરોધ આવી શકે છે, જે દર્દીના મૃત્યુનું કારણ બની શકે છે.

image source

ઘણીવાર ઓપરેશન સવારમાં હોય છે અને સવારના સમયે લોકોને ચા-કોફી તેમજ હળવા નાસ્તાની ટેવ હોય છે.આથી ડૉક્ટરો દર્દીને એવું કહી દેતા હોય છે કે તમારે રાતના જમણ પછી સવારે ઓપરેશન જ્યાં સુધી પૂરું ન થઇ જાય ત્યાં સુધી પેટમાં કાંઇજ નાખવાનુ નથી. જો દર્દી ભરેલા પેટે આવે તો ઓપરેશન પછી એનેસ્થેસિયાને લીધે શ્વાસમાં તકલીફ, ઉબકા અથવા ઉલ્ટી જેવી આડાઅસરો પણ થઇ શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ