વધતી ઉંમરને છુપાવવા અને ઐશ્વર્યા જેવી સ્કિન મેળવવા આ બે ફેસ પેક છે બેસ્ટ, વાપરો તમે પણ

46 વર્ષની હોવા છતાં ઐશ્વર્યા રાય કેવી રીતે દેખાઈ રહી છે માત્ર 26 જ વર્ષની,, આ 2 ખાસ ફેસપેક છે, શ્રીમતી ઐશ્વર્યા રાય બચ્ચનની સુંદરતાનું રહસ્ય.

image source

ઐશ્વર્યા રાય બચ્ચનની સુંદરતા આજે પણ એવી છે કે જોનારાની આંખો ખુલ્લી ને ખુલ્લી જ રહી જાય છે. તેથી જ દરેક લોકો તેમની સુંદરતાનું રહસ્ય જાણવા માંગે છે.

બોલિવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ પોતાના અભિનય અને સુંદરતાનો ઝંડો લહેરાવી ચુકી છે. ઐશ્વર્યા રાય બચ્ચન જે દુનિયાની સૌથી સુંદર મહિલાઓમાં સામેલ છે, તે ભલે 46 વર્ષની થઈ ગઈ છે, પરંતુ ઐશ્વર્યા રાય બચ્ચનને જોઈને તેની ઉંમરનો અંદાજ લગાવવો ખૂબ જ મુશ્કેલ છે.

image source

આજે પણ બચ્ચન પરિવારની પુત્રવધૂ ઐશ્વર્યા રાય બચ્ચન 26 વર્ષની યુવતી જેવી દેખાય રહી છે. પરંતુ તેમના ચાહકો વારંવાર પ્રશ્ન પૂછતાં રહે છે કે, ઐશ્વર્યા રાય બચ્ચન એવું તે શું કરે છે કે તે દિવસેને દિવસે પહેલાંથી પણ વધુ સુંદર અને યુવાન બની રહી છે.

ઐશ્વર્યા રાય બચ્ચનની સુંદરતા જોઈને, દરેક લોકો વિચારતાં હશે કે બીજી ઘણી અભિનેત્રીઓની જેમ જ, તેઓએ પણ તેમની ત્વચાને યુવાન અને સુંદર રાખવા માટે તબીબી (medical) સારવારનો આશરો લીધો હોવો જોઈએ અથવા તેઓ તેમની ત્વચા પર મોંઘા બ્યુટી પ્રોડક્ટ્સ વાપરતાં હોવા જોઈએ. પરંતુ આ બિલકુલ સાચું નથી.

image source

દુનિયાભરમાં તેની સુંદરતા માટે જાણીતી ઐશ્વર્યા રાય બચ્ચનતેની સુંદરતા માટે ઘરેલું ઉપાય જ અપનાવે છે. ઐશ્વર્યા રાય બચ્ચનનો બ્યુટી સિક્રેટ ફેસપેક: ઐશ્વર્યા રાય એક દિવસ છોડી ને બીજા દિવસે તેના ચહેરા પર ચણાનો લોટ, દૂધ અને હળદર મિક્સ કરીને તૈયાર કરેલો ફેસપેક લગાવે છે.

ઐશ્વર્યા રાય તેની ત્વચા નરમ બનાવવા અને સંપૂર્ણ પોષણ આપવા માટે, અઠવાડિયામાં એક દિવસ ચહેરા પર દહીંનો માસ્ક પણ લગાવે છે. આ બે માસ્ક સિવાય તેની ત્વચાને પ્રદુષણથી બચાવવા માટે, તે તેના ચહેરા પર તાજી કાકડીને ઘસીને લગાવે છે અને તે ચહેરો સાફ કરવા માટે દિવસમાં 2 વખત ફેસવોશનો પણ ઉપયોગ કરે છે અને સમયાંતરે સારી સારી મોઇશ્ચરાઇઝર ક્રીમનો ઉપયોગ કરતી રહે છે. ઐશ્વર્યા રાય નું કહેવું છે કે તમારી ત્વચાને મોઇશ્ચરાઇઝ કરતા રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.

image source

ઐશ્વર્યા રાય બચ્ચન માટે બાહ્ય સુંદરતાની સાથે સાથે અંદરથી સ્વસ્થ રહેવું પણ ખૂબ જરૂરી છે. આવી સ્થિતિમાં, આપણા આહારમાં સારી અને પૌષ્ટિક વસ્તુઓનો સમાવેશ કરવો તે ખૂબ મહત્વપૂર્ણ બાબત છે. આટલું જ નહીં, સારી ત્વચા અને આરોગ્ય માટે ઐશ્વર્યા રાય બચ્ચન ધૂમ્રપાન અને દારૂથી દૂર રહેવાનું જ પસંદ કરે છે અને ઘરે બનાવેલું ભોજન જ વધારે પસંદ કરે છે.

image source

ઐશ્વર્યા રાય બચ્ચન રોજ વધારે પાણી પીવાની સાથે સાથે રોજ થોડી કસરત કરવાની પણ સલાહ આપે છે. તો આ છે ઐશ્વર્યા રાય બચ્ચનની સુંદર ત્વચા અને સારી તંદુરસ્તીનું રહસ્ય.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ